-કૈલાશ ચંદ્ર દાસ
“નવદીક્ષિત વૈષ્ણવ, કે મધ્યમ કક્ષાએ પહોંચેલા વૈષ્ણવ પણ, શિષ્યાનો સ્વીકાર કરી શકે છે. આવા શિષ્યો એ જ કક્ષાના હોવા જોઈએ, અને તેમણે એ પણ સમજવું જોઈએ કે મધ્યમ વૈષ્ણવના અપૂર્ણ માર્ગદર્શન નીચે જીવનના અંતિમ ધ્યેય તરફ તેઓ બહુ સારી રીતે પ્રગતિ કરી શકતા નથી.” – ઉપદેશામૃત ૫, ભાવાર્થ
બલરામજી ભગવાન છે. બલરામજી હંમેશાં ભગવાન રહ્યા છે અને હંમેશાં ભગવાન રહેશે. તેમનો દરજ્જો ભગવાન તરીકે સનાતન છે અને તેથી ક્યારેય તારીખી નથી. થોડા જ સમયે, ભવિષ્યમાં આપણી વર્તમાન તારીખી વ્યવસ્થા ભૂતકાળની અવશેષ બની જશે. ખરું જોતા, ભૌતિક કાળ પોતે જ અંત પામશે જ્યારે આ વિશ્વને નાશ કરવામાં આવશે. ભગવાનનું અસ્તિત્વ જોકે, ક્યારેય નાશ પામતું નથી.
કોઈ ભૌતિક વિશ્વના ક્રમમાં, ભગવાન પોતાના શાશ્વત સ્વરૂપોમાંથી પોતાને કોઈ પણ એકમાં પ્રગટ કરવાની ઈચ્છા કરી શકે છે–જેમ કે બલરામ—પરંતુ આવું પ્રાગટ્ય, તેમના એ સ્વરૂપના શાશ્વત અસ્તિત્વમાં જરા પણ અસર પાડતું નથી. ભૌતિક રૂપ, અવરજવર, પ્રૃથ્વી પર ફેરફારો, અને તેમ જ બધાં, ભૌતિક કાળ અનુસાર, જાતજાતના ઘટનાચક્રો નિયમિતપણે ચાલ્યા કરે છે. ભગવાનનું અસ્તિત્વ, સ્વરૂપ, લીલાઓ, અને લક્ષણો, જોકે, આવા ઘટનાચક્રો થી પર છે.
કૃષ્ણકૃપામૂર્તિ પરમ પૂજ્ય શ્રી શ્રીમદ્ એ.સી.ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદે એમના સંદેશ નો પાયો, ભારતમાં સંન્યાસ ગ્રહણ કરીને ગોઠવ્યો હતો. સાઇઠના દાયકાની મધ્યમાં આરંભ કરી, તેઓ પછી જગતભરમાં ઈશ્વરભાવનામૃત સ્થાપવા નીકળી પડ્યા. તેમના કૃષ્ણભાવનામૃતનો અભૂતપૂર્વ પ્રવાસ ક્યારેય આ ગ્રહના ઇતિહાસમાં ઘડાયેલો નથી.
તેઓ શારીરિક રીતે પ્રગટ હતા અને તેથી તેઓ તેમના વિદ્યાર્થીઓ, શિષ્યો, અનુયાયીઓ અને શુભચ્છકો માટે પૂરેપૂરા આતુરતાથી માર્ગદર્શક અને અંતિમ લવાદ તરીકે કાર્ય કરવા માટે સક્ષમ બન્યા હતા. તેઓ ગુરુ, એ પારિભાષિના સાચા અને પૂર્ણ અર્થમાં સાચા સદ્ગુરુ હતા. તેઓ સીધેસીધાં કોઈપણ અને બધા વિવાદોને સ્પષ્ટ કરી શકતા. ભગવાનની ઇચ્છા સ્થાપવા અને તેમના શિષ્યોની આધ્યાત્મિક ઉન્નતિ માટે તેઓ વિશિષ્ટ સ્થિતિમાં વિશિષ્ટ આદેશો આપતા. વર્ચસ્વથી ઉન્મત થયેલા શિષ્યોને તેઓ અંકુશમાં રાખતા. તેમનું નામ પ્રભુપાદ હતું–એવા ગુરુ જેના ચરણે બીજા બધા ગુરુઓ બેસે છે–અને તેમનું મિશન ભૌતિક કાળના પ્રભાવથી પરે હતું.
તેઓ તેમના શિષ્યો માટે ભગવાન જેવા જ પ્રમાણભૂત હતા-—પણ તેઓ ભગવાન ન હતા. તેઓ ભગવાનના દૂત હતા. બલરામ ભગવાન છે. ગુરુ ભગવાન નથી. સાચો ગુરુ ભગવાનનો ભગવાન-સાક્ષાત્કાર દૂત છે. ગુરુ સંપૂર્ણપણે ભગવાનને, પિતાને, શરણાગત થયેલો પુત્ર છે. તે ક્યારેય સંપૂર્ણ સત્યના નામે અથવા માનવતાની એકતાના વિષે વારંવાર વિવિધ પ્રકારના રમૂજી બુદ્ધિહનિતા આપશે નહિં.
સમાજ અંદર ઉત્તમ રીતે શાંતિ ત્યારે મળશે જ્યારે તે સમાજને બનાવતા મનુષ્યો અંદર શાંતિ અને સંતુષ્ટતા હશે. જ્યારે કોઈ મનુષ્ય આત્મા, સીધેસીધું શ્રવણ કરશે, સીધેસીધી વાત કરશે તેના જોડે, અને સીધેસીધાં પુરુષોત્તમના સાચા સ્વરૂપના દર્શન કરશે ત્યારે આવો ભાગ્યશાળી પુરુષ અથવા સ્ત્રી પોતાની અંદર સંપૂર્ણ મુક્તિ પામશે. આ જગતમાં ભગવાનના પ્રાથમિક સ્વરૂપને વિષ્ણુ કહેવાય છે. જ્યારે તમે એમના આલૌકિક અવાજ ને સાંભળશો ત્યારે તે વધુ ધૂમ્રપાન કરતા માણસનો ખોખરો અવાજ હોય એવો સાંભળવામાં આવશે નહિ. જ્યારે તમે એમની સાથે વ્યક્તિગત આપલે કરશો, ત્યારે તમે ન તો ઉશકેરાશો અથવા એમના સાથે અરસપરસમાં પડકારશો, તમે આશ્ચર્ય અને આડંબરમાં એકનિષ્ઠ થઈ જશો.
વિષ્ણુ, ભગવાનના પ્રથમ સ્વરૂપ છે, તેમના દર્શન જ્ઞાનવાદી કરી શકે છે, કારણકે ભગવાનના આ સ્વરૂપ દરેકજણની નજદીક છે. અભક્તો માટે પણ, તેઓ ભગવાનના સૌથી નજદીકના સ્વરૂપ છે, જેમાંથી ઘણાં એવી આશાઓ ધરાવે છે કે તેઓ અસ્તિત્વમાં જ ન હોત. ભગવાન વિષ્ણુ દરેક અને બધાં મનુષ્યના હૃદયે વિરાજ્યા છે. વસ્તુત: તેઓ અમનુષ્ય જીવોમાં પણ વિરાજ્યા છે.
જે લોકો તેમના હૃદય અંદર ભગવાન વિષ્ણુ (આ વ્યક્તિત્વને ખ્રિસ્તી લોકો “ધિ હોલી ગોસ્ટ” બોલાવે છે)ના સાક્ષાત્કારને શોધી રહ્યા છે–સીધેસીધું શ્રવણ કરવું, સીધેસીધી વાત કરવી, સીધેસીધા દર્શન કરવા—તેઓ ભક્ત કહેવાય છે. તે લોકોને “યાગીઓ” પણ કહેવામાં આવે છે, કારણકે ભગવાન સાથે જોડાવા માટે તેઓ યોગ શિસ્ત પાળી રહ્યા છે. ભગવાન નો સંપૂર્ણ સાક્ષાત્કાર કેવળ ભક્તિના પદ્ધતિ દ્વારા સંભવ બની શકે છે, જેને ભક્તિ-યોગ પણ કહેવાય છે. કારણકે ભક્તોના જીવનનું પ્રથમ લક્ષ્ય—વિષ્ણુ સાક્ષાત્કાર છે-—ભગવાનના બધા ભક્તોને વૈષ્ણવ કહેવાય છે.
જ્યારે કોઈ વિરલ અને મહાન ભક્તેય વસ્તુત: લક્ષ્ય પામ્યો હોય, ત્યારે એવા ભક્તને ભગવાન-સાક્ષાત્કાર વૈષ્ણવ કહેવાય છે. ભગવદ્ભક્તિ ની આ કક્ષાએ તેને ગુરુ પણ કહેવાય છે, આચાર્ય. તેઓ આચાર્ય છે કારણકે તેમણે પૂરો અભ્યાસક્રમ પૂરો કરી લીધો છે અને લક્ષ્ય મેળવી લીધો છે. તેથી તે, કેવળ ભગવાન–સાક્ષાત્કાર વૈષ્ણવ જ છે, જે મહત્વાકાંક્ષી ભક્તને–જે હજુ પણ પ્રકૃતિ વડે બદ્ધ થયેલો છે અને વિષ્ણુ ના દર્શન નથી થયા—કુશળતાપૂર્વક અને અસરકારક રીતે શુદ્ધ અને પૂર્ણ અપાર્થિવ સંબંધ તરફ માર્ગદર્શન આપી શકે છે.
એવા ગુરુઓ પણ હોય છે જેમને આનાથીય ભગવાનના ઉચ્ચતર સાક્ષાત્કાર થયા છે, જેમા ભગવાનના કોઈ સ્વરૂપ–જેમ કે ભગવાન બલરામ અથવા ભગવાન શ્રીકૃષ્ણ— સાથે વ્યક્તિગત અરસપરસ અને ઉચ્ચતર રસ (સંબંધો) ની આપલે, પ્રાપ્ત થઈ છે. અવશ્ય, પોતાના હૃદય અંદર ભગવાન વિષ્ણુ ના સાક્ષાત્કાર આગળ પણ ભગવાન સાક્ષાત્કારની કક્ષાઓ છે. અલબત્ત ભગવાન રામચંદ્ર અથવા ભગવાન નૃસિંહ અથવા ભગવાન નારાયણ ના દર્શન ભગવાન વિષ્ણુ ની પેલી પાર છે, કારણકે ભગવાનના આ ઉચ્ચતર સ્વરૂપો મુક્તાત્માને ભગવાન વિષ્ણુ કરતાય રોમાંચિત આપલે અર્પણ કરે છે. ભગવાનના આવા ઉચ્ચતર સ્વરૂપોની પેલી પાર પણ, આલૌકિક જગતના ઉચ્ચતર ગ્રહ (કૃષ્ણ લોક) માં ભગવાન ચૈતન્ય, ભગવાન બલરામ, અને ભગવાન શ્રીકૃષ્ણ સાથે અરસપરસની શક્યતા છે.
તથાપિ, કોઈ પણ વૈષ્ણવ ને પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના દર્શન થયા હોય, ભગવાન વિષ્ણુ થી શરૂ થતા; તે ગુરુ બનવા માટે યોગ્ય છે. જો આપણે ખરેખર ભગવાન સુધી પહોંચવા માંગતા હોઈએ, તો આપણે એવા નિષ્ણાતના માર્ગદર્શન લેવા પડશે જેમને એમના દર્શન પહેલેથી થયા હોય. ભગવાનને દિવ્ય સ્વરૂપ, દિવ્ય લક્ષણો અને દિવ્ય લીલાઓ છે. ભગવાન આ બધું તેમના ભક્તો સાથે શેર કરવા માંગે છે.
અને તમે, જીવાત્મા—તમે ભલે જાણતા હોઉ કે નથી— બદ્ધ જીવન દરમિયાન પણ તેની શોધ કરી રહ્યા છો.
બ્રહ્મસાક્ષાત્કાર અને મુક્તિ વિષે
તમે આત્મા તરીકે માત્ર પ્રકાશ સાક્ષાત્કારથી શાંતિ અથવા કે સંપૂર્ણ સંતુષ્ટતા મેળવી શકીશો નહીં. હા, પ્રત્યક્ષ અનુભવનો પણ એક તબક્કો છે, જેમાં દિવ્ય પ્રકાશની પ્રાપ્તિ થાય છે. આ તબક્કો અંતિમ લક્ષ્ય નથી; તે ભગવાન સાક્ષાત્કાર માટે પ્રારંભિક છે. સાંઠનો દશકમાં, આ સાક્ષાત્કારને “ધિ વાઇટ લાઇટ” અને “કૉઝમિક કૉન્શસ્નિસ” જેવા નામો હતા. ખરી રીતે, કૉઝમિક કૉન્શસ્નિસ ના સાક્ષાત્કાર નો તબક્કો હજુ ભૌતિક વિશ્વની અંદર છે અને તે બ્રહ્મ સાક્ષાત્કાર ની પહેલાં છે. તથાપિ, કૉઝમિક કૉન્શસ્નિસ મેટાફિઝિકલ સાક્ષાત્કારનો ઘણો, ઘણો ઊંચો તબક્કો છે અને આ યુગમાં કોઈ વ્યક્તિ ભાગ્યે જ તેને મેળવી શકે છે. “વાઈટ લાઈટ” નો સાક્ષાત્કાર મુક્તિનો એવો તબક્કો છે જે ભૌતિક જગતની પેલી પાર છે. જેનો હમણાંજ ઉલ્લેખ કર્યો હતો તેને બ્રહ્મસાક્ષાત્કાર કહેવાય છે, અને આ બ્રહ્મ ભગવાનની ઝળહળાટ છે.
ફક્ત બ્રહ્મ સાક્ષાત્કાર થયેલા કોઈ વ્યક્તિને ક્યારેક ગુરુ ગણાય છે. આ જ્ઞાનવાદીઓમાંથી કેટલાક નિર્વિશેષવાદીઓ હોય છે, પણ તેમાંના મોટા ભાગના વિષ્ણુ ની સેવા બજાવી રહ્યા છે અને તેમના સાક્ષાત્કાર મેળવવાની ઈચ્છા કરે છે. કેમકે બધા બ્રહ્મ સાક્ષાત્કાર વ્યક્તિઓં વૈષ્ણવો હોતા નથી, તેથી તેઓ બધા જ ભગવાન ના ભક્તો નથી. અમુક વળી એવું વિચારે છે કે તેઓ પોતે ભગવાન છે. અશુદ્ધ બુદ્ધિ કારણે, તેઓ માને છે કે બ્રહ્મ સાક્ષાત્કાર એટલે ભગવાન બની જવાને સમાન છે.
તમને આવા તથાકથિત આધ્યાત્મિક ગુરુ ના શિષ્ય બનવું જોઈએ નહીં, કેમકે તેઓ આધ્યાત્મિક જીવનમાં ખરેખર સારા માર્ગદર્શિકાઓ નથી. સૌથી વધુ, આવા ગુરુઓની સેવા કર્યા પછી તમને બ્રહ્મ ઝળહળાટની પ્રાપ્તિ થશે, જે મનુષ્ય તક નો લક્ષ્ય બિલકુલ નથી. તમે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સાથે થતા સંબંધના ભાવને મેળવી શકીશો નહીં જ્યારે તમે આવા તથાકથિત ગુરુઓની સેવા કરશો, જેઓ માને છે કે તેઓ ભગવાન બની ગયા છે.
અને નહિ તો તમને કેટલાક અંશે પ્રગત થયેલા ભક્તને પણ, ગુરુ તરીકે સ્વીકાર કરવો જોઇએ. જો કોઈ વૈષ્ણવે હજુ ભગવાન ના સ્વરૂપનો દર્શન કર્યો હોઇ નહી-—ભલે તે ભગવાન ના પ્રકાશ ના પ્રારંભિક સાક્ષાત્કારે આવ્યો હોઇ છતા પણ–તેને ગુરુ તરીકે માનવું એમ સૂચવ્યું નથી, કારણ કે એનું માર્ગદર્શન હજુ અપૂર્ણ છે.
“નવદીક્ષિત વૈષ્ણવ, કે મધ્યમ કક્ષાએ પહોંચેલા વૈષ્ણવ પણ, શિષ્યાનો સ્વીકાર કરી શકે છે. આવા શિષ્યો એ જ કક્ષાના હોવા જોઈએ, અને તેમણે એ પણ સમજવું જોઈએ કે મધ્યમ વૈષ્ણવના અપૂર્ણ માર્ગદર્શન નીચે જીવનના અંતિમ ધ્યેય તરફ તેઓ બહુ સારી રીતે પ્રગતિ કરી શકતા નથી.” – ઉપદેશામૃત ૫, ભાવાર્થ
દરેક જણ, જે ભગવાન-સાક્ષાત્કાર નથી તે બદ્ધ છે–અથવા, ઓછામાં ઓછું, હજુ પણ તેના/તેની શુદ્ધ આધ્યાત્મિક અવસ્થાથી અજા•યા શક્તિથી પ્રભાવિત થઈ રહ્યા/રહી છે. ખરેખર જીવનના મુક્તાવસ્થામાં, આત્મા ભગવાન સાથે સીધેસીધાં અને પૂર્ણ ભાવભર્યા સંબંધમાં હોઇ છે. આ અવસ્થાની નવીકરણ પહેલાં, જીવ લેશમાત્ર તેના/તેની ચેતના પર અમુક પ્રકારનો પડદાથી ઢંકાયેલો હોય છે. બ્રહ્મ સાક્ષાત્કાર આત્મા પણ–જેને પૂર્ણ ભગવાન સાક્ષાત્કાર મેળવ્યો નથી –તેને પણ અમુક અંશે બદ્ધ જીવ ગણવામાં આવે છે. બ્રહ્મ સાક્ષાત્કાર જીવને પણ ક્યારેક મુક્ત કહેવાય છે, જોકે એવી મુક્તિ કેવળ પ્રારંભિક મુક્તિ છે. આમ જોતા, બધા બદ્ધ જીવો જેમનો સાક્ષાત્કાર આના કરતા ઓછોં છે, તે જીવનના સમાન તબક્કે છે–એ તબક્કો, જે મુક્તાવસ્થાએ છેક પહોંચ્યોં નથી.
પૂર્ણ માર્ગદર્શન વિષે
હા, આધ્યાત્મિક જીવનમાં આપણાથી વધારે કોઈ પ્રગત વ્યક્તિથી આપણે તાલીમ સ્વીકાર કરી શકીએ . જોકે આ માર્ગદર્શિકા હજુ પણ ભગવાન સાક્ષાત્કાર હોય નહિ, તેનું ર્માદર્શન આપણને અંતિમ લક્ષ્ય પ્રાપ્ત કરવાના માર્ગે મદદ કરશે. એક રીતે જોતા, જ્યાર સુધી તમારો માર્ગદર્શક વૈષ્ણવ હોય (જેને ભગવાન-સાક્ષાત્કાર વૈષ્ણવ પાસેથી કૃત્રિમ દીક્ષા સ્વીકારી હોય) ત્યાર સુધી તમે એમણે ગુરુ ના પ્રતિનિધિત્વ તરીકે સ્વીકારી શકો છો. તથાપિ, એવું માર્ગદર્શન ક્યારેય પૂર્ણ ન હોય શકે કારણકે તે પારદર્શક નથી. તે હજુ બાહ્ય પ્રભાવ ના ધુમ્મસમાંથી બહાર નથી. કેવળ ભગવાન-સાક્ષાત્કાર જીવ પારદર્શક છે, અને કેવળ તે જ તમને, દર્શન પ્રાપ્ત કરવાના માર્ગે પૂર્ણ માર્ગદર્શન આપી શકે છે, અથવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન નો પ્રત્યક્ષ અનુભવ.
આ ઉપદેશો વેદિક વિદ્વતામાંથી છે. તેઓ જગતભરના તમામ અન્ય ઉપદેશોથી અલગ પડે છે. તેઓ, ભારતના તથાકથિત ગુરુઓ ના ઉપદેશોથી અલગ છે. તેઓ પાશ્ચાત્યા જગતના તથાકથિત ધર્મોના ઉપદેશોથી અલગ છે. અને, ખૂબ મહત્વની રીતે, તેઓ એવા ઉપદેશોથી અલગ છે જે વેદિક અને વૈષ્ણવ ઉપદેશો જેવા લાગે છે, પણ વાસ્તવિકપણે કૃષ્ણ ભાવનામૃત આંદોલન ના શુદ્ધ ઉપદેશો ની સુમેળમાં નથી.
સાચા વેદિક અને વૈષ્ણવ ઉપદેશોે બે ગંભીર રીતે તમામ અન્ય ત_વજ્ઞાનોથી અલગ પડે છે. સૌપ્રથમ, તેઓ વિશેષવાદ છે. એટલે કે, તેઓ ભગવાન ને મૂળ પુરુષ માને છે. ખરું જોતાં તમામ અન્ય તત્વજ્ઞાનો, વ્યવસથાઓ, ગુરુઓ, અને સંગઠિત જૂથો (એમાં તેઓે પણ જે પોતાને વેદિક દર્શાવે છે) નિર્વિશેષવાદ સંદેશના શિખરે પહોંચે છે. વધુ વિગતોમાં જવા કરતા, નિર્ણાયક પૃથક્કરણમાં તમને અચૂકપણે માલૂમ પડશે કે આવા ગુરુઓ અને તેમના શિષ્યો કહેવાતા ભગવાન સાક્ષાત્કારનો નિર્વિશેષવાદ જેમ પ્રચાર કરે છે. અગર તેઓ વિષ્ણુ અથવા કૃષ્ણ ને ઓળખતા પણ હોઈ, તો તેઓ તેમને પ્રકાશના સાક્ષાત્કારથી ઊતરતા ગણે છે.
અન્ય શબ્દોંમાં, તેઓ અનેકવાર કહે છે કે ખરેખર તમે જ પોતે ભગવાન છો, પણ, ગમે તેમ કરીને, તમે તે ભૂલી ગયા છો. આ સમય દરમિયાન, એવા ગુરુ ની શોધ કરો જેને અનુભવ્ા કર્યો છે કે તે ભગવાન છે–અને ફરી ભગવાન બની ગયો છે. તેમના શિષ્ય બનો. એના શરણે જાવ. એ જેમ કહે એમ કરો. એની પૂજા કરો. એ તમને ભગવાન બની જવાની તાલીમ આપશે–સામાન્યપણે તદ્દન એના જેમ. સંભવત, પોતાનો દરજ્જો, તમને પોતાનો કાર્ડ હાજર કરીને સાબિત કરશે, જેના પર “ભગવાન” શબ્દ હશે.
જો તમે લગભગ ભારતના બધા જ બહુવિધ ગુરુઓ અથવા પવિત્ર માણસો ના બોધનું પૃથક્કરણ કરશો તો તમને એવું મળશે કે તેમાંથી મોટા ભાગના, નિર્વિશેષવાદનું એક તત્વજ્ઞાન હાજર કરે છે. નિર્વિશેષવાદ ક્યારેય આધ્યાત્મિક જીવનના સાચા માગર્ને રજૂ કરતો નથી.
કેમકે વેદિક ઉપદેશ છેવટે ભગવાન સાક્ષાત્કારની વૈષ્ણવ પદ્ધતિમાં પરિણમે છે, અમે આ વિવરણના શેષભાગમાં વૈષ્ણવ બોધ આ પારિભાષિક શબ્દનો ઉપયોગ કરશું. એક બીજી રીતે વૈષ્ણવ તત્વજ્ઞાન, પ્રભાવશીલ પાશ્ચાત્યા વ્યવસ્થાઓથી ભિન્ન છે તે આમ: તે પ્રગટ ગુરુ ઉપર ભાર મૂકે છે.
વૈષ્ણવ તત્વજ્ઞાન સંપૂર્ણ સત્યનું વિજ્ઞાન છે. તે ભગવાન સાક્ષાત્કાર પ્રાપ્ત કરવાનું વિજ્ઞાન છે. જગતભરમાં લાખો ભક્ત છે. એવા ભક્ત બનવું જેને ખરેખર, એ સંપૂર્ણ વિજ્ઞાનના સિદ્ધાંતો ભણેલાં હોય—કોઇ ચૂક અથવા સમાધાન વગર–તે બંને મૂલ્યવાન અને વિશેષ છે. સંપૂર્ણ સત્યના કોઈ પણ શિષ્ટ રજૂઆતમાં આધ્યાત્મિક ગુરુ ના યોગ્ય દરજ્જા અને મહત્વને ક્યારેય નકારી શકાય નહી.
ભગવાન-સાક્ષાત્કાર ગુરુના દેહવિલય પછી, તેમના શિષ્યો અનેક દાખલાઓમાં જુદી જુદી અને અસંગત રીતે ફંટાઈ છે. આ બધું ખોટા અહંકાર અને અંગત મહત્વાકાંક્ષા ના લીધે પ્રસ્વેદ થાય છે. પછી તેઓ ભિન્ન વસ્તુઓં પર ભાર મૂકે છે, પક્ષોને બનાવે છે. દરેક જૂથના પક્ષપાતી વલણથી ઘણાં ગંભીર બાબતો પેદા થાય છે. આવા બધાં જ બાબતોના ઉગમસ્થાનને એવા ગેરસમજમાં જણાય છે, જે ગુરુ ના મહત્વ અને યોગ્ય દરજ્જા આસપાસ ઘોળ્યા કરે છે. ગુરુનો વાસ્તવિક મહત્વ શીખવા માટે–એટલે પ્રગટ ગુરુ તરફ ધ્યાન ખેંચવા માટે–પહેલાં આપણે એ શીખવું જોઈએ કે કોણ ગુરુ છે અને કોણ ગુરુ હોય શકે નહિ. એના માટે વૈષ્ણવ તત્વજ્ઞાન સમજવાની જરૂર છે, કૃષ્ણ ભાવનામૃત વિજ્ઞાન ના સિદ્ધાંતને અલબત્ત શીખવાની.
જો મહત્વાકાંક્ષી વૈષ્ણવો આ વિજ્ઞાનના સિદ્ધાંતને યોગ્ય રીતે શીખે, તો અમુક સંભાવના છે કે તેઓ એ જ્ઞાન વિકાસાવવામાં ચાલુ રહેશે. પછી તે તેમના માટે વધુ ને વધુ સ્પષ્ટ થતું જશે. જ્યારે આ સિદ્ધાંતો યથાયોગ્ય રીતે સમજવામાં આવે છે ત્યારે સામાન્ય ભ્રમણા નાબૂદ કરવામાં આવશે. યદ્યપિ ભક્તો બીજા ક્ષેત્રોમાં મૂંઝાઈ અથવા પતિત થઈ જાય તો પણ તે દાર્શનિક પાયો રહી શકે છે. જેમ આ જ્ઞાન ફેલાશે, તેમ કૃષ્ણ ભાવનામૃત આંદોલન ના તમામ કનિષ્ઠો માટે એક યોજનાબદ્ધ સ્થાપના છેવટે ઉદ્ભવશે.
ભક્તોના ભિન્ન વર્ગો વિષે
ચોક્કસપણે, ગુરુ વૈષ્ણવ છે, પણ એના દીક્ષિત શિષ્યો અને અનુયાયીઓ પણ છે વૈષ્ણવો. કોઈ વ્યક્તિ જે એવું માને છે કે વિષ્ણુ ભગવાન છે, તે અમુક સ્તરે વૈષ્ણવ છે. ગુરુ જ્ઞાન માટે ભક્તિમય સેવા ના વિવિધ સ્તરો, ભક્તો અથવા વૈષ્ણવો ના ભિન્ન વર્ગો બાબત શીખમાં આવે છે. વૈષ્ણવો બધા ગુરુ હોતા નથી; અલબત્ત, તે એક વિશિષ્ટ વૈષ્ણવ છે જે ખરેખર સાક્ષાત્કાર આધ્યાત્મિક ગુરુ છે.
“ભક્તોના ત્રણ વર્ગ છે, પહેલો, બીજો અને ત્રીજો. ત્રીજા વર્ગના ભક્તો કે નવા દીક્ષિતો એ છે, કે જેમાનામાં નથી કે જ્ઞાન કે નથી ભૌતિક સંસર્ગ-વિરક્તિ; પણ જેઓ મંદિરમાં થતી દેવતાની-આરતીની પ્રાથમિક વિધિથી માત્ર આકર્ષાયેલા છે, તે ભૌતિક ભક્તો કહેવાય છે, ભૌતિક ભક્તો આધ્યાત્મિક લાભ કરતાં ભૌતિક લાભ તરફ વધારે આસક્ત હોય છે. તેથી માણસે ભૌતિક ભક્તિની સ્થિતિમાંથી, બીજા વર્ગના ભક્તિની સ્થિતિમાં નિશ્ચિત પ્રગતિ કરવાની છે.” – શ્રીમદ્ ભાગવતમ ૧.૨.૧૨, ભાવાર્થ
કોઈ પણ, નવોભક્ત નીચા પગથિયાથી, ભક્તિમય સ્થાનના બીજા વર્ગની પ્રગતિ દરમ્યાન નવો ભક્ત રહેશે. તેમ છતાં, એ ત્રીજા-વર્ગ અંદર ઉચ્ચ આધ્યાત્મિક જ્ઞાન તરફ વિકાસ થશે. આ ગતિ બંને મહ_વપૂર્ણ અને આવશ્યક છે. તે પ્રગતિના આ તબક્કા દરમ્યાન છે, જ્યા આધ્યાત્મિક જ્ઞાન ઉપર ભાર મૂકવામાં આવે છે. જે ભક્તો પાસે જ્ઞાન છે, જે સંપર્ક કરવા તૈયાર છે, અને જે એનું મહ_વ જાણતા હોય છે, એમના પાસેથી સાવધાનીથી શ્રવણ કરવું જરૂરી છે. ત_વજ્ઞાનમાં આવો પાયો જ, યોગ્ય બની, કનિષ્ઠ દરજ્જાથી આગળ વધવાનો એક માત્ર માર્ગ છે.
“માણસે પોતાની જાતને ઓછામાં ઓછા બીજા વર્ગના ભક્તની કક્ષાએ ઉન્નત કરીને, પરમ સત્યનેજાણવા માટે લાયક બનવાનું છે. તેથી, ત્રીજા વર્ગના ભક્તે, ભાગવતના સત્તાવાર સ્ત્રોતમાંથી ભક્તિનું શિક્ષણ લેવાનું છે. પ્રથમ સ્થાનનું ભાગવત તે સ્થાપિત ભક્ત-વિભૂતિ છે. અને બીજું ભાગવત તે પરમેશ્વરની કથા છે. તેથી, ત્રીજા વર્ગના ભક્તે. ભક્તિના પાઠ શીખવા માટે, ભક્ત-વિભૂતિ પાસે જવાનું છે.” – શ્રીમદ્ ભાગવતમ ૧.૨.૧૨, ભાવાર્થ
સ્પષ્ટ રૂપે, ત્રીજા વર્ગનો ભક્ત, કનિષ્ઠ, ગુરુ બનવા માટે જરાય યોગ્ય નથી. કનિષ્ઠ એક વિદ્યાર્થી છે, હજી સંપૂર્ણ રીતે પરમ સત્યને જાણવા માટે હકદાર નથી. આધ્યાત્મિક ગુરુની નકલ ઉતારવા કરતા, કનિષ્ઠે આધ્યાત્મિક ગુરુ તરફ પહોંચવું જોઈએ. વૈષ્ણવ બોધના દરેક ભાગમાં અનુકરણને હંમેશાં વખોડ્યો છે.
“ભક્તે પોતાની કક્ષા પણ સમજવી જોઈએ અને પોતાનાથી ઉન્નત કક્ષામાં પહોંચેલા ભક્તોની નકલ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં…પોતાને આત્મસિદ્ધિ થયા વિના, કોઈએ “મહાભાગવત” ભક્તોના વર્તનનું અનુકરણ કરવું જોઈએ નહીં, કારણકે આવા અનુકરણથી અંતે તો તેનું પોતાનું જ પતન થશે.” – ઉપદેશામૃત ૫, ભાવાર્થ
મહા-ભાગવત , પહેલાં-વર્ગના ભક્ત, ભગવાન-સાક્ષાત્કાર ગુરુ નો સંસ્કૃત માં પારિભાષિક શબ્દ છે. જ્યારે ભક્ત ભગવાન અથવા વિષ્ણુ ના દર્શન કરે છે, ત્યારે ભક્ત પોતાના ખરાં દિવ્ય આત્માનું એકી વખતે દર્શન કરે છે. તદનુસાર, આત્મ-સાક્ષાત્કાર ભક્ત પણ ભગવાન-સાક્ષાત્કાર ભક્ત છે. આ પારિભાષિક શબ્દો સામાન્યત: સમાનાર્થક છે.
જોકે, ક્યારેક, કોઈ ભક્ત આત્મ-સાક્ષાત્કાર હોય તો એનો અર્થ એ કે એને ફક્ત બ્રહ્મ સાક્ષાત્કાર (દિવ્ય પ્રકાશ) પ્રાપ્ત કર્યો છે. એટલે, આત્મ-સાક્ષાત્કાર વૈષ્ણવ હંમેશાં પ્રગત ભક્ત હોય છે, અને આ પારિભાષિક શબ્દ બ્રહ્મ-સાક્ષાત્કાર ભક્ત અથવા ભગવાન-સાક્ષાત્કાર ભક્તને લાગું પડી શકે છે. મોટા ભાગના દાખલાઓમાં, તે ભગવાન-સાક્ષાત્કાર ભક્તનો ઉલ્લેખ કરે છે, જે, જેમ ઉપર જણાવેલું છે, તેમ મહા-ભાગવત કહેવાય છે, પહેલાં વર્ગનો વૈષ્ણવ. એ સાચો ગુરુ છે, અને એને પારિભાષિક શબ્દના ઉચ્ચ અર્થમાં વ્યક્તિ ભાગવત કહેવાય છે.
જો તમે સંપર્ક કરવામાં, પારખવામાં, અને સાવધાનીથી વ્યક્તિ ભાગવત પાસેથી શ્રવણ કરવામાં સમર્થ હોઉ તો એ સંપૂર્ણ તત્વજ્ઞાન ને શીખવાનો, ભક્તિમય સેવા તરફ પ્રગતિ કરવાનો ઉચ્ચતમ કક્ષાનો માર્ગ છે. જ્યારે આવા ઉદાત્ત ગુરુ શારીરિક રીતે પ્રગટ હોય–અને તમને એમના વ્યક્તિગત સંઘનો લાભ હોય—એમના ઉપદેશો અને બોધનો અધિકારયુક્ત પ્રસારણ તમારા હૃદય અને મનમાં બહુ અસંદિગ્ધપણે મુદ્રાંકિત થશે. આધ્યાત્મિક જીવનમાં વિશુદ્ધીકરણની આ સર્વોત્તમ પદ્ધતિ છે.
“બાહ્ય આધ્યાત્મિક ગુરુ ભગવાનની કૃપા છે. અગર ભગવાન જોશે કે તમે સંનિષ્ઠ છો, એ તમને આધ્યાત્મિક ગુરુ આપશે જે તમારું રક્ષણ કરી શકીશે. એ તમને અંદરખાનેથી અને બહારથી મદદ કરશે. બહારથી, આધ્યાત્મિક ગુરુના શારીરિક સ્વરૂપમાં, અને અંદરખાનેથી હૃદય અંદર આધ્યાત્મિક ગુરુ તરીકે.”-આઈરિશ કવિ, ડેઝમન્ડ ઑ ।ગે્રડિ સાથે વાતચીત — મે ૨૩, ૧૯૭૪, રૉમ
બાહ્ય પ્રગટ મહાભાગવતો દુર્લભ હોય છે, પણ તેઓ ચોક્કસ વારંવાર હાજર થયા કરે છે. જ્યારે તે થાય છે ત્યારે સંનિષ્ઠ કનિષ્ઠો તે આધ્યાત્મિક ગુરુને સંપર્ક કરે છે, કારણકે ભગવાન એને તેમના તરફ મોકલે છે. અમુક કનિષ્ઠો એને પહેલાં-વર્ગનો વૈષ્ણવ, સાચો ગુરુ, તરીકે ઓળખવામાં સમર્થ બને છે. એમાંથી અમુક કનિષ્ઠો એને શરણાગત થાય છે અને શ્રવણ ક્રિયાની શરૂઆત કરે છે. વ્યક્તિ ભાગવત પાસેથી શાશ્વત અને દૈવી તત્વજ્ઞાન શીખવા માટે આ ઉચ્ચતમ અધિકૃત પ્રક્રિયા છે.
આચાર્ય વિષે
મહા-ભાગવત આચાર્ય તરીકે ઓળખાય છે. આનો અર્થ એ થાય કે તે વૈષ્ણવ બોધના સવિશેષ વંશ અથવા શાળાનો માન્ય નેતા છે. આવા વૈષ્ણવ શાળા માટે સંસ્કૃત નામ “સાંપ્રદાય” છે. વૈષ્ણવ બોધના કોઈ પણ વંશ અથવા શાળાનો માન્ય નેતા, તેથી સાંપ્રદાય-આચાર્ય તરીકે જણાય છે. સામાન્યત:, તેને સાંપ્રદાય-આચાર્ય બદલે, ફક્ત આચાર્ય કહેવાય છે, પણ તેમને “આચાર્ય” શબ્દની પ્રતિષ્ઠા આપવાથી, ગુરુ-શિષ્ય પરંપરાના નેતા તરીકે મહાનુભાવ સ્થિતિ ઓળખાય છે.
આ ગ્રહ ઉપર આ વખતે ચાર શુદ્ધબુદ્ધિપૂર્વક સાંપ્રદાયો છે. તેમાંથી કોઈ પણ વંશો અથવા શાળાઓ એક બીજા સાથે વિપરિત ઉદેદ્દશ્યનો ક્યારેય પ્રચાર કરશે નહિ અથવા કે એક બીજા ને ઇનકાર કરશે. તેઓ કેવળ વિજ્ઞાનના વિવિધ પાસાઓ પર ભાર મૂકે છે અને તેમના પ્રમુખ લક્ષણો આખરે સરખા જ છે. કેટલાક ભગવાનના વિષ્ણુ સ્વરૂપ, અન્ય નૃસિંહ, અન્ય રામચંદ્ર , અને અન્ય બલરામ અથવા કૃષ્ણ પર ભાર મૂકે છે. તેઓ એક બીજા સાથે હરીફાઈ કરવા માટે નથી.
સ્પષ્ટ રૂપે, જ્યારે સંસ્થાપક-આચાર્ય પ્રાગટ્ય અસ્તિત્વ તજશે, ત્યારે ઉપદેશોને શુદ્ધ અને અસ્પૃષ્ટ રાખવા સમય યથાકાળે બીજા આચાર્યો પ્રગટ થશે. તથાપિ, તે આચાર્ય ના શિષ્યો, જે અબઘડી અદૃશ્ય થઈ જાય છે, ત્યારે તેઓ આપોઆપ પોતે આચાર્યો બની જાય નહીં. તેમના જવા પછી, તેઓ નવા શિષ્યોને આ વંશમાં દીક્ષા આપી શકે પણ માત્ર ત્યારે જ, જ્યારે તેઓ એવું કરવામાં લાયક બને છે, છતાં, ત્યારે પણ, તેમના અનુભવ, તે ગુરુ-શિષ્ય પરંપરાના સાંપ્રદાય-આચાર્યોના સ્તરે કદાચ હશે નહીં. જો તેઓ બીજા-વર્ગના મંચ પર મધ્યમ-અધિકારી પણ હોય, છતાં, યથાર્થપણે મહા-ભાગવત અથવા કે આચાર્યની જેમ ઓળખાવા પહેલાં, તેઓને વિદ્યાર્થી તરીકે સેવા બજાવી જોઈએ અને ઘણી કોસોટીઓ પસાર કરવી જોઈએ.
ભક્તિમય સેવાના કોઈ પણ જૂથમાં પ્રમુખ આચાર્ય થવા માટે, એ વૈષ્ણવ ભગવાનના પહેલાં વર્ગનો ભક્ત હોવો જોઈએ. ક્યારેક એક થી વધારે આવા પહેલાં-વર્ગના ભક્ત આચાર્ય તરીકે કાર્ય કરી શકે છે, અને ક્યારેક માત્ર આવો એક જ મહા-ભાગવત હશે. ક્યારેક કોઈ નહીં હોઈ. પ્રૃથવી ઉપર કોઈ પણ પર્યાપ્ત વખતે આવા પહેલાં-વર્ગના ભક્તોના શારીરિક પ્રાગટ્યના વિરલતા લીધે, ક્યારેક પ્રૃથવી ઉપર કોઈ શારીરિક પ્રગટ આચાર્ય નહીં હોઈ. આધ્યાત્મિક દૃષ્ટિએ આ ખરાબ વખત હોઈ છે. આ સમય દરમિયાન આ વિજ્ઞાન દૂષિત, વિકૃત, ખોવાનો અને બદલી જવાનો સંકટ રહે છે. આ એક દુર્દૈવી ચક્ર છે.
“કેટલીક વાર શરદ ઋતુમાં ટેકરીઓ પરથી જલધોધ પડતા હોય છે, જે નિર્મલ જલ પૂરું પાડે છે. કેટલીક વાર તે પડતા થંબી પણ જાય છે. તેવી જ રીતે કેટલીક વાર મહાન સંતપુરુષો નિર્મલ જ્ઞાનનો વિનિમય કરે છે અને કેટલીકવાર તેઓ મૌન ધારણ કરે છે.” – કૃષ્ણ બુક અધ્યાય ૨૦
બે પ્રકારના ભાગવત વિષે
કોઈ ઘટનાચક્ર અથવા કાળખંડ દરમ્યાન, જેમાં કોઈ આચાર્ય–ભગવાન-સાક્ષાત્કાર ગુરુ–શારીરિક રીતે પ્રગટ હોતા નથી, તેમાં વ્યક્તિ ભાગવત ને શોધવું ઘણું મુશ્કેલ બને છે. વ્યક્તિ ભાગવત ભગવાન-સાક્ષાત્કાર ભક્ત માટે સંકુચિત નથી, પરંતુ તેમાં મધ્યમ અને બ્રહ્મ-સાક્ષાત્કાર ભક્તનું પણ સમાવિષ્ટ થાય છે. આધ્યાત્મિક જીવન સામાન્યપણે ઘણું કપરું થશે, ખાસ કરીને કનિષ્ઠો માટે, આવા સમય દરમ્યાન. આવા પરિસ્થિતિઓમાં, આશ્રય વ્યક્તિ ભાગવત થી ગ્રંથ ભાગવત તરફ ખસી જાય છે.
“આત્મસિદ્ધિના માર્ગમાં બાધારૂપ ગણાતી, બધી જ અશુભ વસ્તુઓને હૃદયમાંથી દૂર કરવાનો ઉપાય આ રહ્યો. એ ઉપાય તે ભાગવતોનો સત્સંગ છે. ભાગવતોના બે પ્રકાર છે, એક ગ્રંથ-ભાગવત અને બીજો ભક્ત ભાગવત. બંને ભાગવતો કાર્યક્ષમ ઉપાય છે, અને તે બંને કે બેમાંથી કોઈ એક પણ, વિધ્નોને દૂર કરે એટલા સક્ષમ છે.” – શ્રીમદ્ ભાગવતમ ૧.૨.૧૮, ભાવાર્થ
અશુભ વસ્તુઓ આધ્યાત્મિક જીવન ની પ્રગતિમાં વિઘ્નો છે. આ વિઘ્નો હૃદયને પરેશાન કરનારા છે. ભક્ત ભાગવત—મહા-ભાગવત અથવા ભગવાન-સાક્ષાત્કાર ગુરુ–ના ઉચ્ચતમ પ્રાગટ્યને સેવીને, કોઈ વ્યક્તિ એના શારીરિક પ્રાગટ્ય દરમ્યાન એના સંપર્કમાં રહે છે. આવો ભાગ્યશાળી શિષ્ય અશુભ વસ્તુઓથી મુક્ત થઈ શકે છે અને કનિષ્ઠ સ્તરને પેલી પાર, ગુરુ દ્વારા ભક્તિમય જીવનના આગળના ચોતરાએ ઉત્થાપિત કરી દેવામાં આવશે. ભક્તિમય સેવામાં અચળ રહેવું એ પ્રાથમિક લક્ષ્ય છે. આ પ્રાથમિક લક્ષ્યની પ્રાપ્તિ માટે વિઘ્નો અને અશુભ વસ્તુઓ (અનર્થ) ને જડમૂળથી ઉખેડી નાખવું આવશ્યક બને છે. શારીરિક પ્રગટ આધ્યાત્મિક ગુરુ સાથેનો વ્યક્તિગત સંપર્ક કનિષ્ઠને ખુલ્લા અર્થવાળુ માર્ગદર્શન આપે છે.
સ્પષ્ટ રૂપે, ભાગવત – ભક્ત સાથે શારીરિક સંપર્ક આત્મ-સાક્ષાત્કારનો સૌથી અસરકારક માર્ગ છે. ક્યારેક, જોકે, આવા સંત જેવા પુરુષો શાંત અને શારીરિક રીતે અપ્રગટ હોય છે. એવા ઘટનાચક્રો દરમ્યાન, કનિષ્ઠો પાસે હજૂ પણ ગ્રંથ ભાગવત નો આશ્રય લેવાનો વિકલ્પ હોય છે. તે પણ હૃદયને પરેશાન કરનારા વિઘ્નો અને અશુભ વસ્તુઓને કાઢી શકે છે.
“તેથી ભાગવત-ગ્રંથની કથા, ભાગવત-ભક્તો પાસેથી સાંભળવાની છે, અને આ બે ભાગવતોનું જોડાણ, નવા ભક્તોને આગળ ને આગળ પ્રગતિ કરવામાં સહાય કરશે”- શ્રીમદ્ ભાગવતમ ૧.૨.૧૮. ભાવાર્થ
ભક્ત ભાગવત ના પ્રાગટ્ય અસ્તિત્વ છોડી જવા પછી પણ, ગ્રંથ ભાગવત (એમના દ્વારા વિશાળ પ્રમાણ અને સ્પષ્ટ અર્થવાળા ભાવાર્થમાં સમજાવેલું) હજી પણ લખેલાં અને શાબ્દિક(ટેપ) રૂપમાં રહે છે. તે પર્યાપ્ત માર્ગદર્શન છે અને હજી પણ કનિષ્ઠ માટે ઉપલબ્ધ છે. ગ્રંથ ભાગવતમાં આચાર્ય ના ટીકાની જરૂરત હોય છે, ભલે તેઓ એના અર્થને સ્પષ્ટ રીતે રજૂ કરવા હવે વધારે લાંબા સમય સુધી હાજર હોય નહી. કોઈ મહાન સંત વ્યક્તિ તે લોકો માટે શાંત રહી શકે છે જે આ રહસ્ય નો સમાવેશ કરી શકતા નથી, પણ તે એવા લોકો માટે શાંત નથી જે એના અનુસાર વર્તશે.
કારણકે ગ્રંથ ભાગવત ભક્ત ભાગવત ની ટીકા સાથે સંકળાયેલી છે, તે બંનેના સંબંધમાં ભક્તિમય સેવા, એકી વખતે સિદ્ધ થાય છે. ગ્રંથ ભાગવત નું શ્રવન અથવા વાંચન, અધિકૃત ભક્તિમય સેવાની ભજવણી છે. ખરેખર, ભક્તિમય સેવા ભજવવાના નવ પ્રકારોમાંથી, શ્રવણ કરવું સૌથી પહેલું અને અત્યંત મહત્વશીલ છે. સ્વાભાવિક રીતે, શ્રવણ કર્યા પછી, ભક્ત—જો તે ખરેખર સનિષ્ઠ હોય છે અને યોગ્ય રીતે શ્રવણ કરેલું હોય–એ વિવિધ પ્રકારના સેવાઓ ભજવવા માટે ઉત્સાહિત રહેશે. ગ્રંથ ભાગવત ના દરેક વિષયમાં અને એના ટીકાઓ ની અંદર આવા ભક્તિમય સેવાઓની સૂચના આપી છે.
કનિષ્ઠ વિષે
જો તમે કોઈ કળામાં કુશળ બનવા ઇચ્છતા હોઉ, તો તે કળામાં પહેલેથી કુશળ બનેલા કોઈ વ્યક્તિ સાથે સમાયોગ અપેક્ષિત છે. કનિષ્ઠો માટે આત્મ-સાક્ષાત્કારના માર્ગ પર હજી પણ વિઘ્નો હોય છે. કનિષ્ઠો ના હૃદય અંદર હજુ પણ અશુભ વસ્તુઓ હોય છે. તેમાંથી બધાએ, વ્યાખ્યામાં, ભક્તિમય સેવાની પ્રક્રિયામાં દૃઢ શ્રદ્ધા પ્રાપ્ત કરી નથી. તેઓ બધા, બહુતેક બદ્ધ જીવન ના ચાર ખામીઓના પ્રભાવ હેઠળ છે: ભૂલો કરવાનો જ, માયાની ભ્રમણામાં રહે છે, બીજાઓને છેતરવાની વૃત્તિવાળો હોય છે અને, અપૂર્ણ ઇન્દ્રિયોથી મર્યાદિત બનેલો હોય છે.
માત્ર આ કનિષ્ઠ સ્તરના ઉચ્ચતમ કક્ષાએ (અનર્થ-નિવૃત્તિ) ભક્ત તેના અનર્થ અથવા અનિચ્છનીય પ્રવૃત્તિઓના સંડોવણીથી આગળ નીકળી શકે છે. માયા ની મર્યાદાઓ ઓળંગી જવી મુશ્કેલ છે. અનર્થ-નિવૃત્તિ પછી નિષ્ઠા આવે છે, બ્રહ્મ સાક્ષાત્કારની કક્ષા. બીજા-વર્ગના કક્ષા પર પણ ભક્તની ઇન્દ્રિયો અપૂર્ણ રહે છે, કારણકે બ્રહ્મ સાક્ષાત્કારે પણ, ઈન્દ્રિયો હજી પણ પરમ સત્યને સંપૂર્ણ રીતે અનુભવી શકતી નથી. સંપૂર્ણ શુદ્ધ કક્ષા કેવળ ભગવાનના વ્યક્તિગત રૂપના દર્શનને પ્રાપ્ત થાય છે, જે દરજ્જો પ્રથમ-વર્ગના ભક્તનો છે. તો પણ, કનિષ્ઠોની ઈન્દ્રિયો અભક્તો કરતા વધારે શુદ્ધ(અથવા ઓછી-અપૂર્ણ ઇન્દ્રિયો) હોય છે, અને બીજા-વર્ગના ભક્તોની ઇન્દ્રિયો તેમના કનિષ્ઠ બંધુઓ કરતાય વધારે શુદ્ધ હોય છે. આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ પૂરી અથવા કંઇ જ નહી, એમ નથી; તે એક ક્રમિક પ્રક્રિયા છે, એક સ્તર થી બીજા સ્તરે, જેમાંથી દરેક માં ઘણા ગૌણ સ્તરોનું સમાવેશ થાય છે.
અલબત્ત, બધા કનિષ્ઠ વૈષ્ણવો હજુ બદ્ધ જીવો છે. તેમ છતાં, ભગવાન અને એમના ભક્તિમય સેવા વડે તેમણા આદરને કારણે–કેમકે તેઓ તેમના પ્રેમની અમુક ઝોક ભગવાન તરફ, ભૌતિક જગતની આઘે, લક્ષ્યાંકિક કરે છે–તેમને પતિત થવાથી દૈવી મદદ અને અમુક હદ સુધી રક્ષણની વળતર અપવામાં આવે છે. જ્યારે તેઓ ભક્તિમય સેવામાં ક્રિયા કરે છે, તેમને, તે વખતે (સમય દરમ્યાન) શુદ્ધ ભક્તો ગણવામાં આવે છે. સામાન્યપણે, અભક્તો આવું આશીર્વાદ મેળવવા માટે અપાત્ર છે. ત્રીજા-વર્ગના ભક્તોની, ભગવાન, ભગવાનના પવિત્ર નામો અને ભક્તિમય સેવાની આચરણમાં સનિષ્ઠ અભિરુચિના લીધે, આવા કનિષ્ઠોને હંમેશાં આદર આપવું જોઇએ. તેઓ સામાન્ય માણસો નથી પણ હજી પણ બદ્ધ જીવનના ચાર ખામીઓથી બદ્ધ થયેલા છે.
“ત્રીજા વર્ગનો ભક્ત એ છે જેની શ્રદ્ધા ખૂબ જ મજબૂત નથી પણ ભક્તિમય સેવાના ક્રમિક કેળવણીથી તે બીજા-વર્ગના ભક્ત અથવા પહેલાં-વર્ગના ભક્તની સ્તરે બઢતી મેળવવાને પાત્ર છે…આવા વ્યક્તિને ત્રીજા-વર્ગનો શુદ્ધ ભક્ત કહેવાય છે. છેલ્લા-ઉલ્લેખ કરેલા ખરેખર શુદ્ધ ભક્તો નથી. તેઓ લગભગ ભક્તિમય માર્ગે છે પરંતુ તેમની સ્થિતિ ખૂબ જ સુરક્ષિત નથી.” – ભગવાન ચૈતન્યના ઉપદેશો અધ્યાય. ૧૧
અનિચ્છનીય પ્રવૃત્તિઓ, હૃદય અંદરની અશુભ વસ્તુઓ અને બદ્ધ જીવનમાં અસ્તિત્વને લાગતા ખામીઓને લીધે, કનિષ્ઠને ભક્તિમય સેવામાં, એના શંકશીલ સ્થિતિ બાબત નિયમિત સૂચના મળતી રહે છે. એટલા માટે કનિષ્ઠે ગ્રંથ ભાગવત અથવા ભક્ત ભાગવત નો આશ્રય લેવો જોઇએ. તેઓ બંને કનિષ્ઠ સ્તરની પેલી પાર છે. તેઓ શુદ્ધ છે. કનિષ્ઠ, ભગવાનના બીજા-વર્ગના ભક્તનો સંગ પણ શોધી શકે છે, કારણકે આવો મધ્યમ-અધિકારી શુદ્ધ ભક્ત છે.
“એક ભક્ત જે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન ઉપર પૂર્ણ શ્રદ્ધા મૂકે છે, જે શુદ્ધ ભક્તો સાથે મિત્રતા બનાવે છે, જે નિર્દોષ વ્યક્તિને તરફેણમાં બતાવે છે અને જે નાસ્તિકો અથવા ભક્તિમય સેવાની સામે લોકોને, ટાળે છે–આવા ભક્તને બીજા-વર્ગનો શુદ્ધ ભક્ત કહેવાય છે.” – ભગવાન ચૈતન્યના ઉપદેશો (મૂળ કૃતિ, અધ્યાય. ૧૧)
શુદ્ધ ભક્તનું સંસ્કૃત પારિભાષિક શબ્દ–ભલે તે બીજા-વર્ગનો શુદ્ધ ભક્ત હોય અથવા પ્રથમ-વર્ગનો શુદ્ધ ભક્ત–સાધુ, અથવા સત્પુરુષ છે. આ પારિભાષિક શબ્દ “સાધુ”, સમગ્ર ભારતમાં એકદમ સામાન્ય છેે, પણ એનો અર્થ એ નથી કે તેને હંમેશાં અહીં કે ત્યાં બરાબર પ્રયોજવામાં આવે છે. જેમ ઉપર જણાવેલું છે, ત્રીજા-વર્ગના ભક્તને હજી પણ, પારિબાષિક શબ્દના ખરા અર્થમાં, ભગવાનનો શુદ્ધ ભક્ત કહેવાય નહી. ક્યારેક એને સાધુ કહેવાય છે, જ્યારે તે કૃષ્ણ ભાવનામૃતમાં કાર્ય કરે છે. અસલમાં, એ સાધુ બનવાના પ્રવેશદ્વારે છે, પણ કોઈ બાંયધરી નથી કે એ તે દરજ્જાએ પહોંચશે જ. તેમની સ્થિતિ ઘણી સુરક્ષિત નથી. જોકે, બીજા-વર્ગનો વૈષ્ણવ સુરક્ષિત સિથતિમાં છે. એ સાચો સત્પુરુષ છે.
જ્યારે કોઈ વ્યક્તિ કનિષ્ઠ તબક્કાને ઓળંગી જાય છે, એ સાધુ બની જાય છે. એ ભગવાન પ્રત્યે એનો પ્રેમ, બરોબરિયા અને ઉપરી અધિકારીઓ માટે મિત્રતા, જે ભોળા છે (અને એના આત્મ-સાક્ષાત્કારના પદની નીચે છે)તે લાકો માટે એની દયા અને ઈર્શાળું અભક્તો અને સહજીયા સાથે સંગ કરવાની અનિચ્છા દર્શાવે છે. કનિષ્ઠ, નિરૂપણે, પૂર્ણપણે આમ કરવામાં સમર્થ નથી. વાસ્તવમાં, જ્યારે કનિષ્ઠો એક બીજા સાથે વારંવાર સંગ કરે છે, તેમનું પરસ્પર સહિયારું, એક અન્ય પરિણામ પૂરુ પડે છે:
“શુદ્ધ ભક્તોનો સંગ સિવાય, કોઈપણ સંગ કૈતવ અથવા છેતરપિંડી કહેવાય છે.” – ભગવાન ચૈતન્યના ઉપદેશો (મૂળ કૃતિ, અધ્યાય. ૧૫ ફકરો ૨૮)
શ્રદ્ધા વિષે
હવે, આવા કોઈ ઉચ્ચ પદવી ભક્ત નો સંગ મેળવવા માટે, આપણે કેવળ નસીબ પર નિર્ભર રહેવું જોઈએ નહીં. આમતેમ, કોઈ અતિશય ભાગ્યવાન વ્યક્તિને યુનિવર્સિટી તરફથી માનદ ઉપાધિ આપવામાં આવે છે, એ હકીકત હોવા છતાં કે તે વ્યક્તિ યુનિવર્સિટી ના ડિગ્રી અભ્યાસક્રમમાં ક્યારેય જોડાયેલો હોય નહી. આ અપવાદ છે અને નિયમ નથી. જો આપણને યુનિવર્સિટી ડિગ્રીનો લાભ જોઈતો હોય, તો આપણે સારામાં સારો માર્ગ, સ્ટૅન્ડર્ડ અભ્યાસક્રમનો અનુસરણ કરશું, જેની માટે નસીબ કરતાય ઘણા વધારે પ્રયત્નોની જરૂર પડે છે.
એ જ રીતે, આપણે બીજા-વર્ગના વૈષ્ણવ નો સંગ પ્રાપ્ત કરવા માંગતા હોઈએ–અથવા કે વિરલ સાધુ નો પણ, આચાર્યો નો–તો આપણે આવા ભક્તોને ઓળખતા શીખવું જોઈએ. વૈષ્ણવ બોધ નિશ્ચિત રૂપે આપણને સાધુ ના ગુણો અને લાક્ષણિકતાઓ બાબત ઉપદેશ આપે છે. આવા ઘણા ગુણો અને લાક્ષણિકતાઓ હોવા છતાં પણ એક બાબત સ્થાયી રહે છે. તે સ્થાયી તેમના શ્રદ્ધાની વિકાસ છે.
કનિષ્ઠ વૈષ્ણવ નરમ શ્રદ્ધા ધરાવે છે. આ પદના નીચેના પગથિયાએ, તે ખૂબ જ નરમ છે. ઊંચા પગથિયાએ, તે દૃઢ થવા લાગે છે. તથાપિ, કનિષ્ઠ પદ દરમ્યાન, શ્રદ્ધાને નરમ ગણવામાં આવે છે. નરમ શ્રદ્ધા કોમલ-શ્રદ્ધા તરીકે જણાય છે.
બીજા-વર્ગના વૈષ્ણવ ની આવા પ્રકારની નરમ શ્રદ્ધા નથી. ભક્તિમય સેવામાં તેની શ્રદ્ધા દૃઢ છે. શ્રદ્ધાના તે તબક્કાનો સંસ્કૃત પારિભાષિક શબ્દ “નિષ્ઠા” છે.
બધા ભૌતિક લાભો અગાઉના કાર્ય પરિણામે આવે છે. અણધાર્યું વળતર પણ અગાઉના જીવનમાં કરેલા અગાઉના કાર્ય લીધે આવે છે. કાર્ય અને ત્યાગની પ્રમાણના પ્રકાશમાં; જેમાંથી લાભ નિષ્પન્ન થાય છે, એમાંથી તે લાભના મૂલ્યને આંકી શકાય છે. જો તમે કોઈ આખો વર્ષ ખૂબ મહેનત કરો કોઈ એવા લાભ માટે જે એક કલાક કરતાય ઓછું ટકેે, તો સામાન્યપણે તે ક્ષણિક લાભ પૂરું વળતર આપનારું નથી. જો તમે અમુક કલાક, બૌદ્ધિક કાર્યના એવા લાભ માટે રજૂ કરશો જે આજીવન ટકશે, તો એવું લાભ અપેક્ષણીય શ્રમને પાત્ર બનશે.
જ્ઞાન અને દૃઢ થવા વિષે
આ નાના વિવરણમાં આપેલાં જ્ઞાનને મનમાં ગ્રહણ કરવા માટે થોડાક કાર્ય કરવાની જરૂરત પડશે. સ્વાભાવિક રીતે, અમુક હદ સુધી શ્રદ્ધાની પણ જરૂરત છે. કોઈ પણ આધ્યાત્મિક જ્ઞાનને માનવા અને સાક્ષાત્કાર પ્રાપ્તિ માટે, એ રીતે કાર્ય કરવા, પ્રારંભથી, શ્રદ્ધાની જરૂર પડે છે. ઘણા પારિભાષિક શબ્દો અને વ્યાખ્યાઓને રજૂ કરેલા છે. તેઓ ન તો જટિલ છે કે બોજારૂપ છે. છતાં, આવા પારિભાષિક શબ્દો અને વ્યાખ્યાઓને સાંભળવા અને તેમને શીખવા માટે થોડાક શ્રમની બેશક જરૂરત છે. આવું શ્રમ ભાગ્યશાળી વ્યક્તિને આધ્યાત્મિક વળતર આપશે. એમાંથી અમુક વળતર ઠીકઠીક સીધે સીધું મળશે. અને એમાંથી અમુક બંને મધ્યવર્તી અને લાંબા ગાળાના ભવિષ્યમાં મળશે.
કોઈ મંદબુદ્ધિવાળો માણસ આ જ્ઞાનને શીખવા માટે જરૂરી પ્રયત્નો મૂકી શકતો નથી. મંદબુદ્ધિવાળા આધ્યાત્મિક જીવનમાં છેતરાઈ જ જવા જોઈએ, અને એ બંને મેટાફિઝિકલ અને, મૂળભૂતે આધ્યાત્મિક નિયમ છે જે ભાગ્યે જ ઓળંગી જવાય છે. જો તમે આ વાંચનમાં આટલે સુધી આવી ગયા છો, તો એવી ખૂબ સંભાવના છે કે તમે મંદબુદ્ધિવાળાઓના સમુદાયમાં નથી, એટલે કે, તમારી બુદ્ધિ આધ્યાત્મિક જ્ઞાનને ગ્રહણ કરવા માટે પ્રખર છે.
આ વિવરણમાં જે આધ્યાત્મિક જ્ઞાનનો સમાવેશ થયો છે તે ભક્તિમય વિજ્ઞાનના મૂળાક્ષરો છે. તે શીખીને તમે, ધીરે ધીરે, પણ ચોક્કસ, એના દૃઢ પાયા ઉપર આધાર રાખી શકીશો. જેમ તમે મૂળાક્ષરો ની પેલી પાર પ્રગતિ કરશો તેમ આ વિજ્ઞાનના બારીકતાઓ પર તમારા બધા વિચાર એકત્ર થવા માંડશે. આ સાદૃશ્યતાને આગળ લઈ જતા, તમે ભાષાના મૂળાક્ષરોમાં વધુ આગળ પ્રગતિ કરશો. આ બધું છેવટે એવા તબક્કે પહાંચશે જેમાં ભક્ત સ્થિર, દૃઢ અને વાસ્તવિકપણે અચળ બનશે. આ તબક્કાને નિષ્ઠા કહેવાય છે જેમ પહેલાં વર્ણાવ્યું છે.
“સાધુ ભક્તિમય સેવાનો કડક અનુયાયી છે. અહીં આગ્રહણીય છે કે કોઈ મુદ્દલ બ્રહ્મણ અથવા આધ્યાત્મિક પૂર્ણતા વિષે ખ્યાલ માંગતો હોઈ, તો તેના જોડાણને સાધુ અથવા ભક્તને તબદીલ કરી દેવું જોઈએ…ભક્ત માટે જોડાણ ભગવાનની સેવા માટે જોડાણ છે, કારણકે, જો કોઈ સાધુ સાથે સંગ કરશે તો સાધુ તેને ભગવાનનો ભક્ત, પૂજારી અથવા નિષ્ઠાવાન ચાકર કેવી રીતે બનવું તે શીખાડશે. આ સાધુના ભેટ છે.” – શ્રીમદ્ ભાગવતમ ૩.૨૫.૨૦, ભાવાર્થ
જેમ પહેલાં દર્શાવ્યું છે, “વાઇટ લાઇટ” સાક્ષાત્કાર તબક્કાને બ્રહ્મ સાક્ષાત્કાર કહેવાય છે. આ બ્રહ્મ તબક્કો જે ભગવાન-સાક્ષાત્કારની પહેલાં છે, તેમ છતાં, ભૌતિક પ્રકૃતિના ગુણોથી પરે છે. ભૌતિક જગત ત્રણ ગુણોનું બનેલું છે: સ_વ, રજસ, અને તમસ. છેવટના બે ગુણો આત્માને બીજા દેહમાં જવા માટે બાંધી દે છે. સ_વ ગુણ, ભૌતિક જગતની મર્યાદામાં હોવા છતાંય, આધ્યાત્મિક રૂપે સહાયકારી બની શકે છે. તે કનિષ્ઠ ભક્તને વિશુદ્ધીકરણના માર્ગે મદદ કરી શકે છે અને ભક્તને આત્મ-સાક્ષાત્કારના પ્રાથમિક રૂપ, બ્રહ્મ સાક્ષાત્કારને પ્રાપ્ત કરવા મદદ કરે છે. જ્યારે ભક્ત બ્રહ્મ સાક્ષાત્કારને પ્રાપ્ત કરે છે, તે ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણોના બંધનકારક પ્રભાવને ઓળંગી જાય છે.
કનિષ્ઠ દ્વારા ભજવેલા ભક્તિમય સેવાની પ્રાથમિક પરિસીમા, આ બીજા-વર્ગના તબક્કાની પ્રાપ્તિ છે. આ બીજા-વર્ગના તબક્કા અને બ્રહ્મ સાક્ષાત્કાર વચ્ચે, દૃઢ અથવા નિશ્ચિત શ્રદ્ધા અને ત્રીજા-વર્ગને અથવા ભક્તિમય સેવાના કનિષ્ઠ દરજ્જાને ઓળંગી જવા વચ્ચે, અન્તર્ગત એકત્વ છે.
“જે મને પૂર્ણ ભક્તિથી સેવે છે અને કોઈ સંજોગે તેમાંથી ચળતો નથી તે આ ગુણોને ઓળંગીને બ્રહ્મરૂપ થવા માટે યોગ્ય બને છે”- ભગવદ્ ગીતા ૧૪.૨૬
આ શ્લોક ભગવદ્ ગીતા માંથી છે, જેને ગ્રંથ ભાગવત માનવામાં આવે છે. તે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે બ્રહ્મ સાક્ષાત્કારની પ્રાપ્તિ, નિશ્ચિત અથવા એકનિષ્ઠ શ્રદ્ધા સાથે સમાનાર્થક છે. આવી નિશ્ચિત ભક્તિમય સેવા, દૃઢ શ્રદ્ધા; ભક્તિમય સેવામાં, જેવી જ છે પારિભાષિકે નિષ્ઠા તરીકે જણાય છે. ભગવદ્ ગીતા ના આ શ્લોક નો ભાવાર્થ એવા ભક્તને વર્ણાવે છે જે ભક્તિમય સેવામાં સ્થિર થઈ ગયો છે:
“તેથી જો મનુષ્ય કૃષ્ણની કે તેમના કોઈ પૂર્ણાવતારની દૃઢ નિશ્ચયથી ભક્તિ કરે તો તે મહામુશ્કેલીથી પાર કરાય એવા ત્રણ ગુણોને સહેલાઈથી તરી જાય છે…આ લાયકાત એટલે બ્રહ્મરૂપ થવું, ભૌતિક ભ્રષ્ટતામાંથી છુટકારો મેળવવો”- ભગવદ્ ગીતા ૧૪.૨૬ ભાવાર્થ
બીજા જ શ્લોકમાં, કૃષ્ણ ચોક્કસ ઉલ્લેખ આપે છે કે કેવી રીતે ભગવાન-દર્શન બ્રહ્મ સાક્ષાત્કારની પેલી પાર છે.
“અવિનાશી નિર્ગુણ બ્રહ્મનો આધાર હું જ છું”-ભગવદ્ ગીતા ૧૪.૨૭
કનિષ્ઠ કેવળ અર્ચા-વિગ્રહ ઉપર ધ્યાન એકત્ર કરે છે પણ જાણતો નથી, બીજા ભક્તો સાથે કેવી રીતે બહુ યાગ્ય રીતે વર્તવું જોઇએ–અથવા કે બીજા કનિષ્ઠો સાથે પણ. આવું છે કારણ કે કનિષ્ઠ, ભક્તોને સારી રીતે ઓળખી શકતો નથી. મોટા ભાગે, કનિષ્ઠો, ભક્તોને પણ અભક્તોમાંથી જુદા પાડી શકતો નથી, અને વિશેષ કરીને આ અવસ્થા ત્યારે બને છે જ્યારે કનિષ્ઠો તે તબક્કાના નીચેના પગથિયાએ સ્થિત રહેલા હોય છે. કનિષ્ઠો, ભક્ત હોવા છતાં પણ, મૌલિક દૃષ્ટિએ ભોળા (અગર અને જ્યારે કનિષ્ઠો સહજીયોમાં ફરી જાય છે, ત્યારે તેઓ, જોકે પછી, ભોળા નથી). બીજા-વર્ગનો ભક્ત સાધુ છે, અને તે ઓળખી શકે છે કે કોણ સાચા ભક્તો છે, કોણ ભોળા છે અને મૂંઝવણમાં છે, અને કોણ ભગવાનને દોષપાત્ર છે. સાધુ આસુરી લોકોથી દૂર રહે છે, પણ કનિષ્ઠો આસુરી સંગતના શીકાર બની જાય છે.
બીજા-વર્ગના ભક્તને આગળ નીચે દર્શાવ્યા મુજબ વર્ણાવ્યો છે:
“તે કૃષ્ણ પ્રત્યે પોતાનો પ્રેમ વિકસાવવા માંગે છે. તે એ પણ જોવા ઇચ્છે છે કે કૃષ્ણ ચેતનાની જોડાણ સિવાય એક ક્ષણનો પણ બગાડ થવો જોઈએ નહિ.” – ભગવાન કપિલના ઉપદેશ શ્લોક ૩૬, ભાવાર્થ
હવે આપણે બીજા-વર્ગના ભક્ત બાબત કંઈક શીખ્યા છીએ. તથાપિ આ બીજા-વર્ગના તબક્કા અંદર કૃષ્ણ ભાવનામૃતના હજુ વધારાના વિકાસલક્ષી અવસ્થાઓ હોવા છતાં પણ, અલ્પતમ યોગ્યતાઓ સ્પષ્ટ છે. એ સાધુ છે, શુદ્ધ ભક્ત છે. એ બ્રહ્મ-સાક્ષાત્કાર છે, ભલે હજી ભગવાન-સાક્ષાત્કાર નથી. એ ભક્તિમય સેવામાં સતત રોકાયેલો છે. એને ભક્તિમય સેવામાં દૃઢ શ્રદ્ધા પ્રાપ્ત કરી છે, જે યોગ્યતા નિષ્ઠા તરીકે જણાય છે.
બ્રહ્મ સાક્ષાત્કારનો તબક્કો પ્રાપ્ત કર્યા હોવાથી, એ યોગ્ય બ્રાહ્મણ જેમ જણાય છે. તથાપિ એવા ઘણા ભક્તો છે જેમને બ્રાહ્મણ કહેવાય છે અને આધ્યાત્મિક ગુરુુ પાસેથી દીક્ષા પ્રાપ્ત કરી હોય છે, પણ તેમાંથી બધાં જ બ્રાહ્મણો યોગ્ય બ્રાહ્મણો હોતા નથી. જો મોટા ભાગના નહી, તો પણ ઘણા, યોગ્ય બ્રાહ્મણ બનવા ઇચ્છે છ. ભગવાન-સાક્ષાત્કાર ગુરુ દ્વારા બ્રાહ્મણ તરીક તેમની દીક્ષા, તેમના પ્રગતિ માટે ઉત્તેજના છે; તે પ્રેરણા છે.
બીજા-વર્ગના ગુરુઓ વિષે
બીજો પ્રશ્ન એમ મૂકી શકાય છે: શું બીજા-વર્ગનો બ્રહ્મ-સાક્ષાત્કાર ભક્ત ગુરુ છે? નિમ્નલિખિત પાચ ઉતારેલા ફકરો અમુક પ્રમાણ હાજર કરે છે કે બીજા-વર્ગના ભક્તને આધ્યાત્મિક ગુરુ માની શકાય છે.
“જો માણસ બુદ્ધિશાળી હોય તો તે એવા લોકોની સાથે સત્સંગ કરશે કે જે જુદા જુદા પ્રકારની યોગવિદ્યાઓમાંની એક દ્વારા આત્મ-સાક્ષાત્કારની ભૂમિકા પર પોતાની જાતને ઉન્નત કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોય. પરિણામ એ આવશે કે જેઓ સાધુ અથવા સિદ્ધ આત્મા છે, તે લોકો ભૌતિક જંજાળમાંથી તે મનુષ્યને છોડાવી શકશે…કોઈ વસ્તુ કાપી નાંખવા માટે ધારદાર સાધનની જરૂર પડે છે, અને મનને એની આસક્તિઓમાંથી કાપી નાંખવા માટે વેધક શબ્દોની જરૂર પડે છે. વિદ્યાર્થીના મનમાંથી ભૌતિક આકર્ષણો દૂર કરવા માટે સાધુ અથવા શિક્ષક વેધક શબ્દોના ઉપયોગમાં જરા સરખી દયા બતાવતા નથી…જો આપણે ખરેખર આ ભૌતિક જગતથી અનાસક્ત થવા ઇચ્છતા હોઈએ, તો આપણે આપણા આધ્યાત્મિક ગુરુ પાસેથી કડવામાં કડવા શબ્દો સાંભળવાની તૈયારી રાખવી જોઈએ. જ્યાં કડક શબ્દોની જરૂર છે ત્યાં સમાધાનકારી અને ખુશા-મતિયા શબ્દોની કાંઈ અસર થતી નથી.”યોગની પૂર્ણતા અધ્યાય ૪
તે લોકો જે ચોક્કસ રીતે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ઉપદેશો અનુસરી રહ્યા છે તેઓ દ્વારા આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન સીધા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પાસેથી ઉપદેશો સ્વીકારી રહ્યા છે. યદ્યપિ તે અનુયાયી મુક્ત પુરુષ હોઈ નહિં, પણ જો તે પરમ મુક્ત પુરુષોત્તમ ભગવાનને અનુસરે તો તેની ક્રિયાઓ કુદરતી રીતે ભૌતિક દૂષણના પ્રભાવથી મુક્ત છે. ભગવાન ચૈતન્ય તેથી કહે છે:’મારા હુકમ મુજબ તમે એક આધ્યાત્મિક ગુરુ બની શકો છો.” પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના દિવ્ય શબ્દોમાં સંપૂર્ણ શ્રદ્ધા (નિષ્ઠા) હોવાથી અને એમના ઉપદેશાને અનુસરવાથી તાત્કાલિક કોઈ પણ આધ્યાત્મિક ગુરુ બની શકે છે.” – શ્રીમદ્ ભાગવતમ્ ૪.૧૮.૫, ભાવાર્થ
જે ધીર પુરુષ વાણીનો વેગ, મનનો વેગ, ક્રોધનો વેગ, જીભનો વેગ અને પેટ તથા જનનેન્દ્રિયના વેગોને સહન કરી શકે છે, તે આખી દુનિયામાં શિષ્યો બનાવવા માટે લાયક છે. – ઉપદેશામૃત ૧
“વૈદિક જ્ઞાન તરફ વૃત્તિ એક બ્રાહ્મણની મુખ્ય લાયકાત છે…એક વાસ્તવિક બ્રાહ્મણ કુદરતી શિક્ષક અથવા આધ્યાત્મિક ગુરુ છે. વૈદિક જ્ઞાન ધરાવ્યા વગર કોઈ આધ્યાત્મિક ગુરુ બની શકે નહિ.” – શ્રીમદ્ ભાગવતમ્ ૩.૬.૩૦, ભાવાર્થ
“આ શબ્દ “ગુરુ” એટલે “ભારી”-જ્ઞાન સાથે ભારી. અને શું છે તે જ્ઞાન? તદ્-વિજ્ઞાન. તે ભારેપણું બ્રહ્મ-નિષ્ઠા છે…ઉપનિષદો જણાવે છે કે ગુરુ એ છે જેને વેદોની સુનાવણી દ્વારા જ્ઞાન મેળવ્યો છે. શ્રોત્રિયં બ્રહ્મ-નિષ્ઠમ્…તેમનું જ્ઞાન પ્રમાણભૂત છે અને પરંપરા પદ્ધતિ દ્વારા પ્રાપ્ત થયું છે. તે નિશ્ચિતપણે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની સેવામાં પણ જોડાયેલો છે (બ્રહ્મ નિષ્ઠમ્). આ તેમના બે લાયકાતો છે: પરંપરા દ્વારા વૈદિક જ્ઞાન સાંભળ્યું હોવું જોઈએ, અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની સેવામાં સ્થાપિત (નિશ્ચિત) હોવો જોઈએ.”- ભગવાન કપિલના ઉપદેશ શ્લોક ૪, ભાવાર્થ
ગુરુ અને દીક્ષા વિષે
સ્પષ્ટ રૂપે, બ્રહ્મ-સાક્ષાત્કાર વૈષ્ણવ, સાધુ છે અને કેટલાક યોગ્યતાઓ છે જે એને આધ્યાત્મિક ગુરુ ધ્યાનમાં કરવા માટે પરવાનગી આપે છે. બીજો પ્રશ્ન છે: શું એને દીક્ષા આપવી જોઈએે? ગુરુ-શિષ્ય પરંપરામાં અંદર સાચી દીક્ષા મેળવવી એક મહાન પ્રાપ્તિ છે. વસ્તુત: તે બહું મહત્વનું છે અને પછી આ દસ્તાવેજમાં, આ અગત્યતાની પુરાવાર કરાશે. શું ભગવાનનો બીજા-વર્ગનો શુદ્ધ ભક્ત આવી દીક્ષા આપી શકે? શું એવા કોઈ ભક્તનો વિશિષ્ટ ઉલ્લેખ છે જે દીક્ષા ગુરુ તરીકે દીક્ષા આપે છે પણ જે ઉચ્ચતમ સ્તર (જે ભગવાન-સાક્ષાત્કાર પ્રથમ-વર્ગનો ભક્ત નથી) પર નથી?
શિષ્ય સ્વીકારવાથી તેનો આપોઆપ અર્થ એે નથી કે આવા શિષ્યને આધ્યાત્મિક જીવનમાં દીક્ષા આપવી. અલબત્ત, ઇતિહાસમાં એવા ઘણા ગુરુઓ છે જેઓ એમના શિષ્યો માટે દીક્ષા ગુરુ નહતા. બદલામાં તેઓ શિક્ષા ગુરુ હતા. શિક્ષા-ગુરુ , એ સાધુ છે જે એમના શિષ્યોને આધ્યાત્મિક જીવનમાં શિક્ષા આપે છે.
દીક્ષા-ગુરુ એ સાધુ છે જે એમના શિષ્યોને આધ્યાત્મિક જીવનમાં દીક્ષા આપે છે.
પ્રથમ-વર્ગનો ભક્ત, ભક્ત ભાગવતનો ઉચ્ચતમ પ્રગટીકરણ, ભગવાન-સાક્ષાત્કાર છે. આમ જોતા, એ ભગવાન સાથે હર વખતે વ્યક્તિગત સંપર્કમાં પહેલેથી જ હોય છે. એ ભગવાન-સાક્ષાત્કાર હોવાના લીધે, તે કોઈ પણ વખતે કોઈ પણ દિવ્ય ગ્રહો પર જવા માટે સંપૂર્ણપણે અધિકારસંપન્ન છે.
બીજા-વર્ગનો ભક્ત, ભલે ભગવાનના ઉપદેશો ચોક્કસ રીતે અનુસરતો હોય છે અને એના કર્મો ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણોથી મુક્ત છે, તેની ચેતના હજી સંપૂર્ણપણે મુક્ત નથી. બ્રહ્મ-સાક્ષાત્કાર સાધુ હજુ ભગવાન-સાક્ષાત્કાર નથી, અને તેથી એ પ્રથમ-વર્ગના ભક્તની જેમ સંપૂર્ણપણે મુક્ત નથી. શું બીજા-વર્ગના ભક્તનો, દીક્ષા ગુરુ બનવા માટે કોઈ મુખ્ય આધાર છે?
હજુ વધારે મહત્વનું (કારણે આપણે પ્રભુપાદના શિષ્યો છીએ), શું શ્રીલા પ્રભુપાદના ઉદ્દેશોમાં આનો કોઈ પુરાવો છે? શું તેઓ એવા દીક્ષા ગુરુને માન્ય કરે છે જે સંપૂર્ણ શક્તિના અધિકાર નથી, એટલે કે, જેને સંપૂર્ણ ભગવાન-સાક્ષાત્કાર પ્રાપ્ત કર્યો નથી. એવું દેખાય છે કે પ્રભુપાદ કરે છે–અમુક અંશે.
“શિક્ષા અથવા દીક્ષા ગુરુ જેનો શિષ્ય ભક્તિમય સેવા દ્રઢપણે અમલમાં મૂકે છે…તેને શિષ્ય દ્વારા ખેંચી લઈ જવાય છે ભલે શિક્ષક પ્રગત હોતો નથી…નિષ્કર્ષ એ છે કે શિષ્ય અથવા સંતાન જે ખૂબ જ દ્રઢ ભક્ત છે તે પોતાની સાથે વૈકુંઠલોકમાં (આધ્યાત્મિક જગતો) તેના પિતા, માતા, શિક્ષા અથવા દીક્ષા ગુરુને વહન કરી શકે છે.” –શ્રીમદ્ ભાગવતમ ૪.૧૨.૩૩, ભાવાર્થ
પ્રથમ-વર્ગના ભક્તને આધ્યાત્મિક ગ્રહોમાં લઈ જવા માટે કોઈ અન્ય વ્યક્તિની જરૂરત પડતી નથી. જ્યારે ભક્ત ભગવાન-સાક્ષાત્કારને પહોંચે છે, ત્યારે એની ચેતનાએ આધ્યાત્મિક જગતની યોગ્યતા મેળવી લીધી હોય છે. એ પહેલેથી તે જગતમાં દાખલ થઈ ગયો હોય છે. એવી કોઈ શક્યતા નથી કે કોઈ ભૌતિક ઇચ્છા, પરિપૂર્ણ થાય તો પણ, એવી પ્રસન્નતા ઉત્પન્ન કરશે જે દૂરથી પણ ભગવાન-સાક્ષાત્કાર ભક્તના પ્રસન્નતા સાથે તુલના કરશે. એ, પરિણામ રૂપે ભૌતિક મોહકતાથી ખેંચાતો નથી. ખરેખર, ભૌતિક વિચારો અને ઇચ્છાઓ તેની ચેતનાને ક્યારેય વીંધવી શકતા નથી. તે ક્યારેય પતિત થઈ શકે નહી.
આમ, તે અસ્પષ્ટ વિચાર કે પ્રથમ-વર્ગનો ભક્ત સાક્ષાત્કારના નીચા પગથિયાએ પતિત થાય છે, એનો ખરેખર કોઈ પાયો નથી. ભગવાન-સાક્ષાત્કાર આત્મા ક્યારેય પતિત થતો નથી. એમની ચેતના હંમેશાં ઉચ્ચતમ સ્તર પર રહે છે. માનવતા વચ્ચે પ્રચાર કરવા માટે એ બીજા-વર્ગના સ્તર પર હોવાનો ડોળ કરે છે. તે આ સ્તર પર સ્વતંત્રપણે સ્વેચ્છાથી આવે છે, પણ એની ચેતના ત્યાં ઉતરતી નથી.
જોકે, પ્રચાર ઉદ્દેશ્યો માટે, પ્રથમ-વર્ગના ભક્તો બીજા-વર્ગના ભક્તોના સ્તરે ઊતરી આવ્યા હોય એવું દેખાવમાં આવે છે. તેઓની ચેતના ભગવાન-સાક્ષાત્કારી રહે છે, પણ શિષ્યોને દીક્ષા અને શીખવવાના મિશનને અમલમાં મૂકવા માટે તેઓ બીજા-વર્ગના ભક્તની જેમ કાર્ય કરે છે. કોઈ અઢાર-પૈડાવાળા ખટારોનો પ્રોફેશનલ હાંકનાર, ખટારો ચલાવાની પોતાની આવડત ગુમાવતો નથી કારણકે તે થોડા વખત માટે મોટર ચલાવે છે. દીક્ષા અને શિક્ષા ગુરુઓ, ભલે પ્રથમ-વર્ગના ભક્ત હોય શકે, તેઓને હજી પણ કોણ ભક્ત છે અને કોણ ભક્ત નથી એ વચ્ચે ભેદ કરવાનો હોય છે. આવું ભેદ તેમના મિશન અંદર અંતર્ગત છે.
પ્રથમ-વર્ગનો ભક્ત જે ગુરુ તરીકે કાર્ય કરતો નથી એને આ કરવાની જરૂર નથી. જોકે, પ્રથમ-વર્ગનો ભક્ત જે દીક્ષા ગુરુનો પદ સ્વીકારે છે, એને આ કરવું જોઈએ–એના શિષ્યોના લાભ માટે અને એના સંપ્રદાયના મિશન માટે.
“આધ્યાત્મિક ગુરુ ખૂબ જ અદ્યતન તબક્કે માનવામાં આવે છે પરંતુ ઉપદેશ હેતુઓએ તે મધ્યવર્તી તબક્કે ઊતરી આવે છે. આ ઉત્તમ અધિકારી (પ્રથમ-વર્ગનો ભક્ત), સૌથી અદ્યતન ભક્ત, ભક્તો અને અભક્તો વચ્ચે ભેદભાવ કરતો નથી. પોતાને છોડીને તે સૌને ભક્તની જેમ જુએ છે. એક ખરેખર અદ્યતન ભક્ત જુએ છે કે તે પોતે ભક્ત નથી પરંતુ દરેક વ્યક્તિ એક ભક્ત છે…મધ્યમ અધિકારી (બીજા-વર્ગનો ભક્ત) એવો ભક્ત છે, જે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પ્રેમના શ્રૈષ્ઠ પાત્ર તરીકે ભજે છે, ભગવાનના ભક્તો સાથે મૈત્રી કરે છે, અજ્ઞાનીઓ તરફ દયાળુ છે, અને જે સ્વભાવે અદેખા છે તેમનાથી દૂર રહે છે.” –ભગવાન કપિલના ઉપદેશ શ્લોક ૩૬, ભાવાર્થ
આ ફકરો એ પ્રમાણને આધાર આપે છે કે બીજા-વર્ગનો ભક્ત દીક્ષા-ગુરુ બનવા અને શિષ્યોને દીક્ષા આપવા અધિકારયુક્ત હોય શકે છે. જોકે ભલે કોઈ બીજા-વર્ગનો ભક્ત દીક્ષા-ગુરુ બની અને શિષ્યોને દીક્ષા આપી શકે છે, શું પ્રભુપાદ સૂચવે છે કે એમના લાઈનમાં શિષ્યોએ એવું કરવું જોઈએ ? ઘણાં ભક્તો માટે આ પ્રશ્ન વિરોધાભાસી છે. એનો જવાબ ઘણાં મહત્વનો છે, જેના વિરોધનું વિભેદન કરવા ચિંતનશીલતા અને ઊંડા પૃથક્કરણની જરૂર પડે છે.
ગુરુ શિષ્યને સ્વીકારે છે. શિષ્ય એટલે શિસ્તતા. બંને શબ્દો એ ને એ જ શબ્દ ધાતુથી નીકળે છે અને લિંગ્વિસ્ટિકલી જોડાયેલા છે. ભગવાન-સાક્ષાત્કારના તબક્કાને પહોંચવા માટે, શિષ્યએ એના ગુરુના આદેશોને અમલમાં મૂકવા જ જોઈએ. ખરું જોતા, ભક્તિમય સેવાના ઉચ્ચતમ તબક્કે જરાક પ્રગતિ કરવા માટે ગુરુ આજ્ઞાપાલન પ્રાથમિક છે. જ્યારે એક શુભેચ્છકે એકવખત શ્રીલા પ્રભુપાદને પૂછયું કે કંઈ રીતે ગુરુને રાજી કરી શકાય, ત્યારે પ્રભુપાદે જવાબ નીચે દર્શાવ્યા મુજબ આપ્યો:
“જો તમે ભગવાનના પ્રતિનિધિને રાજી કરો, તો ભગવાન આપોઆપ રાજી થશે, અને પરિણામે તમે એમને પ્રત્યક્ષ જોઈ શકશો…તમને એમના આદેશોને અમલમાં મૂકવાનો છે, કેવળ એટલું જ. ભગવાનનો પ્રતિનિધિત્વ ગુરુ છે. એ તમને આ કરવા કહે છે, તે કરવા કહે છે. જો તમે તે કરો, તે સુખપ્રદ છે.” – પૂર્ણ પ્રશ્નો, પૂર્ણ ઉત્તરો અધ્યાય ૩
જ્યારે કોઈ કનિષ્ઠ, આધ્યાત્મિક ગુરુના શરણે જાય છે, ત્યારે તે શરણાગતિનું યથાર્થ તથ્ય આધ્યાત્મિક ગુરુના આદેશોનું આજ્ઞાપાલન છે. સાચા આધ્યાત્મિક ગુરુ દ્વારા શિષ્ય તરીકે દીક્ષિત થવાનો અર્થ એ છે કે શિષ્ય એના ગુરુને શરણાગત થવા ઇચ્છે છે. આમ, ગંભીર શિષ્ય એના આધ્યાત્મિક ગુરુને તાબેદાર રહેશે.
“અપણે ગુરુને સેવા આપવાની હોય છે અને પોતાને સોંપી દેવાનું હોય છે. એવું નથી કે કોઈએ માત્ર કોઈ પણ વ્યક્તિને ગુરુની જેમ સ્વીકારવા જોઈએ. ગુરુ કૃષ્ણના પ્રતિનિધિ હોવા જ જોઈએ. પછી કોઈ પોતાને સોંપી શકે છે. શરણાગતિ નો અર્થ એ થાય કે એક, ગમે તે ગુરુ કહે તે સ્વીકારશે. એવું નથી કે કોઈ વિચારે, ‘મને મારા ગુરુના આદેશ માટે પડી નથી. હજુ પણ હું શિષ્ય છું.” તે ખરેખર ગુરુને સ્વીકારવું તેમ નથી.” – ભગવાન કપિલના ઉપદેશ શ્લોક ૨૮ ભાવાર્થ
કનિષ્ઠના ભક્તિમય સેવાની ભજવણીમાં વિઘ્નોના કારણે અને એના હૃદય અંદર અશુભ વસ્તુઓના કારણે–ઓછામાં ઓછું શરૂઆતમાં–ક્યારેક ગુરુનો આજ્ઞાપાલન કરશે નહીં. આ આજ્ઞાપાલન ન કરવું એને બેશક આધ્યાત્મિક ચેતનામાં પ્રગતિ માટે મદદ કરશે નહી. તથાકપિ, બાવરા બાળક સમાન, જ્યાર સુધી એ પોતાના જાતને પોતે કાબૂમાં આણશે અને ફરી તાબેદાર થઈ જશે, તો ધીરે ધીરે પણ ચોક્કસ એ બીજા-વર્ગના તબક્કા તરફ પ્રગતિ કરશે.
અલબત્ત, જ્યારે એ કનિષ્ઠ તબક્કાના ઉચ્ચતમ સ્તરે પહોંચશે (ટેક્નિકલી “અનર્થ-નિવૃત્તિ” તરીકે જણાય છે), તે એના આધ્યાત્મિક ગુરુના આદેશાનું અનાદર કરવાનું છોડી દેશે. સ્પષ્ટ રૂપે, આ તબક્કે, એ વૈષ્ણવ બોધના સ્વયંસિદ્ધ અર્થઘટન વિષે સર્જનાત્મક ચિંતનમાં જોડાશે નહી. બીજા-શબ્દોમાં, એ ક્યારેય તે બોધમાં ફેરફાર અથવા કે તેને વિકૃત કરશે નહી, કારણકે આધ્યાત્મિક ગુરુ હંમેશાં તેની મનાઈ કરે છે.
સ્પષ્ટ રૂપે, બીજા-વર્ગનો ભક્ત આધ્યાત્મિક ગુરુના આદેશોનું અનાદર ક્યારેય કરશે નહી. મધ્યમ-અધિકારી (બીજા-વર્ગનો ભક્ત), વૈષ્ણવ બોધની ખોટી રજૂઆત પણ ક્યારેય કરશે નહી. આમ જોતા, બીજા-વર્ગનો ભક્ત આધ્યાત્મિક જીવનમાં ક્યારેય ધુતારો કરશે નહીં. આપણે ક્યારનું વાંચ્યું છે કે પ્રથમ-વર્ગનો ભક્ત, જ્યારે મિશનનો પ્રચાર અને શિષ્યોને દીક્ષા આપે છે ત્યારે બીજા-વર્ગના ભક્તના દેખીતા તબક્કે કાર્ય કરે છે. આપણે પહેલેથી નિશ્ચયાત્મક બયાનો વાંચ્યા છે જે દર્શાવે છે કે બીજા-વર્ગનો ભક્ત શિષ્ય સ્વીકારી શકે છે, શિક્ષા-ગુરુ થઈ શકે છે અને દીક્ષા-ગુરુ પણ થઈ શકે છે.
કોણે દીક્ષા આપવી, તે બાબત ઓળખવું
કનિષ્ઠોમાં સંભવિત પેદા થતાં ગૂંચવણને ગણતા (ખાસ કરીને તેઓ જે ગુરુની શોધ કરી રહ્યા છે), શું બીજા-વર્ગના ભક્તેય એવું ચૂંટી કાઢવું પણ જોઈએ દીક્ષા ગુરુ બનવા? આ દ્વિધાભાવ ઉપરાંત, શું બીજા-વર્ગનો ભક્ત આચાર્ય, પ્રથમ-વર્ગના ભક્તનું અનુકરણ કરી શકે? શું કનિષ્ઠે બીજા-વર્ગના ભક્તને એના દીક્ષા ગુરુ તરીકે સ્વીકારવું એવી વિચારણા પણ કરવી જોઈએ?
આ બધાં જ મહત્વના પ્રશ્નો આપણા મુખ્ય પ્રશ્ન સાથે જોડાયેલા છે: શું શ્રીલા પ્રભુપાદ એમના કોઈ પણ બીજા-વર્ગના શિષ્યોને (અગર એવા કોઈ હોય પણ તો) એવું કરવા માટે સૂચવે છે? પ્રભુપાદે, વૈષ્ણવ તત્વજ્ઞાનના એમના અધિકારયુક્ત અનુવાદ દ્વારા, આ બધાં જ પ્રશ્નોના જવાબ આપ્યા છે, પણ, એમના ચાલ્યા જવા પછી, તે જવાબોને મોટાભાગે ઢાંકી દેવામાં આવ્યા છે.
“દુર્ભાગ્યે, જ્યારે આચાર્યના દેહવિલય પછી, બદમાશો અને અભક્તો લાભ લઈ છે અને તરત જ અનધિકૃત સિદ્ધાંતો દાખલ કરવા શરૂ કરે છે. આ આચાર્ય, પરમ ભગવાનના અધિકૃત પ્રતિનિધિ, આ સિદ્ધાંતો અધિષ્ઠાપિત કરે છે, પરંતુ, જ્યારે તે અદૃશ્ય થઈ જાય છે, વસ્તુઓ ફરીથી એકવાર અસ્તવ્યસ્ત બની જાય છે.” – શ્રીમદ્ ભાગવતમ ૪.૨૮.૪૮ ભાવાર્થ
પ્રભુપાદના ચાલ્યા જવા પછી ગેરવ્યવસ્થા નીપજવ્યા હોવા છતાં પણ, એમના જવાબોને પ્રાપ્ય કરવા હજી મોહર મારવામાં આવી નથી. ચાલો આપણે પ્રાથમિક પ્રશ્નને ધ્યાનમાં લઈએ: શું પ્રભુપાદ કનિષ્ઠને, બીજા-વર્ગના ભક્તને પોતાના દીક્ષા-ગુરુ તરીકે સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરે છે? અથવા કે, પ્રભુપાદ કહે છે કે ગુરુ ફક્ત ભગવાન-સાક્ષાત્કાર વૈષ્ણવોથી આવો જોઈએ? જવાબ સ્વયંસિદ્ધ છે:
“ઉત્તમ અધિકારીની (પહેલા-વર્ગના ભક્ત) કક્ષાએ પહોંચ્યા સિવાય, કોઈએ ગુરપદુ લેવું જોઈએ નહીં.”- ઉપદેશામૃત ૫, ભાવાર્થ
“ગુરુ ભક્તિમય સેવાના સર્વોચ્ચ અતરે સ્થાપિત હોવો જોઈએ. ભક્તોના ત્રણ વર્ગ છે, અને સર્વોચ્ચ વર્ગથી ગુરુને સ્વીકારવું જોઈએ…માત્ર આવો વ્યક્તિ ગુરુનો પદ ગ્રહણ કારવા માટે યોગ્ય છે.”- શ્રી ચૈતન્ય ચરિતામૃત મધ્ય ૨૪.૩૩૦, ભાવાર્થ
આ અધિકારયુક્ત બયાનો સ્પષ્ટ છે. શ્રીલા પ્રભુપાદના કોઈપણ અનુયાયીએ કબૂલ કરવું જ જોઈએ કે પ્રભુપાદ, કોઈ પણ ગુરુ જે ભગવાન-સાક્ષાત્કાર નથી એને સ્વીકારવા ભારપૂર્વક બિનપ્રોત્સાહિત કરે છે. અલબત્ત, પ્રથમ ફકરો આદેશના રૂપમાં છે. કોઈ ભક્ત કંઈ રીતે પોતાના ગુરુથી આવતા આદેશને નકારી શકે અને એને હજી પણ કનિષ્ઠ સિવાય કંઈ માની શકે? એક અર્થમાં, પ્રભુપાદના શિષ્ય માટે તે વિસંગતિ છે કે એક જ વખતે પોતાને બીજા-વર્ગનો ભક્ત અને દીક્ષા-ગુરુ વિચારવું, કારણકે “ઉત્તમ અધિકારીની કક્ષાએ પહોંચ્યા સિવાય, કોઈએ ગુરપદુ લેવું જોઈએ નહીં.”
હવે, શું અગર કોઈ કનિષ્ઠ બીજા-વર્ગનાભક્તને પોતાનો શિક્ષા-ગુરુ સ્વીકારવા ઇચ્છે તો? આવા દાખલાઓમાં, દીક્ષાની કોઈ કરાર કરવામાં આવી નથી. જો કનિષ્ઠ બીજા-વર્ગના ભક્તના, માર્ગદર્શન અને દિશા બાબત સલાહ લઈ, તો શું એમાં કોઈ જાતની મનાઈ છે?
“નવદીક્ષિત વૈષ્ણવ, કે મધ્યમ કક્ષાએ પહોંચેલા વૈષ્ણવ પણ, શિષ્યાનો સ્વીકાર કરી શકે છે. આવા શિષ્યો એ જ કક્ષાના હોવા જોઈએ, અને તેમણે એ પણ સમજવું જોઈએ કે મધ્યમ વૈષ્ણવના અપૂર્ણ માર્ગદર્શન નીચે જીવનના અંતિમ ધ્યેય તરફ તેઓ બહુ સારી રીતે પ્રગતિ કરી શકતા નથી. તેથી શિષ્યે ગુરુ તરીકે “ઉત્તમ અધિકારી” ને જ સ્વીકારવાની કાળજી રાખવી જોઈએ.” – ઉપદેશામૃત ૫, ભાવાર્થ
સ્પષ્ટ રૂપે, કારણકે કોઈ શિષ્ય બીજા-વર્ગના ભક્ત પાસેથી પર્યાપ્ત માર્ગદર્શન મેળવી શકશે નહી—-બીજા કનિષ્ઠની વાત જ શું કરવી—-ભગવાન-સાક્ષાત્કાર ભક્ત સિવાય બીજા અન્યના શિષ્ય બનવામાં ફક્ત થોડુંક જ મૂલ્ય છે.
જો કોઈ કનિષ્ઠ બીજા-વર્ગના ભક્ત પાસેથી શિસ્તતા સ્વીકારવાનો નિર્ણય લઈ છે અથવા કે તે કનિષ્ઠ પાસેથી જે એના કરતા વધારે પ્રગત છે, તો તેની મનાઈ નથી. સરવાળે, તેઓ બંને બદ્ધ અસ્તિત્વના સમાન તબક્કે છે–બેમાંથી એકે ભગવાન-સાક્ષાત્કારનો લક્ષ્ય પ્રાપ્ત કર્યો નથી–પણ બેમાંથી એક, આધ્યાત્મિક જીવનમાં બીજા કરતા વધારે પ્રગત છે. તથાપિ, એકી વખતે ભારપૂર્વક સલાહ આપે છે કે “ઉત્તમ અધિકારીને ગુરુ તરીકે સ્વીકારવાની કાળજી રાખવી જોઈએ.”
આવું શા માટે છે? મુખ્ય કારણ એ છે કે ફક્ત પ્રથમ વર્ગનો ભક્ત એના શિષ્યને ભગવાન-સાક્ષાત્કારની પ્રક્રિયામાં પૂર્ણ માર્ગદર્શન આપી શકે છે. જો કોઈએ ભગવાન-વિભૂતિના દર્શન કર્યા હોય, એ તેના શિષ્યોને, કંઈ રીતે લક્ષ્ય વાસ્તવિકપણે પ્રાપ્ત કરાય તે બાબત ખામી વિનાનું માગદર્શન આપી શકે છે. જ્યારે તમે કોઈ વસ્તું વાસ્તવિકપણે પ્રાપ્ત કરી હોય, તો તમે બીજાઓને, તે જ વસ્તુ પ્રાપ્ત કરવા બાબત પર્યાપ્ત માર્ગદર્શન આપી શકશો. અગર નીચેની કક્ષાઅ કોઈએે–કોઈ બીજો નવો દીક્ષિત અથવા બીજા-વર્ગનો ભક્ત-—ભગવાન-સાક્ષાત્કાર પ્રાપ્ત કર્યો હોય નહિ (અને, નિરૂપણે, આ ભક્તો નથી કર્યો), તો પછી મૂળભૂતે તેઓ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સાથે સીધા સંપર્કની બાબતમાં કોઈને પણ કેવી રીતે દીશા આપી શકે છે?
શ્રીલા પ્રભુપાદના ગુરુ-શિષ્ય પરંપરાના (સંપ્રદાય) બધા આચાર્યોએ, ગુરુને પહેલા વર્ગનો ભક્ત હોવાની આવશ્યકતા ઉપર ભાર મૂકયો છે. આવા એક પ્રવીણ આચાર્યએ, વૈષ્ણવ દર્શણશાસ્ત્રના એક સારી પેઠે જાણીતાં શ્લોકનો પૃથક્કરણ કરતા સમયે, નિમ્નલિખિત અનુવાદ આપ્યો છે:
અનુવાદ
ગુરુ આધ્યાત્મિક ધ્વનિમાં, વેદિક જ્ઞાનમાં, શાસ્ત્રોના આંતરિક અર્થમાં અને વેદિક સાહિત્યોના ભાવાર્થને જાહેર કરવામાં તજજ્ઞ હોવો જોઈએ. અન્યથા, એની શંકાઓને વિસજી<ત કરવાના અભાવમાં શિષ્ય અંદર વિષાદ અને શ્રદ્ધામાં ઉસરણ અવશ્ય થશે. ગુરુ સંપૂર્ણ સત્ય સાથે પ્રત્યક્ષ આધ્યાત્મિક ગ્રહણશક્તિના પરમાનંદમાં પરિપૂર્ણ હોવો જોઈએ. એને સંપૂર્ણ સત્યમાં ગંભીરપણે કુશળ હોવો જોઈએ. અન્યથા, જે કૃપા તે આપશે, એના શિષ્ય માટે પૂર્ણતા ઉત્પન્ન કરશે નહિ.” – શ્રીમદ્ ભાગવતમ્, શ્લોક ૧૧.૩.૨૧ ઉપર શ્રીલા વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર દ્વારા અનુવાદ
વેદિક જ્ઞાનનું આંતરિક અર્થ વૈષ્ણવ બોધમાં પરાકાષ્ઠા થાય છે. ગુરુએ ભગવાન-સાક્ષાત્કાર વૈષ્ણવ હોવું જ જોઈએ, નહિતર એનો શિષ્ય એને શરણાગત થઈ શકશે નહી. અપર્યાપ્ત માર્ગદર્શનના લીધે, શિષ્ય શંકા કરવામાં જબરદસ્તીપૂર્વક જોડાશે, શ્રદ્ધામાં ઉસરણ અનુભવશે, અને ક્યારેય વાસ્તવિકપણે એવા ભક્તને શરણાગત નહી થાય જે ભગવાન-સાક્ષાત્કાર નથી.
આચાર્યની ઉપાસના વિષે
પહેલા-વર્ગનો ભક્ત નવા દીક્ષિતો અને મધ્યસ્થ ભક્તોથી કેવળ એના આંતરિક અનુભવથી નામાંકિત થતો નથી. ત્રીજા વર્ગના ભક્ત દ્વારા આંતરિક અનુભવ, સહેલાઈથી ઓળખી શકાય એવા નથી. ભગવાન-સાક્ષાત્કાર આધ્યાત્મિક ગુરુ અમુક બાહ્ય રીતે પણ ઓળખી શકાય છે. આમાંથી એક રીત એ પદ્ધતિ છે કે જેથી શિષ્યોએ કેવી રીતે પોતાને એમને સમર્પિત થવાનું છે અને નિમ્નલિખિત ચાર ફકરોમાં એને વર્ણિત કરેલા છે:
“જ્યારે એક મહા-ભાગવતના (પહૈલાં-વર્ગનો ભક્ત) સર્વોચ્ચ પદને પ્રાપ્ત કરે છે, તેમણેે એક ગુરુ તરીકે સ્વીકારવામાં અને તદ્દન બરાબર હરિની (ભગવાન) જેમ પૂજા કરવામાં આવશે.” – શ્રી ચૈતન્ય ચરિતામૃત મધ્ય ૨૪.૩૩૦, ભાવાર્થ
“કારણકે આધ્યાત્મિક ગુરુ ભગવાનનો સૌથી ગુપ્ત નોકર છે, તેમના સાથે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જેવો જ વ્યવહાર કરવો જોઈએ.” – શ્રીમદ્ ભાગવતમ્ ૪.૨૮.૪૩, ભાવાર્થ
“જો તમે ગુરુને ભગવાન જેટલા જ આદરપાત્ર ગણતા હો તે જે કંઈ ભગવાનને અર્પણ કરવા યોગ્ય હોય તે ગુરુને પણ અર્પણ કરવું જોઈએ.” – આત્મ-સાક્ષાત્કારનું વિજ્ઞાન અધ્યાય ૧ “કૃષ્ણ ભાવનામૃત શું છે“
અધિકૃત ગ્રંથોમાં આગ્રહણીય છે કે આધ્યાત્મિક ગુરુને પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના સ્તરે પૂજવું જોઈએ કારણકે તેઓ ભગવાનના ગોપનીય ચાકર છે અને તે મહાન સત્તાવાળાઓ (આચાર્યો) દ્વારા સ્વીકારવામાં આવે છે કે આધ્યાત્મિક ગુરુ કૃષ્ણના બાહ્ય પ્રગટીકરણ છે.” – કૃષ્ણ બુક અધ્યાય ૪૭
ગુરુ, ભલે એ ભગવાન નથી, બદ્ધ જીવો માટે ભગવાન જેવા જ પ્રમાણભૂત છે. બદ્ધ જીવ (અસામાન્ય અને વિશિષ્ટ સંજોગોમાં) પૂર્ણ પુરુષોત્તમના પ્રત્યક્ષ અનુભવ કરી શકતા નથી. જોકે બદ્ધ જીવ ભગવાનના શુદ્ધ ભક્તના અસ્તિત્વનો પ્રત્યક્ષ અનુભવ કરી શકે છે. આ એક મુખ્ય કારણ છે કે જેમાં બદ્ધ જીવે ખરા ઉત્તમ અધિકારીને વીણી કાઢવો (શરણાગત થવું) જોઈએ.
અશુદ્ધ બદ્ધ જીવ ભગવાનને સીધે સીધું શરણાગત થઈ શકતો નથી, કારણકે ભગવાન પરમ શુદ્ધ છ. જે જીવોએ ભગવાનને નારાજ કર્યા છે તેમણે સુધારવાની હેતુએ ભગવાને ભૌતિક જગતની નિર્માણ કરી અને નકશી બનાવી છે. ભગવાન એમના પ્રતિનિધિત્વ, ભગવાન-સાક્ષાત્કાર ગુરુ, પારદર્શક માધ્યમને મોકલીને બહુ કુશળતા થી આ જગત વ્યવસ્થાની નકશી બનાવે છે. જે બદ્ધ જીવ ફરી ભગવાન સાથેના પ્રત્યક્ષ અને નિત્ય સંસર્ગમાં પ્રવેશ કરવા ઈચ્છે છે, તો પહેલાં આધ્યાત્મિક ગુરુને શરણાગત થઈ અજમાયસી તબક્કાને પાર કરવાનો છે. ભગવાન-સાક્ષાત્કાર આધ્યાત્મિક ગુરુની ઉપાસના એ જ રીતે કરવી જેમ બદ્ધ જીવ ભગવાનની ઉપાસના કરે છે.
નવદીક્ષિતની અથવા કે બ્રહ્મ-સાક્ષાત્કાર બીજા વર્ગના ભક્તની ક્યારેય આ રીતે ઉપાસના કરાય નહીં.
ક્યારેક, નવદીક્ષિત, ખોટી રીતે વિચારે છે કે તેઓ બીજા-વર્ગના ભક્તો બની ગયા છે, ધારે છે કે તેઓ પહેલાં-વર્ગના ભક્તનું અનુકરણ કરી શકે છે. તેઓ વિચારે છે કે તેમણા શિષ્યોમાં શ્રદ્ધા પેદા કરવા માટે તેઓએ એવું કરવું જોઈએ. તેઓ એવું વિચારે છે કે આવું અનુકરણ ગુરુ-શિષ્ય પરંપરા દ્વારા અધિકૃત છે, આચાર્યોએ, જેઓએ સંપ્રદાયને સ્થાપના સમયથી ટકાવી રાખી છે. જ્યારે તેઓ આવી રીતે પતિત થઈ જાય છે ત્યારે તેઓ સહજીયા બની જાય છે. શ્રીલ પ્રભુપાદ આવા તથાકથિત બીજા-વર્ગના ભક્તો દ્વારા અનુકરણને નિમ્નલિખિત ત્રણ ફકરોમાં વખોડે છે અને મનાઈ કરે છે:
૧. “તેમ છતાં પોતાને આત્મસિદ્ધિ થયા વિના, કોઈએ મહાભાગવત ભક્તાના વર્તનનું અનુકરણ કરવું જોઈએ નહીં, કારણકે આવા અનુકરણથી અંતે તો તેનું પોતાનું જ પતન થશે.” – ઉપદેશામૃત ૫ ભાવાર્થ
૨. “કેવીરીતે કોઈ બુદ્ધિશાળી માણસ, મહાનુભાવ ગુણો ધરાવાને સક્ષમ તેના અનુયાયીઓને પોતાની પ્રશંસા કરવાની પરવાનગી આપી શકે જે ખરેખર તેની પાસે હોય નહી? કોઈ વ્યક્તિની પ્રશંસા કરવી એવું કહીને કે જો તે શિક્ષિત હોત તો એક મહાન વિદ્વાન અથવા મહાન વ્યક્તિત્વ બની ગયો હોત તે કશું નહિ પણ છેતરપિંડીની એક પ્રક્રિયા છે.” – શ્રીમદ્ ભાગવતમ્ ૪.૧૫.૨૪, ભાવાર્થ
૩. “…જે ખરેખર અમુક ગુણવત્તા ધરાવતું હોય નહિ, તો તેને ગૌરવ અર્પણ કરવામાં પોતાના અનુયાયીઓ અથવા ભક્તાને લગાડવા જોઈએ નહિ, છતાં પણ આ ગુણો ભવિષ્યમાં પ્રગટ થઈ શકે છે. જો માણસ, જે વાસ્તવિક મહાન વ્યક્તિત્વના ગુણાનેે ધરાવતું હોય નહિ, તેના અનુયાયીઓને પોતાની પ્રશંસા કરવામાં લગાડે છે એવી અપેક્ષાથી કે આવી વિશેષતાઓનો ભવિષ્યમાં વિકાસ થશે, તો તે પ્રકારનું વખાણ ખરેખર અપમાન છે.” – શ્રીમદ્ ભાગવતમ્ ૪.૧૫.૨૩, ભાવાર્થ
જેમ પહેલાં ચર્ચા કરી છે, “આત્મ-સાક્ષાત્કાર” આ પારભાષિક શબ્દના બે ભિન્ન રીતે અર્થઘટન છે. એક રીત સરળ રીત છે, અને બીજી રીત પરોક્ષ છે. મુખ્ય રીત (મુખ્ય-વૃત્તિ) એ સમજવા કે આત્મ-સાક્ષાત્કાર નું અર્થ શું છે, એ જાણવાનું છે કે તે ભગવાન-સાક્ષાત્કારનો ઉલ્લેખ કરે છે. ગૌણ અર્થ (ગૌણ વૃત્તિ) બ્રહ્મ સાક્ષાત્કારનો ઉલ્લેખ કરે છે, એટલે કે, ભગવાનના આધ્યાત્મિક પ્રકાશનું દર્શન. નિશ્ચિતપણે, બહ્મ સાક્ષાત્કારના સંદર્ભમાં હાજર કર્યા વગર, પભુપાદ જ્યારે એમના લખાણોમાં “આત્મ-સાક્ષાત્કાર” શબ્દને વાપરે છે ત્યારે સામાન્યપણે તેઓ ભગવાન-સાક્ષાત્કારનો ઉલ્લેખ કરે છે. ખરી રીતે, બધાં વૈષ્ણવ આચાર્યોના અનુવાદો અને લખાણોમાં આ પ્રમાણભૂત છે.
એવું સ્થાપિત થાય છે કે પહેલાં અવતરણમાં “આત્મ-સાક્ષાત્કાર”, “ભગવાન-સાક્ષાત્કાર” સાથે સમાનાર્થક છે. તે બ્રહ્મ-સાક્ષાત્કાર વ્યક્તિનું ઉલ્લેખ કરતું નથી. બીજા-વર્ગના ભક્ત પાસે પહેલાં-વર્ગના ભક્તનું અનુકરણ કરવા, કોઈ અધિકૃતિ નથી. બીજા-વર્ગના ભક્તની ઉપાસના ભગવાન જેમ પ્રમાણભૂત હોય એમ કરાય નહીં. અગર તેઓ એવું પૂજ્યભાવ સ્વીકાર કરે તો એ તરત જ સહજીયામાં પતિત થઈ જશે. આવા અનુકરણ માટે એને સજા દેવામાં આવશે અને પતિત થઈ જશે–અગર ઝડપથી નહી તો છેવટે.
હવે, પહેલાં દાખલાને લાગતું (ઉપર), એવી દલીલ મૂકી શકાય છે કે તે દાખલામાં “આત્મ-સાક્ષાત્કાર” બ્રહ્મ-સાક્ષાત્કારનો ઉલ્લેખ કરે છે. તો તે દાખલાનો અર્થઘટન કરતા એમ જણાશે કે કોઈ ભક્ત, જેને બ્રહ્મ-સાક્ષાત્કાર પ્રાપ્ત કર્યો છે તે પહેલાં- વર્ગના ભક્તનું (મહાભાગવત) અનુકરણ કરવા માટે અધિકૃત છે.
તેમ છતાં આવું અર્થઘટન કરવા માટે, તે પારિભાષિક શબ્દ “આત્મ-સાક્ષાત્કાર”નું આપણે ગૌણ અર્થઘટન વાપરવું જોઈશે. આવું કરવા માટે કોઈ અભિવ્યક્ત કારણ નથી. તે પારિભાષિક શબ્દ “આત્મસાક્ષાત્કાર”નું પ્રાથમિક અર્થઘટન વાપરતા, એનું પૂરંતુ અને સંપૂર્ણ અર્થ સ્પ્રષ્ટ થાય છે. એવા તરીકે, તે પારિભાષિક શબ્દનો ગૌણ અર્થઘટન વાપરવાનો કોઈ સારો કારણ નથી. જ્યારે પ્રાથમિક મતલબ, અથવા અર્થસભર હોતું નથી કે વિસંગતિમાં હોય છે ત્યારે આપણે તે શબ્દ અથવા કે પારિભાષિક શબ્દના ગૌણ મતલબ વાપરવાની અધિકૃતિ મળે છે. આ દાખલામાં કોઈ પ્રસ્તુતતા નથી.
બીજા-વર્ગનો ભક્ત, વ્યાખ્યામાં નિરંતર શુદ્ધ ભક્તિમય સેવામાં જોડાયેલો હોય છે. એ ક્યારેય એવા કાર્યોમાં જોડાતો નથી જે ભક્તિમય સેવાની વિરુદ્ધ હોય છે. જેમ આપણે આ દાખલાઓમાંથી જોઈ શકીએ છીએ, પોતાના સાક્ષાત્કાર તબક્કા ઉપરાંત કોઈ ભક્તિમય દરજ્જાનું અનુકરણ, ભક્તિમય સેવાની વિરુદ્ધ હોય છે.
એક મુખ્ય કારણકે પ્રભુપાદે, બીજા-વર્ગના ભક્તને (મધ્યમ-અધિકારીને) ગુરુ તરીકે સ્વીકારવા બાબત ઘણાં બધા મનભંગ કરનારા અનુવાદો આપ્યા છે, તે જોકે, અપરોક્ષ હતા. તે એક સરળ અને મનને અવ્યવસ્થિત કરનારું કારણ છે કે આ યુગમાં મોટા ભાગના આવા “મધ્યમો , ખરી રીતે મધ્યમના વેશમાં નવદીક્ષિતો છે. હાજર પરિસ્થિતિમાં, આવા તથાકથિત મધ્યમોની સમગ્રતા, ખરી રીતે નવદીક્ષિતો…અને સહજીયો કરતા વધારે કંઈ નથી.
કેવળ પહેલાં વર્ગના ભગવાન-સાક્ષાત્કાર ભક્તની ભગવાન જેવા પ્રમાણભૂત જેમ ઉપાસના કરી શકાય છે. કેવળ એ જ આવા ગુણગાન, નામના અને પૂજાને હકદાર છે. તેથી, અગર એ પોતાને પ્રગટ કરવા ઇચ્છે–અને પછી એ આવી પ્રતિષ્ઠિત ઉપાસના સ્વીકારવા ઇચ્છે–એનો દરજ્જો સ્પષ્ટ જણાશે. આવી ઉપાસના સ્વીકારીને એ પોતાને, સંનિષ્ઠ વ્યક્તિઓ, એ જ પ્રમાણે, એમણા અનુયાયીઓ અને શિષ્યોને જણાવશે.
અવશ્ય, આચાર્યના દેહવિલય પછી, વેષધારીઓ આગળ વધશે અને પહેલાં વર્ગના ભક્તનું પદ છીનવી લેશે. તેઓ તેમણા અનુયાયીઓને હાથવતી કરશે, અધિકૃતિ વિના, તેમને અયોગ્ય સ્તરે ઉપાસના કરવામાં. વાસ્તવમાં, શ્રીલ પ્રભુપાદના દેહવિલયના પાચ મહિના પછી જ, એમના કેંદ્રસ્થ ઢાંચાના મુખ્ય સચિવો વચ્ચે (અને એક તરત જ પ્રભુપાદના જવા પછી લાભાગ્યો અને તેથી આવું કર્યું) આવું જ થયું. તેઓ બધાં જ અંતે પતિત થઈ ગયા, નિશ્ચિતપણે જેમ પ્રભુપાદે ચેતવણી આપી હતી. અમુક એમાંથી કરુણાજનક અથવા ગભરાવનારા રીતોમાં પતિત થઈ ગયા હતા. એક, એના કોઈ અનુયાયી દ્વારા મેલી વિદ્યાના વિધિમાં મારી નાખવામાં આવ્યો હતો.
તમે કૃત્રિમતાથી ભગવાનના પહેલા વર્ગના ભક્તને બનાવી શકો નહીં. આચાર્યોનું નિર્માણ સંસ્થાઓ દ્વારા થતું નથી. તેઓ બદ્ધ જીવોના મતો દ્વારા નક્કી કરવામાં આવતા નથી. મહાભાગવતને રબરના સિક્કા દ્વારા અસ્તિત્વમાં લયાવાય નહીં. જ્યારે કોઈ ભક્ત દેદીપ્યમાન આચાર્ય જેમ ઉદ્ભવે છે ત્યારે તે કેવળ ભગવાનની કૃપાથી સંભવ થાય છે. આચાર્યનું ઉત્તમ સાક્ષાત્કાર સ્વયંસિદ્ધ હોય છે. છતાં એ ટૂંકા સમય ગાળા દરમિયાન સર્જાયેલી ખાટી આશાઓ અને અશાંતિઓ, જેમાં તેમણે પોતાની અશ્લીલ ચાલ ચલાવી; બધી અનુકરણશીલ, ઉપજાવી કાઢેલી વાતો અંતે ખુલ્લું મૂકાવા માટે નિયત છે.
જોશ અને ખોટા આશ્રયો વિષે
આ આપણને ધાર્મિક જોશ તરફ લયાવે છે. ધાર્મિક જોશની સામાન્યપણે ખરાબ આબરૂ છે. તે એના કારણે નથી કે તે સ્વભાવથી અનિષ્ટ છે. તે એવું નથી. મુશ્કેલી એ છે તેને ઘણી વાર ખોટા સ્થાને મુકાય છે અને દુરુપયોગ થાય છે. એ જ રીતે જેમ દૈનિક વર્તમાન પત્રોમાં, તથાકથિત જોશીના અનુમાનો અને ઉપજાવી કાઢેલી વાતો કેવળ દુર્બોધ બનાવે છે–પણ ઉચ્છેદ કરતી નથી–ખરા સીડિઅરિઅલ ફલજ્યોતિષના ભાવિસૂચક શક્તિને, એજ રીતે, કોઈ પણ વિજ્ઞાનનું દુરુપયોગ તે મહાન વિજ્ઞાનને નિરર્થક બનાવતી નથી.
તે કેવળ એને અમુક સમય સુધી ઢાંકી શકે છે.
જ્યારે ખરો આચાર્ય હાજર હોય છે, ત્યારે આવો ભગવાન-સાક્ષાત્કાર ભક્ત બહુ સહેલાઈથી એના સંનિષ્ઠ શિષ્યોને પ્રોત્સાહિત કરી શકે છે. આધ્યાત્મિક શક્તિ આપણી મૂળ શક્તિ છે, અને તે અતિશય શક્તિશાળી છે. જ્યારે તે ભગવાનના પહેલાં વર્ગના શુદ્ધ ભક્ત દ્વારા ફરી સક્રિય બને છે, ત્યારે તે બદ્ધ જીવ ઉપર એ જ રીતે કાર્ય કરે છે જેવી રીતે અગ્નિથી તપીને લોઢું લાલચોળ બને છે અને ખરું જોતા અગ્નિથી બિન-અલગ. ગુરુનો એવો ભક્ત જે પૂર્ણ માર્ગદર્શન આપી શકે છે, એ બેશક ધન્ય છે. આવો શિષ્ય હંમેશાં સુશિક્ષિત સજ્જન હોય છે. જ્યારે પણ એ કોઈ આધ્યાત્મિક જોશ દર્શાવતો હોય છે, તો ત્યારે આવું જોશ સ્વભાવથી માત્ર સારું જ નથી હોતું પણ દિવ્ય હોય છે.
જોકે, જ્યારે આવા જોશનો, સરખા પાયા વગર વિકૃત પ્રતિબિંબ જન્મે છે, ત્યારે તે સર્વદા ખલેલ કરનારું બને છે–અને અનેક દાખલાઓમાં નુકસાનકારક. ઝનૂની માણસો જબરદસ્ત પ્રમાણમાં જુસ્સો અને ઉત્સાહને સ્વામિત્વ ધરાવતા હોય છે, પણ તે શક્તિ આધ્યાત્મિક નથી, છતાં તેઓ તેના વિપરિત દાવો કરે છે. તે ઉત્સાહ વિકૃત થઈ જાય છે, અને આપણે વૈજ્ઞાનિક ત_વજ્ઞાન અને ખરા આધ્યાત્મિક જીવનની પ્રક્રિયામાં પ્રગતિ કરવા માટે આવા બધા પ્રદર્શનોની પેલી પાર જવું જોઈએ.
કોઈ શક્તિશાળી માણસ અથવા કોઈ જૂથ દ્વારા જન્મેલા વિવિધ પ્રકારના લાગણીઓને શરણાગત થયા પહેલાં આપણે સૌથી પહેલાં પૂર્ણ માર્ગદર્શન પ્રાપ્ત કરવા માટે સતત માગણી કરવી જોઈએ. આપણે વિકૃત-ઉત્સાહની પેલી પાર જવું જોઈએ. જો આપણે પહેલાં-વર્ગના ભક્તને સીધે સીધાં સંપર્ક કરી શકીએ નહિ તો ગ્રંથ ભાગવતનું આશ્રય લેવું જોઈએ, કારણકે તે પણ આપને ઉગારી શકે છે, જેમ અગાઉ ચર્ચા કરી છે.
જો આપણે આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરવા માંગતા હાઈએ તો આપણે શરૂઆતથી તત્વજ્ઞાનની પ્રક્રિયાને સરખી રીતે સ્થાપિત કરી દેવી જોઈએ. એવું નહિં કરવું,
ગ્રીષ્મઋતુની દિવસોના તાપથી બહાર નીકળવા બેદરકારીથી કોઈ છીછરા પ્રવાહમાં ભૂસકો મારવા સમાન છે: આપણે કેવળ બાબતને વધુ ખરાબ બનાવી રહ્યા છીએ આપનું માથું કોઈ વિશાળ, કઠણ પથ્થર સાથે મારીને જ્યારે આપણે તે પ્રવાહમાં પ્રવેશ કરીએ છીએ. જો આપણને પાણીના કોઈ વિશાળ ધડને પાર કરવા માગંતા હોઈએ તો મૂળરૂપે કોઈ મજબૂત નાવ એક કુશળ કપ્તાન દ્વારા નિર્દેશિત, આપણને મદદ કરી શકે છે, પણ પથ્થરની કોઈ નાવ કોઈ વેષધારી દ્વારા નિર્દેશિત આપણને ક્યારેય બીજી બાજુ લઈ જશે નહિ.
અગાઉના સંપ્રદાય-આચાર્યના દેહવિલય પછી કેટલીક પથ્થરની નાવો અને વેષધારીઓ બહાર નીકળ્યા છે, આપણને આપણા પોતાના આધ્યાત્મિક મૃત્યુ વડે પ્રવાસ કરવા જહાજ ઉપર બોલાવી રહ્યા છે. જોકે આપણે તેમના જોડે ડૂબી જવાનું નથી, કારણકે દિખાઉ-કૃષ્ણ ભાવનામૃતના પથ્થર-હૃદયી માણસોનું સંશયાતીત વિકલ્પ ચોક્કસ છે.
છળકપટ વિષે
ટૂંકમાં આ ઉપજાવી કાઢેલી વસ્તુઓના ત્રણ ભાગ પાડી શકાય છે: વાઇલ્ડ-કાર્ડ ગુરુ, સંસ્થાગત ગુરુ, અને અપ્રગટ દીક્ષા-ગુરુ. આ ત્રણમાંથી પહેલાં બે, પ્રભુપાદના દેહવિલય પછી કૃષ્ણ ભાવનામૃત આંદોલનને ઢાંકવામાં વિશિષ્ટ રીતે જોરદાર રહ્યા છે. આ બે ઉપર વધારે જાણકારી માટે આ વિવરણના પુરવણીની સલાહ લેશો, અધિકૃત બે પ્રકારના બનાવટી ગુરુઓ. ત્રીજી ઉપજાવી કાઢેલી વાતની ચર્ચા ત્યારપછી પેટા વિભાગ રિતવિક રોકો! માં થશે.
અપૂર્ણ માર્ગદર્શન અને છેતરામણાં માર્ગદર્શન વચ્ચે અંતર છે. પહેલું માત્ર અપૂર્ણ છે; બીજું છળકપટવાળુ છે. દંભ અને કલેશના આ યુગમાં ફરેબી નેતાઓ અને ફરેબી અનુયાયીઓ બહુ સામાન્યપણે જોવામાં આવે છે.
જ્યાર સુધી તમે બીજા બદ્ધ જીવ પાસેથી ઉપદેશ અને દીશા મેળવો, એમાં કોઈ ગેરલાભ નથી, જો એ તમને અમુક સત્ય શીખાવે જે તમે અગાઉ જાણતા નહતા. એમાં કોઈ ગેરલાભ નથી જો તમે તમારા માર્ગદર્શક માટે વિવિધ પ્રકારની સેવાઓ ભજવવો, કારણકે આધ્યાત્મિક જીવનમાં સેવાભાવ હંમેશાં પ્રગતિ કરવાની એક ચાવી છે.
જોકે, નુકસાન છે જ્યારે તમે માનવા લાગો કે અપૂર્ણ માર્ગદર્શન-—ગમે તે રીતે–પૂર્ણ છે. તે નથી. નુકસાન ત્યારે પણ છે જ્યારે તમે માનો કે અપૂર્ણ માર્ગદર્શનને વધુ આસક્તિ તમને પૂર્ણ માર્ગદર્શન સાથે સંપર્ક કેળવવામાં મદદ કરશે. તમને અપૂર્ણ માર્ગદર્શનથી મોહિત અથવા દૃઢપણે આસક્ત થઈ જવું જોઈએ નહિ, કારણકે તે, પૂર્ણ માર્ગદર્શનને– ભગવાન-સાક્ષાત્કાર આધ્યાત્મિક ગુરુના રૂપમાં, શોધી કાઢવાના, સંપર્ક, ઓળખવાના અને શરણાગત થવાના ગમે તે ઇચ્છાને હતોત્સાહ કરશે.
તે ઉપરાંત, આવા શુદ્ધ ભક્તના શારીરિક અસ્તિત્વની અભાવમાં, આપણે હજુ પણ એવા અવતારનો આશ્રય લઈ શક્યે છે જે પૂર્ણ છે: પૂર્ણ માર્ગદર્શન ગ્રંથ ભાગવતના સ્વરૂપમાં. ૧૯૭૭ ના નવેમ્બરથી આચાર્યએ અપ્રાગટ અને શાંત રહેવા ચૂંટી કાઢ્યું છે. અપણને સાચું આશ્રય અને આશ્વાસન, તેથી, ગ્રંથ ભાગવત આપે છે. તેવું, કોઈ ઉદ્ધત કનિષ્ઠના અપૂર્ણ માર્ગદર્શનમાં નથી જેને કોઈ ધંધો નથી, કોઈનેપણ ભક્તિમય સેવા અને વૈષ્ણવ સંપ્રદાયમાં દીક્ષા આપવાનો. શું કરવા આપણે કોઈ પણ જાતના અપૂર્ણ માર્ગદર્શનમાં આપણી શ્રદ્ધા અને વફાદારી રોકવામાં સંતુષ્ટ થઈ જવું જોઈએ? ગ્રંથ ભાગવત આપણને મુક્ત કરવામાં નિપુણ છે અને વધારાનું વ્યાજ તરીકે ગ્રંથ ભાગવત , આપણી ભગવાન-સાક્ષાત્કાર ભક્તને શોધી કાઢવાની ઇચ્છાને જાગ્રત કરે છે.
ગ્રંથ ભાગવત સંપૂર્ણ તત્વજ્ઞાનથી ભરપૂર છે. આ તત્વજ્ઞાન કલ્પના કરવાની વૃત્તિ ધરાવણાર જેવું નથી. બદલામાં, તે અધિકૃત છે. તે હંમેશાં વાસ્તવિક અને યથાર્થ છે, કારણકે તે, ભગવાનના સંપૂર્ણ સાક્ષાત્કાર ભક્તોના પ્રત્યક્ષ અનુભવો રજૂ કરે છે. આમ જોતાં તે દોષ વિનાનું છે. આધ્યાત્મિક જીવન શોધણારાઓ દુર્દૈવી માણસો, તેમણી શ્રદ્ધા જે આવા દોષરહિત બોધમાં રાખી શકતા નથી, બદલામાં, તેમણી શ્રદ્ધા બીજી વસ્તુઓમાં રાખે છે જે દોષથી ભરેલી છે.
અગાઉના આચાર્ય, શ્રીલ પ્રભુપાદે, આધ્યાત્મિક પ્રગતિ માટે વૈષ્ણવ સાહિત્યો; જેનું તેમને અંગ્રેજીમાં ભાષાંતર કર્યું છે, પર જબરદસ્ત મહત્વ મૂક્યો છે. એમણા ફલપ્રદ લખાણો કેવળ પાંડિત્યના પ્રદર્શન નહતા. બદલામાં, તેઓ લખાણોને વાંચવાની જરૂર અને દોષરહિત તત્વજ્ઞાનને યાદ રાખવા ઉપર ભાર દેતા હતા જેથી સાચા આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરી શકાય. પરમ સત્યને તત્વજ્ઞાન દ્વારા સૂચનાર્થ કરી શકાય છે. પરમ સત્યને સીધે સીધું અનુભવી શકાય છે, પણ આવા અનુભવો માટે, દોષરહિત તત્વજ્ઞાન છે જે પાયો મૂકે છે.
આવું છે કારણકે તત્વજ્ઞાન અંગે, સચ્ચાઈઓનો બુદ્ધિ સાથે સીધે સીધો સંબંધ છે. તેઓ બુદ્ધિને શુદ્ધ કરે છે અને યોગાની પ્રક્રિયામાં બુદ્ધિ બહું મહત્વની છે. પૂર્ણ બુદ્ધિ વગર, યોગાનો સાધક છેતરાઈ જવાને અધોમુખ છે. આધ્યાત્મિક બુદ્ધિ વગર યોગાનો સાધક સૅમિ-સ્પિરિચ્યુઅલ અથવા સ્યૂડો-સ્પિરિચ્યુઅલ વડે મોહિત થઈ જાય છે. બુદ્ધિ જ્યારે આ રીતે દૂષિત થઈ જાય છે ત્યારે ભૌતિક અસ્તિત્વના રથને ખોટી દિશામાં માર્ગદર્શન આપે છે. આ રથમાં આત્મા સવાર છે અને રથને સરખી રીતે ચલાવું આધ્યાત્મિક બુદ્ધિ (બુદ્ધિ યોગા) ઉપર નિર્ભર છે. પૂર્ણ સાક્ષાત્કાર પહેલાં આનું બીજું કોઈ વિકલ્પ નથી.
જોકે, જ્યારે બુદ્ધિ દૂષિત થઈ જાય છે, ત્યારે રથ એના લક્ષ્યે ક્યારેય નહી પહોંચશે. ઇન્દ્રિયોના ઘોડાઓેને લગામ ખેંચીને રોકી શકાય છે, અને મનની લગામ બહું સજ્જડ હોય શકે છે પણ સુકાન યંત્રનો નિશાન સરખો તાક્્યો નથી. સારથી બહું પ્રબળ હોય શકે છે પણ એ વિકૃત થઈ ગયો છે. સારથીની બુદ્ધિના મૂર્ખતાભર્યા પ્રાબલ્ય છતાં પણ આત્મા તદ્દન લાચાર પ્રવાસી છે. દૂષિત બુદ્ધિ સંભાવ્ય રીતથી, રથને બ્રહ્મ જ્યોતિમાં પણ દોરી શકે છે, જોકે, એકવાર તે પદ મેળવ્યા બાદ, એ વિચારશે કે એ ભગવાન બની ગયો છે.
દૂષિત બુદ્ધિવાળા મોટા ભાગના લોકો–ઓછામાં ઓછા આ યુગમાં–કોઈ પૂર્ણ સાક્ષાત્કારના (જોકે તેઓ એવું વિચારતા હોય છે કે તેઓ પહોંચી જાય છે) નજીક પણ આવતા નથી. તેઓ કેવળ છેતરાયેલા રહે છે. સામાન્યપણે, દૂષિત બુદ્ધિ સાથે કોઈપણ વ્યક્તિ ઢોંગી ગુરુ વડે મોહિત થઈ જાય છે. ગુરુ આવા અનુયાયીને ગ્રંથ ભાગવત અંદર રહેલા તત્વજ્ઞાનથી આઘે લઈ જાય છે. ક્યારેક ઢોંગી ગુરુ પોતાની લખાણો હાજર કરે છે. એની લખાણોમાં કેટલીક વસ્તુઓ સાચી છે એની ફિકર વિના, તે લખાણો અંદર તે પ્રપંચ છે જે અધિકૃત છે. તે પ્રપંચ ઢોંગી ગુરુના સ્થાપિત હિતો રજૂ કરે છે. સાધક તે પ્રપંચને સત્યની જેમ સ્વીકારે છે, અને, તે બિંદુથી, આધ્યાત્મિક જીવનમાં કોઈ પ્રત્યક્ષ પ્રગતિ થશે નહિ. ફક્ત પ્રગતિની પ્રતિકૃતિ છાપ હશે જે અનુયાયીને વધારે છેતરશે.
ખરી રીતે, સાચા ગુરુને શોધવાના પ્રારંભ પહેલાં, એ અત્યાવશ્યક છે કે આધ્યાત્મિક જીવનની શોધ કરનારાએ વૈષ્ણવ બોધના મૂળ તત્વજ્ઞાન અંગે સચ્ચાઈઓમાં સ્થાપિત થઈ જવું જોઈએ. આ સચ્ચાઈઓને યાદ રાખવાતી એના/એની બુદ્ધિને સારી પેઠે સામર્થ્ય બનવાની છૂટ મળશે. આધ્યાત્મિક જીવનમાં વિવેકશક્તિ કોઈ ખરાબ શબ્દ નથી. અનુકૂળ સ્મરણશક્તિ સાથે ઉમદા વિવેકશક્તિ ભક્તિમય સેવામાં કાર્ય કરવા માટે આવશ્યક છે. આવી ઉમદા સ્મરણશક્તિ કેવળ એવા વ્યક્તિને ઉપલબ્ધ છે જેની આધ્યાત્મિક બુદ્ધિ વિકસિત થયા કરે છે.
માયા એટલે “જે દેખાવામાં આવે છે પણ ખરેખર તેવું નથી”, ટૂંકમાં, “જે નથી તે”.માયાથી બહાર નીકળવા માટે, પ્રબળ આધ્યાત્મિક બુદ્ધિની જરૂર પડે છે. કમજોર અને દૂષિત બુદ્ધિવાળા, બનાવટી શીખો, બનાવટી ગુરુઓ, બનાવટી ધર્મપ્રણાલીઓ, બનાવટી સંસ્થાઓ, બનાવટી ઉપાસમંડળો, અને બનાવટી પ્રસંગો તરફ મોહિત થશે. બનાવટી ગુરુઓના શિષ્યો ક્યારેક અત્યંત તપસ્યાઓ અપનાવે છે (મોટા ભાગે પૈસા ભેગા કરવાના હેતુએ), અને તેમણા સુકર્મોના આવા ફળ બનાવટી ગુરુને અર્પણ કરે છે. તેઓ એવું વિચારે છે કે આ તેમણે સંસ્થા અંદર પ્રગતિ કરવામાં મદદ કરશે. આવા જાતના લોકો થોડા જ વખતમાં વૈષ્ણવ તત્વજ્ઞાનને અદૂષિત રૂપમાં વાચવાને અનિચ્છુક થઈ જાય છે, કારણકે આવું વાંચણ અને શ્રવણ તેમણા દૂષિત બુદ્ધિ પર હુમલો કરે છે.
આ યુગમાં આધ્યાત્મિક જીવનમાં છેતરપિંડી બહુ આગળ પડતી છે. શ્રીલ પ્રભુપાદના દેહવિલય પછી આવા છેતરપિંડીએ વધુ ને વધુ ઝડપીથી છલાંગ મારી છે. તેથી, કેટલાક કપટી સંસ્થાઓ ત્યાં છે–બનાવટી ગુરુઓ અને બનાવટી દીક્ષાઓ સાથે–કે બનાવટી-આધ્યાત્મિક જીવનનું સંપૂર્ણ સ્મૉર્ગસ્બૉર્ડ મનને ખચકાવી નાખે એવું છે. તેથી એ શોધવામાં કે આવા વિવિધ જૂથોમાંથી કયા સાચા છે અને ખરું જોતા આપને ભગવાન-સાક્ષાત્કાર તરફ માર્ગદર્શન આપી શકીશે, એ બાબત આપણે કેવળ આપના મન ઉપર વિશ્વાસ રાખવું જોઈએ નહિં. બદલામાં આપણે આપના આધ્યાત્મિક બુદ્ધિ ઉપર ભાર મૂકવો જોઈએ, જે ઓળખવાની બાબતમાં વિવેક કરશે. ખરી રીતે સ્મૉર્ગસ્બૉર્ડની ઝીણવટભરી તપાસ ની પ્રારંભ પહેલાં, આપની ચેતના વૈષ્ણવ સાહિત્યના બોધથી ચાર્જ કરીને આવા જૂથોમાંથી એવા જૂથોની મોટી સંખ્યાને કાઢી નાખીએે–જેમ છે એમ અને જેમ તમને (આત્મા તરીકે) પસંદ પડે એમ.
“મનુષ્યે આધ્યાત્મિક જીવનમાં કેળવાવું જોઈએ એ પહેલી જરૂરિયાત છે. થોડી મિનિટો માટે વાતચીત કરવાથી આધ્યાત્મિક જીવન જાણી શકાય એમ નથીત_વજ્ઞાન અને ધર્મવિષયક ઘણા ગ્રંથો પ્રાપ્ય છે પરંતુ લોકોને તેમાં રસ નથી…અને જો આકસ્મિક રીતે કોઈ મનુષ્ય આધ્યાત્મિક જીવન વિષે રસ લે છે તો તેને કંઈક સસ્તું અને તાત્કાલિક જોઈએ છે, તેથી તે છેતરાય છે.” – આત્મ-સાક્ષાત્કારનું વિજ્ઞાન અધ્યાય ૨ આધ્યાત્મિક ગુરુની પસંદગી – શઠો અને સાધુઓને જુદા તારવો
આ મુશ્કેલીની જડ છે: એટલા સનિષ્ઠ બનવું કે જેથી આપણે છેતરપિંડી સહન કરવી પડે નહીં.
પ્રભુપાદ: “પરંતુ જો તમે સંનિષ્ઠ હશો તો તમને સંનિષ્ઠ ગુરુ મળશે. લોકો છેતરાય છે કારણ કે તેઓ સસ્તી વસ્તુ શોધે છે.”- આત્મ-સાક્ષાત્કારનું વિજ્ઞાન અધ્યાય ૨ આધ્યાત્મિક ગુરુની પસંદગી – શઠો અને સાધુઓને જુદા તારવો
ઓ’ગ્રેડી: પ્રશ્ન છે આ આધ્યાત્મિક ગુરુને શોધી કાઢવાનો.
પ્રભુપાદ: એ પ્રશ્ન નથી. પ્રશ્ન તો એ છે કે તમારામાં પૂરી સચ્ચાઈ, નિષ્ઠા છે…જો તમે નિષ્ઠાવાન હો તો ભગવાન તમને આધ્યાત્મિક ગુરુ મોકલી આપે છે…સહુ પ્રથમ તો આપણે ભગવત-પરાયણતાની પ્રાપ્તિ માટે આતુર થવું જોઈએ. ભગવાન પછી આપનને આધ્યાત્મિક ગુરુ આપશે.” – આત્મ-સાક્ષાત્કારનું વિજ્ઞાન અધ્યાય ૭ આધ્યાત્મિક ક્ષેત્રની શોધ – ઉત્તમોત્તમ અને સુંદરતમ પ્રત્યેની જાગૃતિ
“જે આધ્યાત્મિક જીવન વિશે ગંભીર છે તેને કૃષ્ણ દ્વારા શુદ્ધબુદ્ધિપૂર્વક આધ્યાત્મિક ગુરુના સંપર્કમાં આવા માટે બુદ્ધિ આપવામાં આવે છે, અને પછી આધ્યાત્મિક ગુરુની કૃપાથી, તે કૃષ્ણ ભાવનામૃતમાં અદ્યતન બની જાય છે.” – ભક્તિરસામૃતસિંધુ પ્રસ્તાવના
કોઈ બનાવટી ગુરુના અનુયાયીઓના સંપર્કમાં આવું મુશ્કેલ નથી, અથવા તો તે બાબતમાં, બનાવટી ગુરુઓના અનુયાયીઓના સંપર્કમાં:
ખબરપત્રી: “આપના મત પ્રમાણે કેટલા બધા લોકો બનાવટી ગુરુઓ દ્વારા છેતરાયા હશે તે વિષે મને આશ્ચર્ય વિચાર આવતો હતો.”
શ્રીલ પ્રભુપાદ: “લગભગ દરેક મનષ્ય. ગણવાનો સવાલ જ નથી , દરેક.”
ખબરપત્રી: “આનો અર્થ એ થયો કે હજારો લોકો, ખરું ને? ”
શ્રીલ પ્રભુપાદ: “લોખો, લાખો લોકો છેતરાયા છે; કારણકે તેઓ છેતરાવા માંગે છે…”
ખબરપત્રી: “બનાવટી ગુરુ સાથે સંડોવાયા હોય એવા લોકો પહેલાં કદી તમારે પાસે આવ્યા હતા? ”
શ્રીલ પ્રભુપાદ: “હા, એવા ઘણા છે.” – આત્મ-સાક્ષાત્કારનું વિજ્ઞાન અધ્યાય ૨ આધ્યાત્મિક ગુરુની પસંદગી – શઠો અને સાધુઓને જુદા તારવો
લાગણીવશ લોકો માટે બનાવટી ગુરુ દ્વારા છેતરાઈ જવું અસાધારણ નથી. તે બાબત જરાક જાગ્રત થયા પછી પણ કે તેમના ગુરુ (અથવા સંસ્થા) બનાવટી છે, તેમના માટે બેદરકાર રેહેવું અને સંપૂર્ણ અનુભવને હજુ સહાયક માનવું બહું સામાન્ય છે–સંભવત આગળ વધવા માટે ઉન્નતિનો સાધન. આવો કિસ્સો ત્યારે પણ બને છે જ્યારે તેઓ શોધી કાઢે છે તેમની સંસ્થા કૃષ્ણ ભાવનામૃતનું તત્વજ્ઞાન અને શીખો વાજબી રીતથી રજૂ કરતી નથી. આવા અનુયાયીઓ પોતાની સ્વભાવદત્ત સરળતા તેમના બનાવટી ગુરુ અથવા બનાવટી સંસ્થા ના નેતા ઉપર નાખે છે. જોકે બનાવટી ગુરુઓના પ્રયોજનો નહિ તો નિષ્કપટ અથવા કે હિતકારક હોય છે. વિવિધ જાતના બનાવટી ગુરુઓ પોતાના અનુયાયીઓ સાથે ચાલાકીથી કામ લે છે. સાચા ગુરુઓ આવા વેષધારીઓને ક્યારેય યોગ્યતાને માન્ય રાખતા નથી, જેમ શ્રીલ પ્રભુપાદના છ ફકરો પુષ્ટિ આપે છે:
“કલિ (આપનું વર્તમાન યુગ) યુગના કહેવાતા આચાર્યો તેમના અનુયાયીઓના તાપદાયક પરિસ્થિતિઓને ઓછું કરવા કરતા તેમના સાધનોનો દુરુપયોગ કરવાથી વધારે ચિંતિત છે.” શ્રી ચૈતન્ય ચરિતામૃત આદિ ૩.૯૮
“આ રીતે (યોગ્ય) પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને સમજ્યા વગર, ફક્ત એક ખલેલ બનાવે છે. આ કલિ યુગમાં, કેટલા બધા ગુરુઓ પ્રગટ થઈ ગયા છે, અને…તેઓ સંપૂર્ણ સત્યને સમજવા અંગે વિશ્વમાં એક ભારે વિક્ષેપ બનાવી રહ્યા છે.” – શ્રીમદ્ ભાગવતમ્ ૮.૧૨.૧૦, ભાવાર્થ
“ધાર્મિક સિદ્ધાંતોની અવજ્ઞા કરનારા આવા માણસોને અધિકૃત આચાર્યો માટે, દિવ્ય શિષ્ય પરંપરામાં આવતા પવિત્ર ધર્મગુરુઓ માટે માન નથી હોતું. સામાન્ય જનતાને ઊંધે રસ્તે દોરતા, તેઓ પોતે જ કહેવાતા આચાર્યો બની જાય છે. પરંતુ તેઓ આચાર્યોના સિદ્ધાંતોને સુધ્ધાં અનુસરતા નથી. આવા ધુતારાઓ માનવ સમાજમાં સૌથી ખતરનાક તત્વો છે.” – શ્રી ઈશોપનિષદ ૧૨, ભાવાર્થ
“લોકો છેતરાવા માંગે છે, અને તેથી તેઓ યોગીઓ અને સ્વામીઓ પાસે જાય છે જે યુક્તિ રમતા હોય છે, પરંતુ યુક્તિઓ ભૌતિક જીવનની તાપદાયક પરિસ્થિતિઓ ઘટાડતી નથી…ખોટા ગુરુને સ્વીકારીને કોઈ ખુશ બની શકશે નહિ.” – શ્રીમદ્ ભાગવતમ્ ૫.૧૪.૧૩, ભાવાર્થ
“…એક મૂર્ખ ગુરુના આદેશો કારણે, એક ભૌતિક અસ્તિત્વમાં નિરંતર રહે છે અને તેની વ્યથાથી પડિાય છે.” – શ્રીમદ્ ભાગવતમ્ ૮.૨૪.૫૧, ભાવાર્થ
“આધારભૂત શાસ્ત્રોમાં કોઈ પણ ઠેકાણે એમ કહ્યું નથી કે તમે ગમે તે કરો અને ગમે તેને ભજો તો પણ છેવટે તો એક જ ધ્યેય ઉપર પહોંચશો. આવી મુર્ખાઈભરી વિચારશ્રેણીઓ સ્વયં-સ્થાપિત ગુરુઓ કે જેને પ્રમાણભૂત ગુરુ-શિષ્ય પરંપરા સાથે કોઈ સંબંધ નથી, તેઓ રજૂ કરે છે.” – શ્રી ઈશોપનિષદ ૧૩, ભાવાર્થ
આધ્યાત્મિક જીવનમાં વાસ્તવિકપણે પ્રગતિ કરવા માટે, તે અનુભવવું અત્યાવશ્યક બને છે કે બનાવટી સંસ્થા અથવા કે બનાવટી ગુરુને સ્વીકારીને કોઈ પ્રત્યક્ષ લાભ નથી. એવું કરવાથી આપણે કેવળ શોષિત થઈશું (અથવા પોતાનું શોષક કરનારામાં પરિવર્તન થશે).
રિતવિક રોકો!
શ્રીલ પ્રભુપાદના દેહવિલય પછી, ઘણી મુર્ખાઈભરી વિચારશ્રેણીઓએ ગતિ પ્રાપ્ત કરી છે. અલબત્ત, આ બધા એમના શીખો અને એમના આંદોલનના નામે સંખ્યાબંધા ઉપસ્થિત થયા છે. અગાઉ આપણે ત્રણ, સૌથી વધારે આગળ પડતાં ઉપજાવી કાઢેલી તે વિષયાંતરો બાબત ઉલ્લેખ કર્યો છે, જેમાંથી પહેલાં બે નો આ દસ્તાવેજની પુરવણીમાં ખુલાસો અપાશે. ત્રીજો ઉપજાવી કાઢેલો વિષયાંતર વર્તમાન સમયમાં સંસ્થાગત થવા માંડે છે.
આ એક અપ્રાગટ્ય દીક્ષા ગુરુની વિભાવના આગળ ઠેલવે છે. તેના સભ્યો દાવો કરે છે કે શ્રીલ પ્રભુપાદ હવે આવા ગુરુ છે–અને વાસ્તવિક, તેઓ વંશજો માટે દીક્ષા ગુરુ છે. અમુક નેતાઓ આ નવા વિચારના (મોટા ભાગના તેમાંથી ખરી રીતે પ્રભુપાદના દીક્ષિત શિષ્યો છે–દીક્ષા મેળવી હતી એમના દ્વારા એમના વિશ્વ પર્યટન સમયે) મહાન કલહપ્રિયો છે. તેઓ તેમના મુદ્દાઓની દલીલ, આગળ ને આગળ, લાંબા સમય સુધી કર્યા રાખશે, પણ જે યોજના તેઓ વાપરે છે તે અનેક દાખલાઓમાં વિવેકહીન છે.
વાદવિવાદની પદ્ધતિઓના સતત બદલાતા સાંકડી ગલીઓમાં સંશોધન કરશું નહિ, અથવા તો આ વિવિરણનું કદ ઘાતાંકીય રીતે વધશે. બદલામાં, અમે સોળ અધિકૃત દૃષ્ટિબિંદુઓ રજૂ કરીશું જે સ્પષ્ટપણે દર્શાવશે કે એ તત્વજ્ઞાન-ગુરુ-વંશજો માટે– જે ખ્રિસ્તી પંથો વચ્ચે બહું પ્રચલિત છે (જેમાંથી કોઈ શંકા વગર રિતવીક પેદા થયું છે)–તેનો કૃષ્ણ ભાવનામૃત આંદોલન અંદર કોઈ સાચો પાયો નથી.
૧. ભગવાન દીક્ષા ગુરુને પ્રાગટ્ય સ્વરૂપમાં મોકલે છે. આ ત્યારે બને છે જ્યારે શિષ્ય તૈયાર હોઈ છે. દીક્ષા બાબત ઉપજાવી કાઢેલી વસ્તુઓ, ઉપર અને નીચેથી ભારના લીધે બાહ્ય રૂપ થાય છે. ઉપરથી ઉપજાવી કાઢેલી વસ્તુઓ ત્યારે બાહ્ય રૂપ થાય છે જ્યારે ( વાસ્તવિકપણે દીક્ષિત) ભક્તો શિષ્યોને માર્ગદર્શન આપવા ઇચ્છે છે–પણ એવું કરવા દીક્ષા બાબત અમુક પ્રકારની ઉપજાવી કાઢેલી વસ્તુની જરૂર પડે છે. નીચેથી ભાર ત્યારે આવે છે જ્યારે નવા લોકોં સાચા ગુરુને, શારીરિક રૂપમાં, સંપર્ક કરવાને અને દીક્ષા માટે એમને શરણાગત થવાને પૂરતા પ્રમાણમાં સંનિષ્ઠ હોતા નથી. તથાપિ, તેઓ હજુ પણ દીક્ષિત થવાની માગણી કરે છે.
“તો જો તમે ખરેખર કૃષ્ણ બાબત ઉત્સુક હોઉ તો કૃષ્ણ પોતાના પ્રતિનિધિત્વને મોકલી આપશે, અને એ (ગુરુ) તમારું ધ્યાન રાખશે. તે પ્રક્રિયા છે. જો તમે ગુરુને શોધી શકો નહિ, તો એનો અર્થ એ છે કે કૃષ્ણ હજી તમારાથી રાજી નથી. તમે ગંભીર નથી. – બજાજ અને ભુષણ સાથે વાતચીત સેપ્ટેમ્બર ૧૧, ૧૯૭૨, આર્લિંગટન, ટેક્સેસ
૨. વૈષ્ણવ લખાણોના દરેક ભાગમાં આપણે ભગવાનના “બાહ્ય પ્રગટ અસ્તિત્વનું”, એટલે કે ગુરુનું, ઉલ્લેખ શોધી શકીએ છીએ. એ પરિભાષા “બાહ્ય પ્રગટ અસ્તિત્વ” સ્વયં-સિદ્ધ છે. દીક્ષા ગુરુ ભગવાનના બાહ્ય પ્રાગટ્યના સ્વરૂપ છે અનેે તેમને ત્યાજ્વ અને ઢાંકવાની પ્રયાસ કરવા કરતાં આપણે કેવળ તે હકીકતને સ્વીકારવું જોઈએ.
“જ્યારે આપણે સંનિષ્ઠ હોઈએ છીએ ત્યારે કૃષ્ણ આપણને મદદ કરે છે, આધ્યાત્મિક ગુરુના બાહ્ય માર્ગદર્શન દ્વારા અથવા તો અંદરથી એમના (ભગવાનના) પરમાત્માના વિભૂતિ દ્વારા.” – પ્રદ્યુમ્નને પત્ર—વૃંદાબન ૨૫ ઑગસ્ટ, ૧૯૬૭
“આધ્યાત્મિક ગુરુ ભગવાનના બાહ્ય અસ્તિત્વના રૂપ છે. ભગવાન અંદર અને બહાર છે…અંદર અને બહારથી મદદ કરતા હોય છે. અંદર પરમાત્માના રૂપમાં અને બહાર આધ્યાત્મિક ગુરુ તરીકે. બંને રીતે. તો આપણે બંને રીત લેવી જોઈએ–અંદરથી અને બહારથી.” – વાતચીત જેમાં શ્રીમદ્ ભાગવતમ્ ૧.૨.૧-૩૪ ના વાચન અને સ્પષ્ટતાનો સમાવેશ થયો છે–એપ્રિલ ૧, ૧૯૬૯, સૅન ફાન્સિસ્કો
“કૃષ્ણ એટલા દયાળુ છે. એ તમને અંદર અને બહારથી કેળવવાની પ્રયત્ન કરે છે. એ પોતાના પ્રતિનિધિને શીખાડવા માટે મોકલે છે. તો એ બધા જીવોને સ્વગૃહે-ભગવાન પાસે લઈ આવા પ્રયત્ન કરે છે. બે રીતે: અંદરથી અને બહારથી.” – સવારની સહેલ—ડિસેમ્બર ૧૦, ૧૯૭૩, લૉસ એંજિલિસ
૩. શ્રીલ પ્રભુપાદે “શારીરિક આધ્યાત્મિક ગુરુ” નો દીક્ષા ગુરુ તરીકે સીધેસીધો ઉલ્લેખ કર્યો છે. આ સ્પષ્ટપણે દીક્ષા ગુરુના બાહ્ય અસ્તિત્વનો ઉલ્લેખ કરે છે.
“અગર ભગવાન જોશે કે તમે સંનિષ્ઠ છો, એ તમને આધ્યાત્મિક ગુરુ આપશે જે તમારું રક્ષણ કરી શકીશે. એ તમને અંદરખાનેથી અને બહારથી મદદ કરશે. બહારથી, આધ્યાત્મિક ગુરુના શારીરિક સ્વરૂપમાં, અને અંદરખાનેથી હૃદય અંદર આધ્યાત્મિક ગુરુ તરીકે.”- આઈરિશ કવિ, ડેઝમન્ડ ઑ ગે્રડિ સાથે વાતચીત — મે ૨૩, ૧૯૭૪, રૉમ
“શિષ્ય: ‘એમનો પ્રશ્ન હતો: ‘શું તમે તમારા હૃદય અંદર કોઈ આધ્યાત્મિક ગુરુને સ્વીકારીને દીક્ષા લઈ શકો, વાસ્તવિકપણે વગર લીધા…”?
પ્રભુપાદ: ‘આ બધા બનાવટી સિદ્ધાંતો છે. તેનો કોઈ અર્થ નથી. એ કાંઈ નથી જાણતો. જો તમે તમારા અંદર એવું વિચારો કે, ‘હું ખાઈ રહ્યો છું,” તો શું તમને સંતોષ થશે? તમે તીવ્ર તંગી અનુભવશો! અને માત્ર વિચારવું, ‘મેં બધું ખાઈ લીધું છે.’ શું એ બહુ સારી યોજના છે? તમને ખાવું પડશે જ. આપણે આવી બધી બનાવટી સિદ્ધાંતો કહેતા નથી…તે લોકો એવું કહે છે,” ગુરુની કોઈ જરૂરત નથી.” શ્રીમદ્ ભાગવતમ્ ૬.૧.૧ ઉપર ભાષણ –મૅલ્બર્ન, મે ૨૧, ૧૯૭૫
“શિષ્ય: ‘હાં સાચી વાત છે. તેઓ વિચારે છે કે કૃષ્ણ હૃદય અંદર છે અને તમે તે રીતે દીક્ષા સ્વીકાર કરી શકો છો.”
પ્રભુપાદ: ‘તમે જાણતા નથી કે હૃદય અંદર કૃષ્ણને ક્યાં શોધી કાઢવું.” – સવારની સહેલ–મે ૨૨, ૧૯૭૫, મૅલ્બર્ન
૪. તે વેદિક અને વૈષ્ણવ પ્રણાલી છે કે બંને ગુરુ અને સંભાવ્ય શિષ્ય થોડા સમય માટે એક બીજાનું અધ્યયન કરે. આવું, બંનેને એક બીજાના ગુણો પારખવાની છૂટ આપે છે. વંશજો-ગુરુની વ્યવસ્થા આવી તક આપતી નથી:
“એવું કહ્યું છે કે એક વર્ષ સુધી શિષ્ય અને ગુરુએ એક સાથે મળવું જોઈએ…અભિલાષી શિષ્ય શ્રવણ કરશે અને તે અધ્યયન કરશે તે જાણવા કે એ (ગુરુ), ગુરુ બનવા માટે પાત્ર છે . એ જ રીતે, ગુરુ પણ અધ્યયન કરશે તે જાણવા કે જો એ (શિષ્ય બનવા માટે) પાત્ર છે…” – સવારની સહેલ—માર્ચ ૨૩, ૧૯૭૪, બૉમ્બે
“જ્યારે કોઈને માલિક સ્વીકૃત કરો છો ત્યારે તમને એમના બયાનને સ્વીકારવાના હોય છે. ચર્ચાનો કોઈ સવાલ ઉઠતો નથી. આવો સંબંધ શિષ્ય અને ગુરુ વચ્ચેનો છે. તેથી, પ્રક્રિયા એ છે કે કોઈ વ્યક્તિને ગુરુની જેમ સ્વીકારવા પહેલાં, વ્યક્તિએ ગુરુના સ્થિતિનું અધ્યયન કરવું જોઈએ.” – યોગના વિદ્યાર્થી સાથે રુમ કૉન્વર્ઝેશન, માર્ચ ૧૪, ૧૯૭૫, ઈરાન
૫. ગુરુનો કર્તવ્ય છે–કોઈ અનિશ્ચિત શરતો પર નહિ—-સીધેસીધા એના શિષ્યના દોષને કાઢવાનો, સુધારવાનો અને ઠપકો આપવાનો. જો ગુરુ પ્રાગટ્ય અસ્તિત્વ છોડી ગયા હોઈ તો કહેવાતા “દીક્ષિત શિષ્યો” માટે તેવું બહું અનુકૂળ હોઈ છે.
“ખરેખર તે આધ્યાત્મિક ગુરુનો કર્તવ્ય છે એના વિદ્યાર્થીઓમાં દોષ શોધી કાઢવાનો કે જેથી તેઓ પ્રગતિ કરી શકે. એવું નથી કે તે હંમેશાં બધાને વખાણશે.” – ગીરિરાજને પત્ર—લૉસ એંજિલિસ ૨૪ મે, ૧૯૭૨
૬. જ્યારે દીક્ષા ગુરુ શારીરિક પ્રાગટ હોઈ છે, ત્યારે એ પોતાના શિષ્યના વિકર્મોને પોતાના દેહ અંદર શોષી લે છે. સ્પષ્ટરૂપે આ વિષયને અમુક તબક્કે જ સમજી શકાય છે. અંતે, તે અકલ્પ્ય છે. તથાપિ, તે બંને હકીકત અને માનક રહે છે. કેટલાક કાર્મિક ગૂંચવણો અને કર્તવ્યોને પરિપૂર્ણ કર્યા વિના, પ્રગતિ કરવા માટે શિષ્યની જરૂરિયાત હોઈ છે કે તેના પાપકર્મો દૂર થઈ જાય. ગુરુ એના દીક્ષિત શિષ્યના બંને સારા અને દુષ્ટ કર્મદોષોને શોષીને ખૂબ જ મદદ કરે છે.”
“તો ગુરુ બનવું એટલું સહેલું કામ નથી. શું તમે જોઈ શકો છો? એને બધા ઝેરો લેવા પડે છે અને શોષી લેવા પડે છે.” – બૉબ કોહૅન સાથે વાતચીત—ફેબુ્રઆરી ૨૭-૨૯, ૧૯૭૨ માયાપુર
“ક્યારેક પીડા હોય છે કે જેથી શિષ્ય જાણી શકે કે, ‘આપણા પાપકર્મોના લીધે, મારા આધ્યાત્મિક ગુરુ પીડા સહન કરી રહ્યા છે.” – બૉબ કોહૅન સાથે વાતચીત—ફેબુ્રઆરી ૨૭-૨૯, ૧૯૭૨ માયાપુર
૭. ગુરુની ચોપડીઓ વાચીને તમે એના ખરા સ્થિતિનો અનુભવ કરી શકીશો, પણ એના સંપર્કમાં આવું સામાન્યત: વધારે ભારે અનુભવ થશે.
“ગુરુનો અર્થ થાય વજનદાર, જે તમારા કરતા બહેતર જાણતો હોય છે.” – સવારની સહેલ–માર્ચ ૨૫, ૧૯૭૪, બૉમ્બે
૮. જ્યારે તમારા દીક્ષા ગુરુ શારીરિક અસ્તિત્વમાં હોઈ છે ત્યારે મહત્વના ફાયદાઓ હોય છે. એ અંતિમ લવાદ તરીકે કાર્ય કરી શકે છે. એ ભ્રમણાઓને સીધેસીધાં દૂર કરી શકે છે–જ્યારે તેમના ચોપડીઓની સાથે મસલત કરવી, તેને પૂર્ણ કરશે નહિ. એ ઉપજાવી કાઢેલી વસ્તુઓેને ઊગતાં જ ડામી નાખશે.
“જ્યારે તમે સમજી શકો નહિ ત્યારે તમને તમારા આધ્યાત્મિક ગુરુ પાસેથી તેને સમજી લેવું જોઈએ.” – રુમ કૉન્વર્ઝેશન—ડિસેમ્બર ૧૨, ૧૯૭૦, ઈંન્દોર
“એવું નથી કે બધી જ વસ્તુઓનો સમાવેશ ભગવદ્-ગીતા અંદર થવો જોઈએ. એના પરિણામ રૂપે, આધ્યાત્મિક ગુરુની જરૂરિયાત છે.” – ર્વૃંદાબન ચંદ્રને પત્ર–લૉસ એંજિલિસ ૧૯ જુલાઈ, ૧૯૭૦
“એવું કહેલું છે કે જેઓ ભગવાનની સેવામાં શુદ્ધ પ્રેમ અને ભક્તિ સાથે જોડાયેલા છે–તેઓને તેમના હૃદય અંદરથી આજ્ઞા આપવામાં આવે છે. તેમ છતાં તમને મારી સાથે તપાસવું જોઈએ.” – કરણધરને પત્ર–બૉમ્બે ૧૩ નવેમ્બર, ૧૯૭૦
“તમે ઘણી બધી યોજનાઓ બાબત વિચારો છો પણ, મારી સાથે મસલત કર્યા વિના, કોઈ પણ ઠરાવ કરતા નહિ…મને ખબર નથી કે કેવી રીતે તમે મને પૂછ્યા વગર આવું કરવાની હિંમત કરી…” – મુકુંદને પત્ર–લૉસ એંજિલિસ ૧૨ જાન્યુઅરી, ૧૯૭૪
૯. આપને વ્યક્તિગત રૂપમાં અસ્તિત્વ ગુરુની જરૂર પડે છે કે જેથી એના દાખલાથી આપણે સીધેસીધાં શીખી શકીએ. બદ્ધ જીવોને દાખલાઓ જોવાથી લાભ થાય છે:
“અગર સમજવામાં કોઈ તકલીફ છે, તો આપણે આધ્યાત્મિક ગુરનેુ પૂછવું જોઈએ…આપણે જોવું જોઈએ કે કંઈ રીતે શાસ્ત્રોના આદેશ સંત માણસો દ્વારા અનુસરવામાં આવે છે.” શ્યામસુંદર સાથે ચર્ચાવિચારણા – હૅન્રી બર્ગસન્
૧૦. જ્યારે આધ્યાત્મિક ગુરુ પ્રાગટ્ય અસ્તિત્વમાંથી જતા રહે છે ત્યારે એમનો વારસો (એમના વારસાને અમલ કરવાનો અવસર) એમના શિષ્યો ઉપર મૂકાય છે. સ્થાપકના વારસાને અસ્પૃષ્ટ રાખવી એ તેમની ફરજ છે. જ્યારે તેમાંથી કોઈ પણ ગુરુ થવા યોગ્ય બને છે–તેમણા ગત પામેલા ગુરુના વિશિષ્ટ આદેશો અને માર્ગદર્શક સૂચનાઓ પ્રમાણે–ત્યારે આવો શિષ્ય સંપ્રદાયમાં વર્તમાન સાંકળની કડી બને છે. આ વૈષ્ણવ પદ્ધતિ છે. તેથી દીક્ષા તે વર્તમાન સાંકળની કડી પાસેથી લેવાની હોઈ છે.
દીક્ષા, જતા રહેલા આધ્યાત્મિક ગુરુ પાસેથી લેવાની હોતી નથી, ભલે તેઓ આચાર્યોની કતારમાં છેલ્લા કડી હતા. સંભાવ્ય શિષ્ય, જે ગુરુ-શિષ્ય પરંપરામાં પ્રવેશ કરવા ઈચ્છે છે, એ જતા રહેલા આધ્યાત્મિક ગુરુના માર્ગદર્શનને તેના શીખો દ્વારા સ્વીકારી શકે છે–અને, અલબત્ત, આવું કરવા માટે તેને પ્રાત્સાહન અપવામાં આવે છે. શ્રીલ પ્રભુપાદ આપણા બધા માટે શિક્ષા-ગુરુ છે. પ્રાગટ્ય અસ્તિત્વ છોડી જવા પછી તેઓ નવા લોકો માટે દીક્ષા-ગુરુ નથી.
૧૧. દીક્ષા-ગુરુ એના શિષ્યને શુદ્ધતા માટે મંત્રો આપે છે અને આ મંત્રો ત્યારે પ્રાપ્ત થાય છે જ્યારે ગુરુ એના શિષ્યને દીક્ષા આપે છે:
“કોઈ એક જણ કોઈ છાપેલો મંત્ર, અમુક ઠેકાણેથી સ્વીકાર કરી શકે છે, પણ તેને ગુરુ-શિષ્ય પરંપરાની કડી દ્વારા સ્વીકાર્યા વગર, જે મંત્ર જપ કરવામાં આવશે તેનો પરિણામ કંઈ મળશે નહિ જો તેને ગુરુ-શિષ્ય પરંપરા વગર સ્વીકારવામાં આવશે તો.” – શ્રીમદ્ ભાગવતમ્ ૪.૮.૫૩, ભાવાર્થ
બધાં ભક્તો હજી પણ એ મંત્રોનું જપ કરી શકે છે જે પ્રભુપાદે આપણને રજૂ કર્યા હતા, અને તેથી આધ્યાત્મિક લાભ થશે. હરે કૃષ્ણ મંત્રના દ્વારા વિશુદ્ધતા, કેવળ આ સ્તરના ગુરુની દીક્ષા મેળવવા ઉપર આધારિત નથી. જ્યારે પ્રાગટ્ય ગુરુ મંત્રિક દીક્ષા બજાવે છે, ત્યારે વિશુદ્ધતાની પ્રક્રિયા ઝડપથી આગળ વધે છે. પ્રભુપાદની ચોપડીઓ અને ટેપો દ્વારા આ મંત્રોને સ્વીકારવું હજુ પણ જોકે, વિશ્વાસપાત્ર છે. મંત્રોનો જપ કરી શકાય છે, કારણકે તેમને ગુરુ-શિષ્ય પરંપરા દ્વારા સ્વીકારવામાં (એ રીતે) આવ્યા છે. આ ગ્રંથ ભાગવત દ્વારા સંપ્રદાય ની કડી છે.
ગ્રંથ ભાગવત ને સમર્પિત થઈને; વર્તમાન સમયમાં રિતવીક દ્વારા ભ્રમણામાં મૂકાયેલા બધા ભક્તોને હજુ પણ તે બધા ફાયદાઓ પ્રાપ્ત થઈ શકે છે જે તેઓ શોધી રહ્યા છે (જતા રહેલા આધ્યાત્મિક ગુરુ પાસેથી કહેવાતા દીક્ષાની દલીલ કરીને પ્રાપ્ત થતા અનાધિકૃત સામાજિક ફાયદાઓ સિવાય).
પદ્મ પુરાણમાં પણ કહ્યું છે, સંપ્રદાય-વિહીના યે મંત્રાસ્તે નિષફલા મતા: ચાર સંપ્રદાય અથવા ગુરુ-શિષ્ય પરંપરાઓ છે…જો કોઈ આધ્યાત્મિક શક્તિમાં પ્રગતિ કરવા ઇચ્છતો હોય, તો તેણે આવા અધિકૃત સંપ્રદાયઓમાંથી કોઈ પણ એક પાસેથી તેના મંત્રો સ્વીકારવાના હોય છે; અથવા તો તે ક્યારેય સફળતાથી આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરી શકશે નહિ.” – શ્રીમદ્ ભાગવતમ્ ૬.૮.૪૨ ભાવાર્થ
૧૨. ખોટી રીતે દીક્ષા ગુરુ હોવાની અને એને પાસેથી દીક્ષા લેવાની (અયોગ્ય દીક્ષા) દલીલ કરવી એ બહું જોખમભર્યું છે.
“કોઈ વ્યક્તિ જો યોગ્ય રીતે દીક્ષિત થયો હોય નહી તો એ ફરીથી પ્રાણી જાતિમાં ઉતરી શકે છે.” – શ્રી ચૈતન્ય ચરિતામૃત ૧૫.૧૦૮ ભાવાર્થ
૧૩. પ્રાગટ્ય સ્તર પર પ્રાગટ્ય ગુરુ દ્વારા કરેલી દીક્ષા વિધિની આધ્યાત્મિક યોગ્યતા હોય છે.
“હવે બીજી દીક્ષા, અધિકૃત રીતે વિધિ તરીકે કરવામાં આવશે. અવશ્ય તે વિધિની યોગ્તા છે કારણકે નામ, પવિત્ર નામને ગુરુ-શિષ્ય પરંપરાથી સોપવામાં આવશે.” તમાલ કૃષ્ણને પત્ર—-મૉન્ટરિઅલ ૧૯ ઑગસ્ટ, ૧૯૬૮
૧૪. જ્યારે કોઈ વ્યક્તિ ઉપજાવી કાઢે છે કે એને અપ્રાગટ્ય ગુરુ પાસેથી દીક્ષા સ્વીકારી છે, ત્યારે એ ઉપજાવી કાઢેલી વાત ગુરુની સાથે મસલત કર્યા વિના થાય છે. કહેવાતો દીક્ષિત શિષ્ય સહેલાઈથી ધારશે કે ગુરુએ તેના (શિષ્યી) માટે જવાબદારી લીધી છે. ખરા વૈષ્ણવ પદ્ધતિમાં, શિષ્ય જાણે છે કે ગુરુએ જવાબદારી લીધી છે, કારણકે તેમના દ્વારા દીક્ષિત થવાની પરવાનગી, પ્રાગટ્ય સ્તર પર આધ્યાત્મિક ગુરુ, શિષ્યને મંજૂર કરે છે.
“આશ્રય લેવા પર, આધ્યાત્મિક ગુરુ અને કૃષ્ણ તમારા પાપકર્મોની જવાબદારી લઈ છે. જો તમે કોઈ પાપ ફરીથી કરો, તો આધ્યાત્મિક ગુરુ તમારા પાપકર્મ બાબત જવાબદાર બને છે…તમારા સિફારસથી, હું શ્રીમાન પૉલ ઝરૉનીને મારો શિષ્ય તરીકે સ્વીકારવા બહું રાજી થઈશ.” – બટુ ગોપાલ ને પત્ર—લૉસ એંજિલિસ ૨૨ ઑગસ્ટ, ૧૯૭૨
“જો કોઈ જવાબદાર હોય તો કોઈ એવું હોવું જોઈએ જેને તમે જવાબદાર હોઈ શકો.” – જ્ઞાનની શોધ ૬, પશ્ચિમ તત્વજ્ઞાન અને વિજ્ઞાન ઉપર ચર્ચાવિચારણા–જૅાન-પૉલ સાર્ટે્ર: શું પરમ અસ્તિત્વ અનસ્તિત્વ છે?
૧૫. જ્યારે કોઈ વ્યક્તિ એમ વિચારે છે કે એ અપ્રાગટ્ય ગુરુનો શિષ્ય છે તો એ કઈ રીતે તાલીમ મેળવી શકે છે? વૈષ્ણવો માટે પ્રાગટ્ય અસ્તિત્વમાં ગુરુ પાસેથી વ્યક્તિગત રીતે તાલીમબદ્ધ થવું બહું જરૂરી છે.
“શું આ જગત અંદર એવું કંઈ પણ છે જે ગુરુ વિના સમજી શકાય છે? ભલે તમે સામાન્ય સુથાર પણ બની જાવ, તમને એક નિષ્ણાત સુથાર પાસેથી શીખવું પડશે.” – રુમ કૉન્વર્ઝેશન—ફેબ્રુઆરી ૧૫, ૧૯૭૫, મેક્સિકો
“રુપ ગોસ્વામીએ કહ્યું છે કે પહેલો ધંધો એ આધ્યાત્મિક ગુરુને સ્વીકારવાનો છે. આદૌ ગુર્વ-આશ્રયં. કોણ તેને તાલીમ આપશે? એ પહેલેથી મૂર્ખ, બદમાશ છે. એને તાલીમબદ્ધ થવું પડશે. એટલે કૃષ્ણના કોઈ પ્રતિનિધિ દ્વારા તેને તાલીમબદ્ધ થવું પડશે.” – સવારની સહેલ–મે ૨૨, ૧૯૭૫, મૅલબર્ન
એવા દાખલાઓ છે જેમાં મૃત્યુ સમયે કોઈ જીવ પાછો ભગવત ધામ જાય છે, ભલે તે એના જીવનભર દરમ્યાન, કૃષ્ણ ભાવનામૃતમાં તાલીમબદ્ધ થયો હોઈ નહિ. જે કોઈ મરણ સમયે કૃષ્ણને સ્મરે છે તે કૃષ્ણને પામે છે. તો વિશેષ કૃપા હંમેશાં હોઈ છે. જોકે, પ્રાગટ્ય આધ્યાત્મિક ગુરુ દ્વારા તાલીમ મેળવવાની માનક પદ્ધતિ હજી પણ સૂચવી છે. તેને અનુસરવાથી વિશ્વસનીય નતીજો ઉત્પન્ન થાય છે.
૧૬. દૂરના ભૂતકાળમાં, એવા અમુક દાખલાઓ હતા જેમાં ભક્તાએ દીક્ષા મેળવી હતી સીધેસીધી ભગવાન પાસેથી અથવા કે કોઈ અપ્રાગટ્ય-ગુરુ (દ્રવ્ય સ્તરની પેલી પાર) પાસેથી. આવા બધા વિરલ પ્રસંગોમાં ઘણી વિશિષ્ટ ઘટનાઓ સંડોવાયેલી છે. એમના દીક્ષા પહેલાં આવા બધા શિષ્યો ઉદાત્ત આધ્યાત્મિક સ્તર પર હતા. આવા વિરલ પ્રસંગની સંસ્થાકરણ બંને વિસંગત અને આઘાતજનક છે. એવી વિચારણા કે આવા વિશિષ્ટ ઘટનાઓ, આ વખતે મોટા પાયેે લાગું પડે, એ ભૂલભરેલું છે.
“કોઈએ જોકે પોતાને બ્રહ્મના સ્તરે (જેને માત્ર આવી ખાસ દીક્ષા પ્રાપ્ત કરી હતી હજારો વર્ષ પહેલાં), ભગવાન દ્વારા સીધે અંદરથી દીક્ષા મેળવી હતી, તેમ વિચારવું જોઈએ નહિ, કારણકે વર્તમાન સમયમાં કોઈને પણ બ્રહ્મ જેવા શુદ્ધ એમ સ્વીકાર કરી સકાય નહિ.” – શ્રીમદ્ ભાગવતમ્ ૨.૯.૭, ભાવાર્થ
“તો તમે કૃષ્ણને શારીરિક રીતે મળી શકશો નહિ. પણ ઉચ્ચતર કક્ષાએ, તમે મળી શકો છો. પણ સ્વીકારવું કે તમે મળી શકશો નહિ…તમને એના પ્રતિનિધિત્વના સંપર્કમાં રહેવું જોઈએ, (જે) ગુરુ-શિષ્ય પરંપરામાં આવે છે.” – ભારતીય મહેમાન સાથે રુમ કૉન્વર્ઝેશન–જુલાઈ ૧૧, ૧૯૭૩, લન્ડન
રિતવીકના નેતાઓ અને અનુયાયીઓ પ્રક્રિયાને સંસ્થાગત કરવાની કોશિશ કરી રહ્યા છે. સ્પષ્ટરૂપે, તેમના ખ્રિસ્તી મિત્રોએ તેમના માટે એક દાખલો તૈયાર કરી રાખ્યો છે, પણ દિવ્ય વૈષ્ણવ પદ્ધતિ અર્વાચીન યુગના ખ્રિસ્તી વૃત્તાન્તો સમાન નથી. ભલે વ્યક્તિગત ભગવાનમાં વિશ્વાસ સમાન હોઈ શકે છે, વૈષ્ણ ધર્મ અને કહેવાતા ખ્રિસ્તી ધર્મ વચ્ચે ઘણી આંતરિક ભિન્નતા છે. નવા ભક્તો માટે દીક્ષા પદ્ધતિને સંસ્થાગત કરવાની યોજના પાછળ-—જેમાં તેમને સમજાવવામાં આવે છે કે તેઓએ અપ્રાગટ્ય ગુરુ પાસેથી દીક્ષા મેળવી છે (વર્તમાન કિસ્સામાં, શ્રીલ પ્રભુપાદ)—-કોઈ સાચી અધિકૃતિ નથી. બેશક, શ્રીલ પ્રભુપાદે તેને અધિકૃત કર્યો નથી, જોકે આ નવા તત્વજ્ઞાનના અમુક નેતાઓ એમના શબ્દોને એવી રીતે વિકૃત કરે છે કે જેથી મંદ-બુદ્ધિવાળા માને છે કે તેઓએ એવું કર્યું હતું.
આપણા ખ્રિસ્તી મિત્રો એવી કલ્પના કરતા હશે કે તેઓ ભગવાન ઈસુ ખ્રિસ્ત દ્વારા દીક્ષિત (બાપ્તિસ્માનો સંસ્કાર અપાયો છે અથવા ફરી જન્મ લીધો છે) થયા છે, પણ એનો અર્થ એ નથી કે કૃષ્ણ ભાવનામૃતના ભક્કતોએ પણ એવું માનવું જોઈએ. અલબત્ત, પ્રભુપાદે જતા રહેલા આધ્યાત્મિક ગુરુ દ્વારા દીક્ષિત થવાની આ યોજના વિરુદ્ધ કેટલાક સ્વયંસિદ્ધ વિધાનો આપ્યા છે (દાખલા તરીકે, પ્રભુપાદે તે ભ્રમણાનો ઉપહાસ કર્યો હતો કે ખ્રિસ્ત કેવી સહેલાઈથી એના અર્વાચીન-યુગના અનુયાયીઓના પાપકર્મો લઈ રહ્યા છે). કારણકે આપણે ખ્રિસ્તીઓને ઉશ્કેરાવો જોઈએ નહિ એટલે એનો અર્થ એમ નથી કે આપણે કૃષ્ણ ભાવનામૃત આંદોલન અંદર સમાન ભ્રમણાઓને નિરંકુશપણે જવા દેવો જોઈએ.
વૈષ્ણવ ધર્મના ઇતિહાસમાં કોઈ પણ સંપ્રદાયે એવી પદ્ધતિ યોજવી નથી કે જેમાં કોઈ રિતવીક કોઈ જતા રહેલા ગુરુ નિમિત્તે દીક્ષા બજાવે છે. પ્રભુપાદ જ્યારે પ્રાગટ્ય રૂપમાં ઉપસ્થિત હતા ત્યારે એમને પોતાના અમુક શિષ્યોને રિતવીક થવાની અધિકૃતિ આપી હતી અને તેઓએ એમના નિમિત્તે દીક્ષા વિધિ બજાવી હતી. ગુરુની ઉપસ્થિતિ દરમ્યાન તે અધિકૃત છે. પછી, જ્યારે તેઓ આ જગત છોડીને જાય છે ત્યારે તે એમ અધિકૃત હોતી નથી.
ધર્મ અને પ્રભુસેવાવૃત્તિ વિષે
સાચું ધર્મ એવા તત્વજ્ઞાન (સંપૂર્ણ સત્ય), શ્રદ્ધા અને ઉપાસનાની એવી પદ્ધતિ છે જે તેના અનુષંગીને ભગવાનનો પે્રમી બનવામાં અને પાછા સ્વ-ગૃહે ભગવાન પાસે જવામાં, સહાયતા કરે છ. લક્ષ્ય એ છે કે મૃત્યુ પહેલાં પણ ભગવાનના દર્શન કરવા. સાચો ધર્મ સંપૂર્ણ તત્વજ્ઞાન ઉપર આધારિત હોવો જ જોઈએ. કેમકે ભગવાન સનાતન છે, સાચું ધર્મ પણ સનાતન અથવા સંપૂર્ણ છે. સાચા ધર્મ માટે ખામી વિનાના તત્વજ્ઞાન, સંપૂર્ણ તત્વજ્ઞાનની જરૂર પડે છે. તત્વજ્ઞાન વિનાનો ધર્મ બહુ જલદીથી લાગણીમાં ફરી જાય છે. આવા દાખલાઓમાં, ધર્મ તેનો પૂરો ભાર આચારપદ્ધતિઓ, વિધિઓ, ઉપાસકમંડળો, ઇત્યાદિ ઉપર મૂકે છે. સૌથી ખરાબ કિસ્સાઓમાં, તત્વજ્ઞાન વિનાનો ધર્મ ધર્માંધતાનું રૂપ ધારણ કરે છે. આપણે આધ્યાત્મિક જ્ઞાનમાં વિકારક બની જવું જોઈએ અન્યથા આપણે કેવળ જુગાર કરી રહ્યા છીએ જ્યારે આપણે કોઈ પણ સમયે કોઈ પણ જૂથ અથવા કોઈ પણ નેતા સાથે સંબંધિત થઈએ છીએ.
જ્ઞાન જેથી જડ ઘાલી બેસી શકે અને ઊગી શકે તે માટે જે વ્યક્તિ જ્ઞાન મેળવી રહ્યો છે, તેની પાસે પ્રભુસેવાવૃત્તિ હોવી જોઈએ. કૃષ્ણ ભાવનામૃતની પદ્ધતિ લાગણી ઉપર આધારિત નથી; તે સેવા ઉપર આધારિત છે. તમે તમારા કાનોથી કંઈ સાંભળી શકો છો, અથવા કે તમે તમારી આખોથી કંઈ અન્યથા વાચી શકો છો, પણ જો તમારી પાસે સેવાવૃત્તિ હોઈ નહિ તો તે જ્ઞાન ચિરાડ પડેલા વાસણની અંદર જેમ પાણી હોય તેમ કાર્ય કરશે. તે સહેલાઈથી પ્રવાહીને પસાર થઈ જશે, અને તમે તેને ખોઈ નાખશો. સેવા હોવી જ જોઈએ. એટલે કૃષ્ણ ભાવનામૃતનું બીજું નામ ભક્તિમય સેવા છે. જ્યારે કોઈ ચઢિયાતા ભક્તને સેવા અર્પણ કરવામાં આવે છે અને/અથવા કોઈ આધારભૂત સંસ્થાને, ત્યારે જે વ્યક્તિ તે સેવાને અર્પણ કરે છે, તે જ્ઞાન મેળવે છે અને તેનો આધ્યાત્મિક ઉદ્ધાર થાય છે.
આ સેવાવૃત્તિ કાર્ય કરી શકે તે માટે ચાલક બળ સાચી હોવી જોઈએ. ભક્તિમય સેવાને સકામ કર્મોથી ઢાંકવું જોઈએ નહિ. તે બંને પૂર્ણ રીતે સુસંગત નથી. સકામ કર્મોમાં ભૌતિક હેતુનો સમાવેશ થાય છે. ભક્તિમય સેવાને આધ્યાત્મિક ચાલક બળની જરૂર પડે છે. કોઈ પણ ચાલક બળ જે કૃષ્ણ ભાવનામૃતના ઉચ્ચતર સ્તર પર પ્રગતિ કરવા માટે હોય છે તે આધ્યાત્મિક ચાલક બળ છે.
સ્પષ્ટરૂપે, નિખાલસતા અને ઉદ્દેશ્યની ગંભીરતામાં, વ્યક્તિના ચાલક બળનો અને તે વ્યક્તિ તેનો ફળ તરીકે, ખરું જોતા, શું પામશે, આ બંનેનો સમાવેશ થાય છે. સાચી ભક્તિમય સેવા ચાલક બળને શુદ્ધ કરી નાખવા કાર્ય કરે છે. ચાલક બળને શુદ્ધ કરવાનો પ્રયાસ ભક્તિમય સેવામાં સાચી પ્રવૃત્તિઓને વધારવામાં પરિણમે છે. દુશ્ચક્રથી તદ્દન ભિન્ન, તે ઉપર લઈ જનારું ભમરિયું છે. તેઓ અતૂટ જોડાયેલા છે અને બંને બે મહ_વના ઉદ્દેશ્યોને પૂર્ણ કરવામાં, એક સાથે કાર્ય કરે છે.
આ ઉદ્દેશ્યોમાંથી એક, સ્પષ્ટરૂપે, હકારાત્મક છે અને બીજું નકારાત્મક દેખાઈ છે (અથવા, તદ્દન બરાબર, અટકાવનારું). તેઓ બંને દિવ્ય દૃષ્ટિએ હકારાત્મક છે. સાચી સેવાવૃત્તિ, શુદ્ધ ચાલક બળ સાથે એકત્રિત કરી, ભક્તને કૃષ્ણ ભાવનામૃતમાં પ્રગતિ કરવાની પરવાનગી આપે છે. સાચી સેવાવૃત્તિ, શુદ્ધ ચાલક બળ સાથે એકત્રિત કરી, વાઇલ્ડ-કાર્ડ ગુરુનો શિકાર બનવાથી, સંસ્થાગત ભ્રમણાઓથી, અથવા કે એ કલ્પનાથી કે એ પોતાના જાતને, જતા રહેલા આધ્યાત્મિક ગુરુ દ્વારા દીક્ષા મેળવવાની ઘોષણા કરી શકે છે, આ બધાથી ભક્તનું રક્ષણ પણ કરે છે.
સેવાવૃત્તિ સમર્પિત થવાને સમાન નથી, પણ સેવાવૃત્તિ સમર્પણમાં દોરવી શકે છે. સેવાવૃત્તિ ભૌતિક સ્તરે પણ હાજર હોય શકે છે. એવા દાખલાઓમાં, સેવાવૃત્તિ અવશ્ય આધ્યાત્મિક હોતી નથી. તથાપિ, અનેક દાખલાઓમાં તે હજુ પણ ઉદ્ધાર કરી શકે છે–ખાસ કરીને સેવા, જો સત્વ ગુણમાં હોય તો. આધ્યાત્મિક જીવનમાં સેવાવૃત્તિ હંમેશાં ઉદ્ધાર કરનારું અને શક્તિ આપનારું હોય છે, ભલે અવારનવાર અમુક મુશ્કેલીઓ સંખ્યાબંધ દેખાવા લાગે.
અમુક ભલામણો
આ વિવરણમાં કેટલાક મહત્વના વિષયોનું વર્ણન કર્યા પછી, હવે આપણે સંક્ષેપમાં તમારા માટે થોડી ભલામણો હાજર કરીએ છીએ:
૧. અધિકૃત મંત્રોનો જપ કરશો. ખાસ કરીને, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે/ હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે, મંત્રનો જપ આધ્યાત્મિક દૃષ્ટિએ લાભદાયક છે. આ મહા મંત્રને વ્યક્તિગત રીતે પણ જપ કરી શકાય છે; તનું જપ કરવા માટે તમને કોઈ જૂથની જરૂર પડશે નહીં. તમારા ફલૅટ અથવા ઘરની એકાંત જગ્યામાં માળા ઉપર જપ કરવું પણ બહું સહાયક થઈ પડશે. આ જપ ભક્તોને, ભલે દીક્ષિત, અદીક્ષિત કે પતિત, બધાને મદદ કરશે.
૨. એક કડક શાકાહારી બનો: કોઈ માંસ, માછલી અથવા ઇંડા નહિ. આ તમને સત્વ ગુણના સ્તરે પહોચવામાં મદદ કરશે. બધા માંસાહારીઓ રાજસિક અને તામસિક ગુણોમાં ફસાયેલા છે. માંસાહારીઓ તામસિક ગુણોમાં બહુ વધારે ફસાયેલા છે, જેની નારકી પ્રતિક્રિયા હોય છે.
૩. બધા જાતના આવેશોને છોડી દેવું, ખાસ કરીને ભ્રમોત્પાદક ઉત્તેજકો. બધા જાતના તમાકુ, મદ્ય, જવનો શરાબ, જે છેવટે ચેતનાને તામસિક ગુણમાં લઈ આવે છે. તેઓ વિનાશક અને ઝેરી છે.
૪. કોઈ પણ જૂથ અથવા સંસ્થાથી દૂર રહેવું જે સંપૂર્ણ તત્વજ્ઞાનને ઢાંકે છે.
૫. બધા વાઇલ્ડ-કાર્ડ ગુરુઓથી દૂર રહેવું.
૬. રિતવીકને રોકો!
૭. આધ્યાત્મિક જીવનમાં સેવાવૃત્તિ વિકસાવવો.
૮. જો તમે સાચા ભક્તોને શોધી શકો છો જેમણે કૃષ્ણ ભાવનામૃતના સંપૂર્ણ તત્વજ્ઞાનમાં બદલાવ કર્યો નથી, તો એવા ભક્તોનો સંગ કરશો–ખાસ કરીને અગર તેઓ આધ્યાત્મિક જ્ઞાન અને આધ્યાત્મિક જીવનમાં તમારા કરતાય વધારે પ્રગતિશીલ હોય.
૯. જ્યારે તમને આંતરિક અનૂભવો અને માર્ગદર્શક સૂચનાઓ મળે છે, ત્યારે જુઓ કે તેઓ યોગ્ય રીતે વેદિક અને વૈષ્ણવ બોધ સાથે મળે છે.
૧૦. ગ્રંથ ભાગવતથી પરિચિત થઈ જાવ.
હકારાત્મક ભલામણો એ છે જે દર્શાચે છે કે કઈ પવૃત્તિઓ કરવી જોઈએ. કહેવાતા નકારાત્માક ભલામણો એ છે જે દર્શાવે છે કે શેનાથી દૂર રહેવું જોઈએ. ૐ તત્ સત. હરે કૃષ્ણ.
પહેલી પુરવણી
બે પ્રકારના બનાવટી ગુરુઓ
બે મુખ્ય જાતના બનાવટી ગુરુઓ છે: એક વાઇલ્ડ-કાર્ડ ગુરુ અને બીજો સંસ્થાગત ગુરુ. બંને માયાના શક્તિશાળી પ્રતિનિધિઓ છે, અને તેઓે નવા જ્ઞાનવાદીઓને સંપૂર્ણ સત્યના માર્ગે બંને ભમાવે છે અને ખોટી કરે છે.
સૌ પ્રથમ, આપણે વાઇલ્ડ-કાર્ડને જાણી લઈએ. આવા શક્તિશાળી અને પ્રભાવી વ્યક્તિત્વવાળા માણસો, વ્યક્તિત્વ-માર્ગનું અને પોતાની આસપાસ રહસ્યાત્મકતાનું સર્જન કરે છે. અવિચારી અને સાથે સાથે ભિન્ન પ્રકારની દેખીતી રહસ્યાત્મક શક્તિ સાથે, તેઓ અનુયાયીઓની એવી શ્રેણી બનાવે છે જે ખરી રીતે વેદિક સાહિત્યની બાબતમાં આંધળી હોઈ છે. આવા અનુયાયીઓ વાઇલ્ડ-કાર્ડ ગુરુના વ્યક્તિગત ગુણોથી ઘેરવાઈ જાય છે. એના વ્યક્તિત્વ-માર્ગમાં સીધા મૂળગત વિરોધો તેઓથી સંતાઈ રહે છે.
નિરપવાદ, એમના અનુયાયીઓ, વેદિક સાહિત્યના આજ્ઞાઓ અને નૈતિક માનકોને (અથવા કોઈ પણ સાચા ગ્રંથો) પાર કરવાના ડર કરતાય એમના નિયમોથી વધારે ડરતા હોઈ છે. આવા વ્યક્તિત્વ માર્ગો કોઈ પણ જાતના જુલમ અને અન્યાયી કૃત્ય કરવામાં સક્ષમ હોઈ છે. વાઇલ્ડ-કાર્ડ ગુરુઓ પાસે તેમના અનુયાયીઓ દ્વારા અપરાધ કાર્યને પ્રાત્સાહિત કરવાની વિકારક વૃત્તિ હોઈ છે, જોકે આનું કરાર, અલબત્ત પ્રચ્છન્ન રીતે કરવામાં આવે છે. અગર કોઈ અનુયાયી કોઈ અપરાધ કાર્યથી છટકી જાય છે–અને ભૌતિક ફળ વાઇલ્ડ-કાર્ડ ગુરુને આપી દે–તે અનુયાયી લાડલો શિષ્ય બની જાય છે. જોકે, અગર અનુયાયી પકડાઈ જાય છે, ત્યારે વાઇલ્ડ-કાર્ડ ગુરુ એને પ્યાદુંની જેમ વાપરી, દળમાંથી બહિષ્કૃત કરી નાખે છે.
વાઇલ્ડ-કાર્ડ ગુરુ એના ભગવાન અને એના ગુરુ તરફ ઊંડા લાગણીના પ્રદર્શનમાં (કે એ પોતે જ ભગવાન છે તેવી દલીલ કરવી એના માટે અસામાન્ય નથી) ખૂબ નિષ્ણાત હોઈ છે. એના પ્રશંસકો આવા પ્રદર્શનોથી અત્યંત આનંદ પામે છે. નિખાલસ જ્ઞાનવાદીઓ પર જોકે આવા રાક્ષસોનો કોઈ અસર પડતો નથી. તેઓ પૂરા પ્રદર્શનને ધિક્કારે છે. આ માર્ગની ક્ષણિકતા વિવિધ સમયે બહાર નીકળી શકે છે (અને સામાન્યત: થાય છે), વિવિધ પ્રકારના ધિક્કારજનક દોષકર્મોનો પૅનડોરાઝ બૉક્સ ખોલી નાખે છે. એમના ભરચક ફલો અને સાઇડ-ઇફેક્ટ્સને પ્રગટ થતા, અનેક દાખલાઓમાં ઘણાં વર્ષો લાગે છે. ભગવાન કૃષ્ણ વાઇલ્ડ-કાર્ડ ગુરુના વ્યક્તિત્વ-માર્ગ સાથે ક્યારેય રાજી થતા નથી, અને નકારાત્મક પરિણામો જે નસીબના ભાગ છે, ભગવાન પૂર્ણ ભાંજગડ ઉપર હુકમનામું કરે છે.
અર્વાચીન સમયમાં, એક વાઇલ્ડ-કાર્ડ ગુરુ, જિમ જૅાન્સ, નવસો લોકોના વધ માટે જવાબદાર હતો. તથાપિ, વાઇલ્ડ-કાર્ડ્સ સહજુ પણ એટલા ખતરનાક નથી આ બનાવટી ગુરુ સિક્કાના ઊંધી બાજુવાળા જેટલા: સંસ્થાગત ધર્મના પૂજારીઓ.
નવસો લોકોના વધ કરતાય, ધિ ઇનક્વિઝિશન ઓછામાં ઓછા સાઠ મિલ્યન નિર્દોષ લોકોના જુલમ અને મૃત્યુ માટે જવાબદાર હતો, જેઓએ રાજ્ય દ્વારા સ્પૉન્સર્ડ આતંકવાદને (ધર્મની જેમ પ્રચ્છન્ન) તાબે થવા અસંમતિ દર્શાવી હતી. સંસ્થાકિય ગુરુઓ કોઈ ખાસ માર્ગ અથવા ધર્મને મર્યાદિત નથી, અને તેઓ માનવના જ્ઞાનપ્રાપ્તિની ખોજમાં કપટી રીતે નુકસાનકારક સાબિત થાય છે. જોકે તેઓ ઘણી માન્યતાઓને આગળ વધારે છે, તમે નિરપવાદ તેમના કાર્યક્રમમાં, પ્રમુખ મધ્યબિંદુ તરીકે એક કૃત્રિમ માન્યતાને શોધી શકીશો.
આ કૃત્રિમ માન્યતાને “બહુમતીથી ગુરુ”, જેમ જાણી શકાય છે. એમાં લોકશાહીનું જરાક અંશ છે, જે એને લોકપ્રિય બનાવામાં મદદ કરે છે. હજી પણ, જોકે, જ્યાર સુધી આધ્યાત્મિક જીવનની વાત છે તો તે પૂર્ણ રીતે બનાવટી છે. આ દળો એવી માન્યતાની હિમાયત કરે છે–એક રહસ્ય, સામાન્યપણે માનવામાં આવે છે તેમ—જે કહે છે કે દિવ્યત્વમાં દીક્ષા અંતે, કેવળ દળના માર્ગ દ્વારા ઉપલબ્ધ થઈ શકે છે. અગર સંભાવિ સભ્યો જો ગવનિ†ગ બૉડીની મહેરબાની મેળવે–તેના કોઈ વફાદાર કારભારી દ્વારા—-ત્યારે સંસ્થા નવા સભ્યને વિશ્વાસીઓના સમુદાયમાં (ભલે તે સમુદાય સમૂહ ચર્ચ અથવા કે સોસાઇટી કહેવાતી હોય) દીક્ષા દેવાની બાબતમાં તે કારભારીને તેની અનુમતિ લંબાવે છે.
આ વ્યવસ્થામાં, ગવનિ†ગ બૉડીને ઉચ્ચતમ અધિકારી મંડળ માનવામાં આવે છે–ભગવાન પાસે જવાની જરૂરી કડી—-અને કેવળ તે જ, દીક્ષા આપનાર છે. તેના પૂજારીઓને ક્યારેક ગુરુ કહેવાય છે (તમે કયા માર્ગ સાથે વ્યવહાર કરી રહ્યા છો તેના પર આધારિત હોઈ છે). પણ આ “ગુરુઓની” નવા સભ્યો માટેનો કરાર, પૂજારીઓના અનુભવોના સ્તર અથવા તેમના શુદ્ધતા ઉપર આધારિત હોતો નથી. ગવનિ†ગ બૉડી તરફ તેની વફાદારી ઉપર તે કરાર આધારિત હોઈ છે.
નૉ રિસ્પૉન્સિબિલિટીનો કલ્ટ
સંસ્થાગત ગુરુરાજ્ય મતો અને વિટોથી નિયંત્રિત (લગભગ હંમેશાં પ્રચ્છન્ન રીતે) કોઈ દળ ઉપર આધારિત હોય છે. ગવનિ†ગ બૉડી તેના અંદર સૌથી પ્રબળ અથવા છળકપટી સભ્યથી પ્રભાવિત છે–જે તેના પહેલ પાછળ જલ્દીથી પાવર બ્લૉક ગોઠવી શકે છે. નવા સંભાવ્ય માટે સંખ્યાબંધ ગુરુઓ અથવા દીક્ષા આપનારા પૂજારીઓ ઉપલબ્ધ હોય છે. તથાપિ, તે લોકો વ્યક્તિગત રીતે તેમના “દીક્ષિત” શિષ્યોના આધ્યાત્મિક મુક્તિ માટે જવાબદાર હોતા નથી. આ શિષ્યોને જાણવામાં આવે છે કે કોઈ પણ દળોના ગુરુઓ સહિત તેઓ જે ગુરુને પસંદ કરેલો છે, તેઓ ગવર્નિંગ બૉડીના કરાર હેઠળ છે.
ગવર્નિંગ બૉડી, સંસ્થાના સારના સીધેસીધાં પ્રગટીકરણને, સંસ્થાપકના સારને, અને ગુરુ-શિષ્ય પરંપરા માટે નાળના રહસ્યાત્મકતાને ધરાવતી હોઈ એમ જણાવાય છે. આ ઘૃણાપાત્ર વ્યવસ્થા અચૂકપણે મૂળ સ્થાપકના પ્રેરણાદાયી પ્રભાવનું લાભ લે છે. વ્યંગાત્મક રીતે, ભૂતપૂર્વમાં તેઓ એક વિશ્વાસપાત્ર ગુરુ હોઈ શકે છે. ગવર્નિંગ બૉડી, જોકે એના દેહવિલય પછી એના ઉપદાશોને ઢાંકવા માટે વ્યવસ્થા કરે છે. મૂળ ગુરુનો વારસો, સ્થાપકનો, અખંડતા જાળવીને સોસાઇટીના કૉર્પોરૅટ વિસ્તરણને–જે સંપૂર્ણપણે બદ્ધ જીવાનો બનેલો છે–આપ્યો છે એમ જણાવામાં આવે છે.
જ્યારે તર્કશાસ્ત્ર, સામાન્ય વિચાર, અને વાસ્તવિક ગ્રંથના સહાય સાથે તેનું વિશ્લેષણ કરવામાં આવે છે ત્યારે આ સમગ્ર વ્યવસ્થા આખરે કોઈ અર્થ બનાવતી નથી. તે બાબત આ જૂથના સભ્યો વધારે કાળજી રાખતા હોતા નથી. આ રચના માટે તર્ક તેમના દ્વારા કહેવામાં આવે છે કે તે સ્થાપકના લાડલા શિષ્યો આસપાસ અકલ્પ્ય કોયડો અંદર દફનાયેલું છે. અલબત્ત, આ લાડલાઓ ગવર્નિંગ બૉડી પર વર્ચસ્વ ધરાવે છે. તે દુર્લભ છે કે તેમાંથી એક પણને કલ્ટ માટે દીક્ષા ગુરુ તરીકે મત આપ્યો નથી. ગમે તેમ કરીને અથવા અન્યથા, “ધિ સોસાઇટી મસ્ટ ગો ઑન.” દીક્ષાઓ હોવી જ જોઈએ (“પરંતુ કોણ તેમને દીક્ષા આપશે?”), ત્યારે પણ જ્યારે કહેવાતા દીક્ષા પાદરીઓ, ધ્યાનમાં આવે એવી અનેક અનિચ્છનીય વૃત્તિઓથી ઘેરાયેલા છે–અને સહેજ તકે છેતરવામાં અધોમુખ છે.
સંસ્થાગત ગુરુરાજ્યમાં, રાજકીય અને સામાજિક પ્રગતિ (ત્યાં કોઈ વાસ્તવિક ધાર્મિક અથવા આધ્યાત્મિક ઉન્નતિ નથી, જોકે કે ત્યાં રવેશ અલબત્ત છે) તે ઉપર પ્રતિપાદિત કરવામાં આવે છે કે શું નિમણૂક પાદરી પક્ષને વફાદાર છે–અને વર્તમાન પાર્ટી લાઇનને–અથવા કે નથી. ક્યારેક આવી વફાદારી ટકાવી રાખવા ખાતર પણ જરૂરી છે, તો જૂથમાં પ્રગતિ માટે તો વાત જ શું? બધા ઉપદેશ ચળવળના રાજકરણની સુમેળમાં હોવા જ જોઈએ. પાવર સંઘર્ષો, સ્કઈપગોટ, સમાધાન અને ઉત્તેજન નક્કી કરે છે કે હવે શું અંદર છે–અને હવે શું (કોણ, પણ) બહાર છે.
અનિવાર્ય અનિયમિતતા સમજાવા માટે સૈદ્ધાંતિક ફેરફારો કરવામાં આવે છે. વ્યાપક ભૂલોનો સમાયોજન રિફૉર્મમાં ઉદ્ભવે છે. કલ્ટનો કોઈ પણ સભ્ય પૂર્વતૈયારી વિનાના અનુભવ મુજબ વાત કરવાની હિંમત કરશે નહિ, ભલે આવો ઉપદેશ, ભૂતકાળમાં સાચા ગુરુઓ દ્વારા પ્રતિપાદિત કરેલા સત્ય સાથે મળતો હોઈ. સોસાઇટી માટેના બધા મેનેજરોએ પહેલાં વિચારવું જોઈએ કે તેમના નિવેદનો ગવર્નિંગ બૉડી અને તેેના વફાદારો સાથે કંઈ રીતે પરિણમશે.
સંસ્થાગત ગુરુરાજ્યમાં, ગાડીને ઘોડા પહેલાં મૂકવામાં આવે છે. અધિક્રમની તમામ સામગ્રી વ્યવસ્થાઓને મહત્વપૂર્ણ બનાવામાં આવે છે, જ્યારે કોઈ પણ પ્રકારના તદ્દન સત્યો ખતરનાક ગણાય છે. કોઈ જૂથ (સામાન્યપણે માનવામાં આવે છે તેમ આધ્યાત્મિક જીવન રજૂ કરનાર) સાથે જોડાવામાં શું લાભ છે? જ્યારે જ્ઞાન અને આત્મજ્ઞાનને પણ જોખમી ગણવામાં આવે છે કે જાણે તેઓ મહત્વના હોઈ જ નહિ. સફરજન અગાઉ કેવા સારા હતા, તેની ફિકર વિના, જ્યારે એક સડેલું સફરજન તેમાં નોંધાય છે, ત્યારે અન્ય તમામ તરત જ તે રીતે હલકા થઈ જાય છે.
આવી સોસાઇટી ઘણા લોકાને આકર્ષવા અને સારા જાહેર સંબંધો માટે પોતે સમકાલીન વલણો અપનાવે છે. આ જૂથોમાં શું સાચંુ છે અને શું ખોટું છે, તે “પરિણામો” નક્કી કરે છે. તમને એ પણ જાણવા મળશે કે દરેક દીક્ષા પાદરી (સભ્યપદ વધારવા માટ કલ્ટ દ્વારા નિમણૂક અથવા મત આપ્યો હોય) એના દરજ્જાને વાજબી ઠરાવા માટે, અંતે, હંમેશાં સંસ્થાના વજન ઉપર આધાર રાખશે. કુલ ભૌતિક પરિણામો જેનો સંસ્થા સંગ્રહ કરે છે તેને ભગવાનના આશીર્વાદની જેમ, સંયુક્ત સૂચકો ગણવામાં આવે છે. અનુયાયીઓને આજ્ઞા કરી હોઈ છે કે કોઈ બાબત અંગે ચિંતા કરવી નહિ-—સિવાય હોડી પર રહેવા (અને ખાસ કરીને હોડીના સંતુલનને પજવવું નહિ).
આ પ્રકારના ધર્મમાં આત્મજ્ઞાન માટે કોઈ તક નથી. વેદિક સાહિત્ય તેને વખોડે છે. એક અસલી ગુરુ, એક સંસ્થા દ્વારા ક્યારેય શુદ્ધતા માટે રબર-સ્ટૅમ્પ્ડ થતો નથી. તેમની સત્તા સીધેસીધી ભગવાનથી આવે છે અને તે તેના વ્યક્તિગત અનુભવ મારફતે પ્રગટ થાય છે. એ કોઈ પણ પ્રકારના અંધ નિષ્ઠાને, નિષ્ઠાનો દાવો કરતો નથી. આ અસલી ગુરુ તે સારી રીતે જાણે છે કે ભૌતિક લાભો અને પ્રભાવ (કોઈ પણ બનાવટી વ્યવસ્થા દ્વારા પ્રાપ્ત થયેલા) હંમેશાં અનર્થો–જે સૂક્ષ્મ છળકપટથી ફસાવે જ છે, એવા કોઈ પણ વ્યક્તિને જે આ યોજનાનો લાભ લઈ છે–દ્વારા ઝાંખા પડે છે.
જો ઉન્નત આધ્યાત્મવાદ અથવા ભક્ત, એક આધ્યાત્મિક ગુરુ તરીકે લાયકાતવંચિત વ્યક્તિને, આડકતરી રીતે પણ મંજૂર, સહન, અથવા સ્વીકારે છે તો એ પોતાની શુદ્ધતા તરત ગુમાવે છે. તે પછી, એને આવા “દીક્ષા પાદરીઓ”ના પ્રતિક્રિયામાં સામેલ કરવામાં આવશે.
સંપૂર્ણ સત્યના માર્ગે એક અસલી ગુરુ ક્યારેય એના શિષ્યને ભમાવશે નહિ, ન તો તે એના પરોક્ષ મંજૂરી અથવા પ્રભાવના પ્રાબલ્ય હેઠળ પણ, કોઈ છેતરામણી થતા જોઈ શકીશે. શુદ્ધબુદ્ધિપૂર્વક ગુરુ ન તો તે રીતે કે અન્ય કોઈ રીતે છેતરશે.
ટર્ટલ ટાંકી
આધ્યાત્મિક જીવન નિ:શંકપણે મુશ્કેલ છે. વેદ વધુ જણાવે છે કે જ્યારે વ્યક્તિ અનુકરણ કરે છે અને તેના લાયકાત અથવા અનુભવ ઉપરાંત કાર્ય કરવાનો પ્રયાસ કરે છે ત્યારે દુષ્ટતા અંતિમ ઉત્પાદન બને છે. અલબત્ત, અનુકરણ કરનાર ક્ષણિક સમય માટે પુષ્કળ લાભોનો આનંદ કરી શકે છે, પરંતુ વાસ્તવિક પરિણામ, અંતિમ વિશ્લેષણમાં, સામેલ દરેક માટે ખરાબ હશે–તેને માટે ખાસ કરીને.
આ કલિ યુગમાં, પાપ, અજ્ઞાનતા એ નાસ્તિકતા વાસ્તવિક ધમ તરીકે ઓળખાતા હોય છે. એક સંસ્થાગત ભ્રમણાને વેગ મળે છે જ્યારે મહત્વાકાંક્ષી વ્યક્તિઓ બુદ્ધિવાદકરણની શ્રેણીઓ ઉપજાવી કાઢે છે જે પછી લાયકાતવંચિત વ્યક્તિઓ દ્વારા દીક્ષા ગુરુ નો પદ પચાવી પાડવામાં પરિણમે છે.
જ્યારે ભૂતપૂર્વના બરોબરિયા આવા ગુરુ બની જાય છે, તો તેની હરીફમાં ગુરુભાઈની પણ બઢતી શા માટે થવી જોઈએ નહિ? તેઓ થોડા જ વખતમાં સ્પર્ધામાં ભાગ લેશે તે દર્શાવા કે તેઓ તેમના સ્વ-નિમણૂક ગુરુ દરજ્જા માટે લાયક છે. શરૂઆતમાં, તેઓને ઉડાઉ ખિતાબ સાથે ભગવાન-સાક્ષાત્કાર આત્માઓ પણ કહેવાશે–પરંતુ તેઓએ પોતાને “પરિણામો“ દ્વારા સાબિત કરવું જ જોઈએ. હવે, પરિણામો એટલે શિષ્યાને બનાવવું–દીક્ષાઓ આપવી. તેથી. તેવું કરવા, આ પુરુષો ઝડપથી ઉત્પાદન અર્થ કબજે કરી લે છે: મંદિરો, પ્રિંન્ટિંગ પ્રેસ, સ્થાપકના નિષ્કપટ શિષ્યો અને અન્ય તમામ આવી સગવડો.
અચૂકપણે, તેમની ખામીઓ ઉઘાડી પડે છે. તેઓ એક બીજાને પણ ઊઘાડા પાડે છે (ઓછામાં ઓછું શરૂઆતમાં). ટેંકમાં રહેલો દરેક ટર્ટલ તદ્દન તેના હેઠળ રહેલા ટર્ટલના કવચને ધકેલીને પોતે શીખરના માર્ગે પહોંચે છે. કીલક તરીકે ઉપયોગ કરેલો ટર્ટલ હેઠળ જાય છે. સંસ્થાકિય ગુરુઓ ટર્ટલ ટેંકની સિમા અંદર લડે છે. પછી, સ્કઈપગોટીંગ અને કૌભાંડો બાદ, તેઓ અમુક નવી પાર્ટી લાઇન ઉપજાવી કાઢે છે, રિફૉર્મ તરીકે લેબલ મારીને, તેઓ ફરી નવું બનાવે છે.
પછી તેઓ પાર્ટી માટે નિષ્ઠામાં, આશ્રય લે છે. તેથી, તેઓ પક્ષ-પુરુષો બને છે–ખાસ કરીને જો તેઓ ગવનિ†ગ બૉડીમાં દાખલ થઈ શકે. આ અગાઉના બધા આપત્તિઓ માટે માત્ર એક જ ઉકેલ હોય તેવું લાગે છે.
ઘટનાઓની સમગ્ર સાંકળ સમયમાં અસ્પષ્ટ બને છે. એક વત્તા એક, ત્રણ બનાવવામાં આવે છે. વધારે સુસંસ્કૃત ગણિતનો પરિચય થાય છે. ક્યારેક તે, પોતામાં જ સાચું હોય છે. મૂળભૂત અપૂર્ણ આધારથી ઉમેરાયેલો, ખોટા પરિણામ ઉત્પન્ન કરીને, તે પણ અંત પામે છે.
કલ્ટની ભૌતિક વિસ્તરણ સારસર્વસ્વ અને તેના કાયદેસરતાની અં(ંતમ લક્ષ્ય બની જાય છે. અજ્ઞાનતા, સંસ્થાગત અને સ્થગિત થઈ જાય છે. કલ્ટ ઊંડાણ વિનાનું વિસ્તરણ કરે છે. કોઈ એક પણ ક્યારેય સ્ક્વેર વન પર પાછા જવા વિષે વાત કરશે નહિ, તે હકીકત હોવા છતાં કે ઘણા સભ્યો ફરિયાદ કરતા હોઈ છે કે જૂથને કોઈ બેચેની વ્યથિત કરે છે. એકવાર જો પૉઇન્ટ-ઑફ-નો-રિટર્ન ભંગ થઈ જાય છે, તો સ્ક્વેર વન વડે પાછા જવાની કોઈ પણ ચર્ચા કશું નહિં તો દુશ્મનનું પ્રચાર ગણવામાં આવે છે.
એવા તરીકે, આવા કલ્ટમાં આધ્યાત્મિક અને ફિલોસોફિકલ ઇન્જંકશન (જે બુદ્ધિને તર્કગમ્ય આધ્યાત્મિક સત્યો અને સિદ્ધાંતો તરફ માર્ગ બતાવે છે) ચૂક દ્વારા સેન્સરશીપથી પીડાય છે. જે ભક્તો હજુ પણ સંપૂર્ણ ત_વજ્ઞાનનો ઉપદેશ આપે છે તેઓને કાળવિપર્યાસવાળા મૅલકન્ટેન્ટ ગણવામાં આવે છે. તેઓને બહિષ્કૃત અને અવગણવામાં આવે છે, જોકે, વ્યંગાત્મક રીતે, તેઓ જ માત્ર બાકી રહ્યા છે જે ખરેખર કોઈને મદદ કરી શકે છે.
કહેવાતા દીક્ષા પ્રત્યે આંધળો પૂજ્યભાવ, પાળતુઓની અતિ-મહત્તા અને તેમના ઉપર પરાધીનતા, એક રેટ્રો-રિતવીક આંદોલન, ધર્મસમુદાયવાદ ઉપર વધારે ભાર–૨૧વી સદી માં સફળ કૃષ્ણ ભાવનામૃત આંદોલનના સૂત્રની સ્થાપના કરતી નથી. આ વ્યવસ્થા અપૂર્તિ છે. ગ્રંથ ભાગવત આ કરતાં વધુ સારી કંઈક તક આપે છે, જેથી આપણે એક નવી શરૂઆત માટે તેનું આશ્રય લઈએ.
કૃષ્ણકૃપામૂર્તિ એ.સી.ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદના પુસ્તકો માંથી આ અવતરણ, ભક્તિવેદાંત બુક ટ્રસ્ટ દ્વારા કૉપિરાઇટ છે.
આ ફકરોમાં જેની ચર્ચા કરવામાં આવી છે તે બાબત વધુ જાણકારી માટે આ લેખના ઇંગલિશ આવૃત્તિની સલાહ લેશો.